Home /News /business /

LICમાં રૂ.121થી શરૂ કરો દીકરી માટે ફ્યૂચર ઇન્વેસ્ટમેન્ટ, મળશે રૂ. 27 લાખ

LICમાં રૂ.121થી શરૂ કરો દીકરી માટે ફ્યૂચર ઇન્વેસ્ટમેન્ટ, મળશે રૂ. 27 લાખ

આ યોજનામાં 121 રૂપિયા રોજનાં હિસાબે આશરે 3600 રૂપિયા મંથલી પ્રીમિયમ પર આ પ્લાન મળી શકે છે. પણ જો કોઇ આનાથી ઓછુ પ્રીમિયમ કે તે તેનાંથી વધુ પ્રીમિયમ પણ આપવા ઇચ્છો તો પણ આ પ્લાન મળી શકે છે.

આ યોજનામાં 121 રૂપિયા રોજનાં હિસાબે આશરે 3600 રૂપિયા મંથલી પ્રીમિયમ પર આ પ્લાન મળી શકે છે. પણ જો કોઇ આનાથી ઓછુ પ્રીમિયમ કે તે તેનાંથી વધુ પ્રીમિયમ પણ આપવા ઇચ્છો તો પણ આ પ્લાન મળી શકે છે.

    દીકરીઓના ઉજવળ ભવિષ્ય માટે લોકો તેનાં જન્મ લેતા જ સારી એવી ઇન્વેસ્ટમેન્ટ પોલીીસનું પ્લાનિંગ કરે છે. આજે અમે આપને LICની એક એવી પોલિસી અંગે જણાવીશું જેને LICએ દીકરીનાં લગ્ન માટે જ બનાવ્યા છે. LICએ દીકરીનાં લગ્ન માટે જ બનાવી છએ. LICની આ પોલિસીનું નામ પણ કન્યાદાન યોજના રાખવામાં આવ્યું છે. આ યોજનામાં 121 રૂપિયા દરરોજનાં હિસાબે મહિને આશરે 3600 રૂપિયા પ્રીમિયમનો આ પ્લાન છે. ફણ જો કોઇ તેનાંથી ઓછા પ્રીમિયમ કે તેનાંથી વધુ પ્રીમિયમનો આ પ્લાન લેવા ઇચ્છે છે તો તેમને મળી શકે છે.

    LICનાં આ પ્લાન હેઠળ દરરોજનાં 121 રૂપિયાનાં હિસાબે 25 વર્ષની ઉંમરે દીકરી માટે 27 લાખ રૂપિયા જમા થશે. આ ઉપરાંત જો પોલિસી લીધા બાદ જો પોલીસી ભરનારનું મૃત્યુ થઇ જાય છે તો પરિવારને આ પોલીસીનું પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં. એટલું જ નહીં તેને દર વર્ષે 1 લાખ રૂપિયા પણ મળશે. આ ઉપરાંત પોલિસીનાં 25 વર્ષ પૂર્ણ થયા બાદ નોમિનીને 27 લાખા રૂપિયા પણ મળશે.

    આ પણ વાંચો- LICએ બંધ કરી દીધી આ પોલિસી, જો તમારે પાસે છે તો જાણો હવે શું કરવું?

    કઇ ઉંમરે મળશે પોલિસી
    આ પોલિસી લેવા માટે 30 વર્ષની ઓછામાં ઓછી ઉંમર હોવી જરુરી છે. અને દીકરીની ઉંમર 1 વર્ષ હોવી જોઇએ. આ પ્લાન 25 વર્ષ માટે છે. પણ પ્રીમિયમ 22 વર્ષ સુધી આપવાનું હોય છે. આપની દીકરીની અલગ અલગ ઉંમર પ્રમાણે આ પોલિસી મળે છે. દીકરીની ઉંમર પ્રમાણે આ પોલિસીની સમય મર્યાદા ઘટી જશે.

    આ પણ વાંચોદેણામાં ડૂબેલી બેંકને ખરીદવાની તૈયારીમાં LIC, પોલિસી ધારકોને થશે અસર?

    પોલિસીની જાણકારી
    -25 વર્ષ માટે પોલિસી લો
    -22 વર્ષ સુધી પ્રીમિયમ આપવું પડશે.
    -દરરોજનાં 121 રૂપિયા લેખે મહિને આશરે 3600 રૂપિયાનું પ્રીમિયમ
    -જો વચ્ચે વીમાધારકનું મોત થઇ જાય તો પરિવારે નથી ચુકવવાનું કોઇ પ્રીમિયમ
    -દીકરીને પોલીસીનાં વધેલા વર્ષ દરમિયાન દર મહિને મળશે 1 લાખ રૂપિયા
    -પોલિસી પૂર્ણ થવા પર નોમિનીને મળશે 27 લાખ રૂપિયા
    -આ પોલિસી ઓછા કે વધુ પ્રીમિયમની પણ લઇ શકાય છે.

    આ પણ વાંચો- LICની 'જીવન શાંતિ' પોલીસીઃ વર્ષે મળશે રૂ. 65 હજારનું પેન્શન

    સિંગલ ઇનડાઉમેન્ટ પ્લાન
    LICની આ યોજનામાં ફક્ત એક જ વખત પ્રીમિયમ આપવાનું હોય છે આ યોજનાંને 90 દિવસનાં બાળકથી લઇને 65 વર્ષની ઉંમરનાં લોકો લઇ શકે છે. આ પ્લાન 10 વર્ષ માટે મળે છે. જેમાં ન્યૂનતમ 50 હજાર રૂપિયાનો વીમો લઇ શકાય છે. અને અધિક્તમ માટે કોઇ જ સીમા નથી. જો કોઇ વ્યક્તિ ન્યૂનતમ 50 હજાર રૂપિયાનો વીમો લે છે તો તેને 40 હજાર રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડે છે. દસ વર્ષ બાદ પોલિસી પૂર્ણ થવા પર તેને 75-80 હજાર રૂપિયા આશરે પાછા મળે છે. અને વચ્ચે જો વ્યક્તિનું મૃત્યુ થાય તો નોમિનીને 50 હજાર રૂપિયા મળે છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: LIC, Scheme

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन