LICની એક ખાસ સ્કીમ, એક વખત પૈસા લગાવો અને મેળવો જીવનભર પ્રતિ માસ 8 હજાર પેંશન

LICની એક ખાસ સ્કીમ, એક વખત પૈસા લગાવો અને મેળવો જીવનભર પ્રતિ માસ 8 હજાર પેંશન
પ્રતિકાત્મક તસવીર

આ પોલિસીમાં તમે તરત જ કે પછી 5, 10, 15 અથવા 20 વર્ષમાં પેંશન શરુ કરાવી શકો છો. 5, 10, 15 અથવા 20 વર્ષના ઓપ્શનમાં રકમ વધી જાય છે

  • Share this:
નવી દિલ્હી : LICની જીવન શાંતિ પોલિસી તેના ગ્રાહકોને પેંશન દ્વારા જીવનભરની સુરક્ષા પ્રદાન કરે છે. આજે અમે તમને આ પોલિસી (LIC Pension Policy)ની ખાસિયતો અંગે જણાવીશું. જો કોઈ 45 વર્ષીય વ્યક્તિ આ પોલિસીમાં 10 લાખ રૂપિયાનું રોકાણ કરે છે, તો તે વ્યક્તિને વાર્ષિક 74,300 રૂપિયાનું વાર્ષિક પેંશન મળશે. આ પોલિસીમાં તમે તરત જ કે પછી 5, 10, 15 અથવા 20 વર્ષમાં પેંશન શરુ કરાવી શકો છો. 5, 10, 15 અથવા 20 વર્ષના ઓપ્શનમાં રકમ વધી જાય છે, પરંતુ તેની કેટલીક શરતો પણ છે. ઉલ્લેખનીય છે કે આ એક નોન લિંક્ડ પ્લાન છે. તેમજ આ સ્કીમ એકલ પ્રીમિયમ વાર્ષિકી યોજના છે, જેમાં વીમા ધારકને તત્કાલ વાર્ષિકી અથવા સ્થગિત વાર્ષિકી પસંદ કરવાનો વિકલ્પ છે.

ઓનલાઇન અને ઓફલાઈન ખરીદો પોલિસી



ગ્રાહકો આ સ્કીમને ઓનલાઇન કે ઓફલાઈન પણ ખરીદી શકે છે. આ એક વ્યાપક વાર્ષિક યોજના છે, જેમાં તે વ્યક્તિ અને તેના પરિવારના લોકોને પણ લાભ મળે છે.

આ પણ વાંચોનોકરી શોધતા લોકો માટે LinkedIn લાવી રહ્યું છે ખાસ ફીચર, નોકરી મળવાની સંભાવના વધશે!

પોલિસીની ખાસિયત

LIC જીવન શાંતિ એક સિંગલ પ્રીમિયમ ડિપોઝીટ પ્લાન છે.

- તેમાં લોનની સુવિધા મળે છે.
- 3 મહિના બાદ કોઈપણ મેડિકલ ડોક્યુમેન્ટ વિના સરેન્ડર.
- તરત અથવા 1થી 20 વર્ષ વચ્ચે ગમે ત્યારે પેંશન શરુ કરી શકો છો.
- જોઈન્ટ લાઈફ ઓપ્શનમાં કોઈ પણ ક્લોઝ રિલેટિવને સામેલ કરી શકાય.
- 10 લાખના રોકાણ પર 5 વર્ષ બાદ પેંશન શરુ કરાવીએ તો 9.18% રિટર્નના હિસાબે વાર્ષિક પેંશન મળે છે.

આ પણ વાંચો - પ્રધાનમંત્રી આવાસ યોજનાના 2.14 કરોડ લાભાર્થીની યાદી જાહેર, કોને નહીં મળે લાભ, શું છે નિયમ-શરતો

આ ઉંમરના લોકો લઇ શકે છે લાભ

- LICની આ યોજનાને ઓછામાં ઓછી 30 વર્ષ અને વધુમાં વધુ 85 વર્ષ સુધીની વ્યક્તિ લઇ શકે છે. જીવન શાંતિ પ્લાનમાં પેંશન શરુ થયાના 1 વર્ષ બાદ લોન મળી શકે છે. તેમજ પેંશન શરુ થયાના ત્રણ મહિના બાદ તેને સરેન્ડર કરી શકાય છે.

- પોલિસીની ખરીદી દરમિયાન તત્કાલ અને સ્થગિત વાર્ષિકી બંને વિકલ્પો માટે દરની ગેરંટી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, યોજના અંતર્ગત વાર્ષિકી વિકલ્પો અને વાર્ષિક ચુકવણીના મોડ ઉપલબ્ધ છે.

- આ યોજનાને ઓફલાઈન સાથે ઓનલાઇન પણ ખરીદી શકાય છે. ઉલ્લેખનીય છે કે આ યોજના LICના જુના પ્લાન જીવન અક્ષય જેવી છે.

LIC એલઆઇસી, LIC Pension Scheme એલઆઇસી પેંશન સ્કીમ, Investment રોકાણ
Published by:News18 Gujarati
First published:April 09, 2021, 19:31 IST

ટૉપ ન્યૂઝ