નવી દિલ્હી. લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (Life Insurance Corporation of India- LIC) પોતાના ગ્રાહકો માટે સમયાંતરે અનેક ખાસ પોલિસી લઈને આવતું રહે છે. તે તમામ વર્ગોને ધ્યાનમાં રાખીને લૉન્ચ કરવામાં આવે છે. LICએ હવે આરોગ્ય રક્ષક (LIC launches Arogya Rakshak health insurance) નામનો એક પ્લાન 19 જુલાઈએ લૉન્ચ કર્યો છે. આ એક નોન લિંક્ડ, નોન પાર્ટિસિપેટિંગ, રેગ્યૂલર પ્રીમિયમ પર્સનલ ઇન્સ્યોરન્સ પ્લાન છે. આ પ્લાન હેઠળ તમે પોતાનો, પોતાના પરિવાર અને બાળકો કોઈનો પણ વીમો ઉતારી શકો છો.
LICના જણાવ્યા મુજબ, આરોગ્ય રક્ષક પોલિસી કેટલાક ફિક્સડ બેનેફિટની સુવિધા આપે છે. આ ફાયદા આ વીમા કવર હેઠળ જ આપવામાં આવે છે. તેની સાથે જ મેડિકલ ઇમરજન્સી સ્થિતિમાં તે તાત્કાલિક આર્થિક સહાયતા આપે છે. સાથોસાથ વીમાધારક અને તેના પરિવારને કઠીન સમયમાં આર્થિક રુપથી સ્વતંત્ર રહેવામાં મદદ કરે છે.
બીજા હેલ્થ પ્લાનની તુલનામાં ઘણી અલગ
અન્ય હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનની તુલનામાં આરોગ્ય રક્ષક પોલિસી એક અલગ પ્લાન છે. તેમાં પેમેન્ટ અને રિઈમ્બર્સમેન્ટની પદ્ધતિ પણ અલગ છે. સામાન્ય રીતે હેલ્થ પોલિસી વીમા રકમની મર્યાદા સુધી મેડિકલ સારવાર પર કરવામાં આવેલા વાસ્તવિક ખર્ચની રકમને રિઈમ્બર્સ કરે છે.
એક પોલિસી હેઠળ જ ઉતારો બધાનો વીમો
બીજી તરફ, આરોગ્ય રક્ષક પોલિસી વાસ્તવિક મેડિકલ સારવાર ખર્ચની ચિંતા કર્યા વગર વીમા રાશિની બરાબર ચૂકવણી કરે છે. વ્યક્તિ પોલિસી હેઠળ પોતાનો, પોતાના જીવનસાથીનો, તમામ બાળકો અને માતા-પિતાનો વીમો ઉતારી શકે છે.
આ યોજના હેઠળ મુખ્ય વીમાધારક વ્યક્તિની ઉંમર 18 વર્ષથી 65 વર્ષની ઉંમરની અને બાળકની ઉંમર 91 દિવસથી 20 વર્ષ સુધી માટે ઉપલબ્ધ છે. ગાર્ડિયન માટે તેનો કવર પીરિયડ 80 વર્ષની ઉંમર સુધી અને બાળકો માટે 25 વર્ષ નક્કી કરવામાં આવી છે. મૂળ વીમાધારક વ્યક્તિ, પતિ, પત્ની, માતા-પિતા માટે કવર અવધિ 80 વર્ષ સુધીની છે. જ્યરે માત્ર 25 વર્ષ સુધી બાળકો માટે ઉપલબ્ધ છે.
>> પોલિસી પસંદગી માટે ફ્લેક્સિબલ લિમિટ.
>> ફ્લેક્સિબલ પ્રીમિયમ પેમેન્ટ ઓપ્શનની સુવિધા મળે છે.
>> હૉસ્પિટલમાં દાખલ થવા કે સર્જરી જેવા મામલામાં વેલ્યૂએબલ ફાઇનાન્સીયલ પ્રોટેક્શનની સુવિધા મળે છે.
>> વાસ્તવિક મેડિકલ ખર્ચને ધ્યાનમાં રાખ્યા વગર જ લાભ આપવામાં આવે છે.
>> ઓટો સ્ટપ અપ બેનેફિટ અને નો ક્લેમ બેનિફિટના માધ્યમથી હેલ્થ કવર વધારવું.
>> જો એકથી વધુ સભ્ય કોઈ પોલિસી અંતર્ગત આવે છે તો મુખ્ય વીમાધારકની ઇન્સોર્ડનું દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુના મામલામાં અન્ય વીમાધારકો માટે પ્રીમિયમ છૂટની નીતિ.
>> કેટલાક પ્રમુખ સર્જિકલ લાભો માટે કેટેગરી-1 કે કેટગરી-2 અંતર્ગત આવનારી કોઈ પણ વીમાધારક સર્જરીની સ્થિતિમાં એક વર્ષ માટે- પ્રીમિયમ છૂટનો ફાયદો મળે છે.
>> એમ્બ્યુલન્સનો ફાયદો
>> મેડિકલ તપાસનો ફાયદો
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર