Home /News /business /

LICનો નવો નવજીવન ઇન્સ્યોરન્સ પ્લાન લોન્ચ, જાણો 5 ખાસ વાતો

LICનો નવો નવજીવન ઇન્સ્યોરન્સ પ્લાન લોન્ચ, જાણો 5 ખાસ વાતો

90 દિવસના બાળકથી લઈ 65 વર્ષની વ્યક્તિ પણ લઈ શકે છે એલઆઈસીની આ નવી પોલિસી

90 દિવસના બાળકથી લઈ 65 વર્ષની વ્યક્તિ પણ લઈ શકે છે એલઆઈસીની આ નવી પોલિસી

    લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી)એ થોડા દિવસો પહલા નવજીવન (Navjeevan) નામનો એક નવી ઇન્સ્યોરન્સ પોલિસી લોન્ચ કરી છે. આ નવી પોલિસી વિશે ઘણા લોકો જાણવા માંગે છે. આ પોલિસી નોન લિંક્ડ પાર્ટિસિપેટિંગ એન્ડોમેન્ટ લાઇફ ઇન્સ્યોરનસ છે. આ પ્લાનનો નંબર 863 છે. તેમાં પ્રોટેક્શન અને સેવિંગ બંને પ્રકારના ફીચર છે. આ નવા પ્લાનમાં પોલિસી હોલ્ડરને સિંગલ પ્રીમિયમ પેમેન્ટની સુવિધા પણ મળશે. આ ઉપરાંત 5 વર્ષ સુધી પણ પ્રીમિયમ ભરી શકાય છે. આ ઇન્સ્યોરન્સ પ્લાન 90 દિવસના બાળકથી લઈને 65 વર્ષની વ્યક્તિ માટે ઉપલબ્ધ છે. તેમાં 45 વર્ષ બાો રિસ્ક સમ એશ્યોર્ડ પસંદ કરવાનો પણ વિકલ્પ હશે.

    કેવી રીતે ખરીદી શકશો પોલિસી

    એલઆઈસીની નવજીવન ઇન્સ્યોરન્સ પોલિસી ઓફલાઇન અને ઓનલાઇન બંને રીતે ખરીદી શકાય છે. આ પ્લાન એજન્ટ પણ વેચી શકશે. આ પોલિસીને સીધી એલઆઈસીની વેબસાઇટ https://eterm.licindia.in/onlinePlansIndex/login.do પર જઈને ખરીદી શકાય છે.

    આ પણ વાંચો, ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની તારીખ લંબાવાઈ, હવે 31 ઓગસ્ટ સુધી તક

    મિનિમમ સમ એશ્યોર્ડ

    નવજીવન ઇન્સ્યોરન્સ પોલિસી નંબર UIN 512N331VO1 છે. આ પોલિસીમાં ઓછામાં ઓછો 1 લાખ રૂપિયાનો વીમો હશે. મહત્તમ વીમો કરાવવાની કોઈ મર્યાદા નથી. જો કોઈ વ્યક્તિની ઉંમર 45 વર્ષથી વધુ છે તો તેને લિમિટેડ પ્રીમિયમમાં વિકલ્પ 2 વિકલ્પ મળશે. તેમાં વાર્ષિક પ્રીમિયમના 10 ગણો સમ એશ્યોર્ડ અને બીજા વિકલ્પમાં વાર્ષિક પ્રીમિયમના 7 ગણો સમ એશ્યોર્ડનો વિકલ્પ હશે.

    પોલિસી ટર્મ

    તેની સાથે એલઆઈસી એક્સીડેન્ટલ ડેથ અને ડિસએબિલિટી રાઇડરનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. આ પોલિસીની ટર્મ 10થી 18 વર્ષ રહેશે. જો સિંગલ પ્રીમિયમ પોલિસીને મહત્તમ 44 વર્ષની ઉંમર સુધી ખરીદી શકાશે. બીજી તરફ, લિમિટેડ પોલિસીને મહત્તમ 60 વર્ષની ઉંમર સુધી ખરીદી શકાય છે. નવજીવન ઇન્સ્યોરન્સના સિંગલ પ્રીમિયમ પ્લાનમાં મેચ્યુરિટીની મહત્તમ ઉંમર 62 વર્ષ છે. લિમિટેડ ઇન્સ્યોરન્સ પ્લાનમાં તે 75 વર્ષ છે.

    ટેક્સ બચત

    આ નવી ઇન્સ્યોરન્સ પોલિસીમાં ઇનકમ ટેક્સની બચત પણ તમે કરી શકો છો. આ ઉપરાંત તેની પર લોન પણ લઈ શકાય છે.

    આ પણ વાંચો, સરકારે આ યોજનામાં કર્યો મોટો ફેરફાર, લાખો લોકોને ફાયદો થશે
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Insurance, LIC, Life Insurance, Navjeevan Plan, Policy

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन