LICની ખાસ પોલિસી : માત્ર 15 રૂપિયા ખર્ચી મેળવો લાખ રૂપિયા સુધીનો ફાયદો!

News18 Gujarati
Updated: July 20, 2019, 8:50 AM IST
LICની ખાસ પોલિસી : માત્ર 15 રૂપિયા ખર્ચી મેળવો લાખ રૂપિયા સુધીનો ફાયદો!
એલઆઈસીની 'ન્યૂ ચિલ્ડ્રન્સ મની બેક પ્લાન'ની આવો જાણીએ તેનાથી જોડાયેલી તમામ જરૂરી વાતો

એલઆઈસીની 'ન્યૂ ચિલ્ડ્રન્સ મની બેક પ્લાન'ની આવો જાણીએ તેનાથી જોડાયેલી તમામ જરૂરી વાતો

  • Share this:
દરેકનું સપનું હોય છે કે તેમના બાળકોનું ભવિષ્ય સારું હોય. ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી)ની પણ આવી જ એક સ્કીમ છે, જે બાળકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. અમે વાત કરી રહ્યા છીએ એલઆઈસીની ન્યૂ ચિલ્ડ્રન્સ મની બેક પ્લાનની. એલઆઈસીએ ચિલ્ડ્રન્સ ડેના અવસરે આ પોલિસીને લોન્ચ કરી હતી.

આવો જાણીએ આ પોલિસીની ખાસ વાતો...

(1) આ વીમાને લેવાની ઓછામાં ઓછી ઉંમર 0 વર્ષ છે

(2) વીમો લેવાની વધુમાં વધુ ઉંમર 12 વર્ષ

(3) લઘુત્તમ વીમા રાશિ 1,00,000 રુપિયા

(4) મહત્તમ વીમા રાશિની કોઈ સીમા નહીં(5) પ્રીમિયમ વેવર બેનિફિટ રાઇડર-ઓપ્શન ઉપલબ્ધ

આ પણ વાંચો, હવે તમારી કાર પીશે ઓછુ ફ્યૂલ, હુંડાઈ લાવી નવી ટેક્નોલોજી

મની બેક ઇન્સ્ટોલમેન્ટ- પોલીસીધારકને 18, 20 અને 22 વર્ષની ઉંમર પૂરી થતાં સમ એશ્યોર્ડની 20 ટકા રકમ મળશે

મેચ્યુરિટી બેનેફિટ- પોલિસી મેચ્યોરિટીના સમયે (વીમાધારકની પોલિસી અવધિ દરમિયાન મૃત્યુ ન થતાં) પોલિસીધારકને વીમા રાશિની બચેલી રકમ 40 ટકા બોનસની સાથે મળશે.

ડેથ બેનેફિટ- પોલિસી અવધિ દરમિયાન પોલિસીધારકનું મૃત્યુની સ્થિતિમાં વીમા રાશિ ઉપરાંત બોનસ અને અંતિમ વધારાનું બોનસ આપવામાં આવે છે. ડેથ બેનેફિટ કુલ પ્રીમિયમ પેમેન્ટના 105 ટકાથી ઓછું નહીં હોય.

આ પણ વાંચો, SBI ગ્રાહક કરી શકશે ATMથી અનલિમિટેડ ફ્રી ટ્રાન્જેક્શન, પરંતુ પૂરી કરવી પડશે આ શરત

આ પણ વાંચો, આ છે 6 લાખ રૂપિયાથી ઓછા બજેટની 5 ઓટોમેટિક કાર
First published: July 20, 2019, 8:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading