કોરોના કાળમાં LICએ નોંધાવ્યો નવો રેકોર્ડ! 2019-20માં વેચી 2.19 કરોડની નવી વીમા પોલિસી

કોરોના કાળમાં LICએ નોંધાવ્યો નવો રેકોર્ડ! 2019-20માં વેચી 2.19 કરોડની નવી વીમા પોલિસી
31 માર્ચ સુધીમાં LICને 1.78 લાખ કરોડ રૂપિયાનું નવું પ્રીમિયમ પ્રાપ્ત થયું

31 માર્ચ સુધીમાં LICને 1.78 લાખ કરોડ રૂપિયાનું નવું પ્રીમિયમ પ્રાપ્ત થયું

  • Share this:
    નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી જીવન વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (Life Insurance Corporation of India)એ નાણાકીય વર્ષ 2019-20માં રેકોર્ડ 2.19 કરોડ નવી વીમા પોલિસી વેચી. આ છેલ્લા 6 વર્ષમાં સૌથી વધુ સંખ્યા છે. નાણાકીય વર્ષના અંતમાં કોવિડ-19 (Covid-19) સંકટ આવ્યું હોવા છતાંય કંપનીએ આ કીર્તિમાન સ્થાપિત કર્યો છે. સાથોસાથ આ અવધિમાં નિગમે કલેમ સેટલમેન્ટ (દાવાની ચૂકવણી) હેઠળ કુલ 159,770.32 કરોડ રૂપિયાની ચૂકવણી પોલિસીધારકોને કરી. તેમાં કુલ 215.98 લાખ દાવાઓનું સેટલમેન્ટ કરવામાં આવ્યું.

    31 માર્ચ સુધીમાં પ્રાપ્ત થયું 1.78 કરોડ રૂપિયાનું પ્રીમિયમ



    કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, 2019-20 દરમિયાન તેમણે નવી પોલિસી પર પ્રાપ્ત થતા પ્રીમિયમના આધાર પર નવા કારોબારમાં 25.17 ટકાની વૃદ્ધિ નોંધી છે. 31 માર્ચ 2020 સુધી કંપનીને આ રીતે 1.78 લાખ કરોડ રૂપિયાનું નવું પ્રીમિયમ પ્રાપ્ત થયું. આ દરમિયાન કંપનીની બજાર હિસ્સેદારી 68.74 ટકા રહી. વર્ષ 1956માં પાંચ કરોડ રૂપિયાના પ્રારંભિક રોકાણથી શરૂ થયેલી LIC અસેટ બેઝ 31,96,214.81 કરોડ રૂપિયાનો છે.

    આ પણ વાંચો, આવી ગયા સપ્ટેમ્બર મહિના માટે LPG સિલિન્ડરના નવા ભાવ, અહીં કરો ચેક

    ડિજિટલ પ્લેટફોર્મને આપ્યું પ્રોત્સાહન

    LICએ ડિજિટલ પ્લેટફોર્મને પણ ડિઝાઇન કરી છે અને તેનો અનુભવ સારો રહ્યો છે. કસ્ટમર મોબાઇલ એપ પર 34 લાખ યૂઝર્સ છે. સાથોસાથ તેમણે ગૂગલ પે, પેટીએમ, ફોનપે જેવા પ્લેટફોર્મ ઉપર પણ પ્રીમિયમ પેમેન્ટ માટે સુવિધા આપી છે. આ ઉપરાંત ચેટબોટ પણ લૉન્ચ કર્યું છે.

    આ પણ વાંચો, હવે મળશે ‘મોદી ઈડલી’, તમિલનાડુના સેલમમાં ખાઈ શકશો 10 રૂપિયામાં 4 નંગ

    1000 કરોડનું પ્રીમિયમ મળ્યું ઓનલાઇન

    LICને લૉકડાઉનમાં 1 હજાર કરોડનું પ્રીમિયમ ઓનલાઇન મળ્યું છે. LICના નવા પ્રીમિયમના 95 ટકા એજન્ટ્સના માધ્યમથી ઓફલાઇન આવતું રહ્યું છે. પરંતુ હવે કંપનીના 12 લાખ એજન્ટ્સ પણ ઘરે બેઠા ઓનલાઇન પ્રીમિયમ કલેક્શન અને પોલિસી રિન્યૂઅલ કરી રહ્યા છે. તેને લઈને LIC એપ લાવવાની તૈયારી પણ કરી રહ્યું છે. કોવિડના સમયમાં જીવન વીમાને લઈ લોકોમાં જાગૃતતા વધી છે. એવામાં ઓનલાઇન સમયની જરૂરિયાત છે ઉપરાંત કસ્ટમર સુધી પહોંચવાનું સૌથી સરળ અને ઉત્તમ માધ્યમ પણ છે.
    Published by:Mrunal Bhojak
    First published:September 01, 2020, 10:30 am

    ટૉપ ન્યૂઝ