LICની આ છે બેસ્ટ પોલિસી, વર્ષના 27 હજાર જમા કરાવી મેળવો 10 લાખ રુપિયા

News18 Gujarati
Updated: April 14, 2019, 4:51 PM IST
LICની આ છે બેસ્ટ પોલિસી, વર્ષના 27 હજાર જમા કરાવી મેળવો 10 લાખ રુપિયા
હવે જાણીએ ન્યૂ જીવન આનંદ પોલિસી વિશે..

હવે જાણીએ ન્યૂ જીવન આનંદ પોલિસી વિશે..

  • Share this:
એલઆઇસીની કેટલીક સ્કીમ એવી છે જે બચત માટે હોય છે તો કોઇ સુરક્ષા માટે. પરંતુ તમે આ બન્નેનો ફાયદો એક જ યોજના દ્વારા મેળવી શકો છો. એલઆઈસીની ન્યૂ જીવન આનંદ પોલિસી તમને માત્ર બચતની તક જ નહીં પણ સલામતી પણ આપે છે. તમે આ યોજના હેઠળ બોનસ પણ મેળવી શકો છો. આ યોજના હેઠળ પોલિસી મુદત પછી પણ જોખમ કવર ચાલુ રહે છે. ચાલો યોજનાની સંપૂર્ણ વિગતો વિશે જાણીએ ...

કોણ લઇ શકે છે સ્કીમ- જો તમે 18 વર્ષના થઇ ગયા હોય, તો તમે એલઆઈસીની નવી જીવન યોજના લઈ શકો છો. તે જ સમયે તમારે આ સ્કીમ લેવા માટે તમારી ઉમર 50 વર્ષથી વધુ ન હોવી જોઈએ.



વીમા રકમ - આ યોજના હેઠળ ઓછામાં ઓછા એક લાખ રૂપિયાના વીમા રકમ લેવાની જરૂર છે. તેમા મહત્તમ મર્યાદા નથી. એટલે કે તમારે જે જોઈએ એ મુજબ વિમા રકમ લઇ શકો છો.

પોલિસીની મુદત - ન્યૂ જીવન આનંદ પ્લાન માટે પોલિસીની મુદત 15 થી 35 વર્ષ છે. એલઆઈસીની ન્યૂ જીવન આનંદ પોલિસીને ઑફલાઇન સાથે ઓનલાઇન પણ ખરીદી શકો છો.

પ્રીમિયમ ચુકવણી - પોલિસી માટે વાર્ષિક, અર્ધવાર્ષિક, ત્રિમાસિક અને માસિક ધોરણે પ્રીમિયમ ચૂકવી શકાય છે. વિશિષ્ટ બાબત એ છે કે આ પોલિસી ખરીદવાના ત્રણ વર્ષ પછી તમે તમારી પોલિસીમાંથી લોન લઈ શકો છો.મુદ્દત પર મળશે લાભ - વિમા રકમ સાથે સિમ્પલ રિવર્સિનેરી બોનસ અને ફાઇનલ વધારાનું બોનસ

પરિપક્વતા પર કેટલા લાભો -
વીમા રકમ + સરળ રિવર્સનરી બોનસ + અંતિમ વધારાનું બોનસ
5 લાખ + 5.04 લાખ + 10 હજાર = 10.14 લાખ
એટલે કે 21 વર્ષ પૂરા થયા પછી જો પોલિસી ધારક જીવંત રહે છે તો તેને 10 લાખથી વધુ મળશે.



જો પોલિસી વચ્ચે મૃત્યુ થઇ જાય- નોમિનીને વિમા રકમ 5 લાખ રૂપિયા મળશે.
જો ચાલુ પોલિસીમાં વ્યક્તિનું મોત થઇ જાય છે તો જેના નમિનીને જે વિમા રકમ આપવામાં આવશે તે રકમના 125 ટકા હશે. એટલે કે સાથે બોનસ અને અંતિમ બોનસ પણ મળે છે.

જો પોલિસીમાં 17 વર્ષ પ્રીમિમ ભર્યા બાદ મડત્યુ થાય તો આ ત્રણમાં જે વધારે હશે તે નોમિનીને મળશે.
1. રકમ 125% = 5 લાખનું 125 ટકા = 6,25,000
2. વર્ષનું પ્રીમિયમ 10 ગણુ = 105% = (27010 * 17) ના 105% = 4,82,128
3. 105 મૃત્યુ = સંપૂર્ણ પ્રીમિયમ% (27010 * 17) 105% = 482.128

ઇન્કમ ટેક્સ એક્ટ પણ કલમ 80C હેઠળ પ્રીમિયમ ચૂકવવામાં માટે બેનફિટ પણ મળે છે. મેચ્યુરિટી અછવા મૃત્યુ સમયે મળનારી રકમ પર પણ ટેક્સ નહીં આપવો પડે.

 
First published: April 14, 2019, 4:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading