LICની 'જીવન શાંતિ' પોલિસી: વર્ષે મળશે 2,10,000નું પેન્શન, સમજો આખુ ગણિત

News18 Gujarati
Updated: September 19, 2018, 8:39 AM IST
LICની 'જીવન શાંતિ' પોલિસી: વર્ષે મળશે 2,10,000નું પેન્શન, સમજો આખુ ગણિત
ભારતીય જીવન વીમા નિગમે 'જીવન શાંતિ' પ્લાન લોન્ચ કર્યો છે. પોલિસી હેઠળ એક વખતના રોકાણ પર આપને તુરંત જ પેન્શન મળવાનું શરૂ થઇ જશે

ભારતીય જીવન વીમા નિગમે 'જીવન શાંતિ' પ્લાન લોન્ચ કર્યો છે. પોલિસી હેઠળ એક વખતના રોકાણ પર આપને તુરંત જ પેન્શન મળવાનું શરૂ થઇ જશે

  • Share this:
ભારતીય જીવન વીમા નિગમે 'જીવન શાંતિ' પ્લાન લોન્ચ કર્યો છે. પોલિસી હેઠળ એક વખતના રોકાણ પર આપને તુરંત જ પેન્શન મળવાનું શરૂ થઇ જશે. આપ તુરંત પેન્શન ન લેવા ઇચ્છો તો 5,10,15 કે 20 વર્ષ બાદ આપ પેન્શન શરૂ કરાવી શકો છો. જેટલું મોડુ પેન્શન શરૂ કરાવશો તેટલો વધુ ફાયદો આપને મળશે. આપને જણઆવી દઇએ કે શરૂઆતનાં ફાયદાની જાણકારી અમે આપને આ પહેલાં આપી ચુક્યા છે. આ વખતે અમે તેનાં વધુ ફાયદા અંગે જણાવીશું.

આવી રીતે સમજો પ્લાન
1. મળશે 9 હજાર રૂપિયા પેન્શન- જો તમારી ઉંમર 30 વર્ષથી વધુ છે તો જ તમે આ પ્લાન લઇ શકો છો. તેમાં પણ જો આપની ઉંમર 30 કે 35 વર્ષ છે તો આ પોલિસીમાં એક રકમ 5 લાખ રૂપિયા જમા કરાવશો અને આપ 20 વર્ષ બાદ પેંન્શન શરૂ કરવવા ઇચ્છશો તો આપે 21.6 ટકા લેખે પેન્શન મળશે. એટલે કે આપને 20 વર્ષ બાદ દર વર્ષે 1.08 લાખ રૂપિયા દર મહિને 9 હજાર રૂપિયા આજીવન મળશે.

LICની 'જીવન શાંતિ' પોલીસીઃ વર્ષે મળશે રૂ. 65 હજારનું પેન્શન

LICની લિમિટેડ ઓફર, બંધ થયેલી પોલીસી આવી રીતે કરો શરૂ

2. મળશે 17 હજાર રૂપિયા પેન્શન- જો આપ વન ટાઇમમાં 10 લાખ રૂપિયા જમા કરાવો છો તો દર મહિને આપને 17500 રૂપિયા પેન્શન આવશે એટલે કે વર્ષે 2.10 લાખ રૂપિયા મળશે. જે આપ મહિને, ત્રણ મહિને, છ મહિને કે વર્ષે મેળવી શકો છો.શું છે ફાયદા-
1. તત્કાળ અને અસ્થગિત (ઇમીડિએટ એન્ડ ડેફર્ડ) એન્યુટી બંને માટે એન્યુટી રેટ પોલિસીની શરૂઆતમાં ગેરેન્ટી હશે. એટલે કે પોલિસીની શરૂઆથમાં જ નક્કી થઇ જાય છે કે અલગ-અલગ પ્લાન પ્રમાણે આપને કેટલો ફાયદો થશે.

2. એન્યુટીની ચુકવણી તેને ખરીદનારને જીવનભર મળશે. આ એખ સિંગલ પ્રીમિયમ યોજના છે જ્યાં એક વખત રોકાણ કરવા પર આપને પેંશન મળવાનું શરૂ થઇ જશે. જે આજીવન મળશે.

3. LIC જીવનશાંતિ એક નોન માર્કેટ લિંક્ડ પ્લાન છે., એઠલે કે આફને ગેરંટીડ અને ફિક્સ રિટર્ન મળશે. પોલિસીને આપ આપનાં માતા-પિતા કે ભાઇ-બહેનની સાથે જોઇન્ટ રૂપથી પણ લઇ શકો છો.

આપ નક્કી કરી શકો છો આ ઓપ્શન
1. પોલિસીમાં રોકાણ કર્યા બાદ આપની પાસે વિકલ્પ હશે કે આપ તુરંત જ પેંશન ઇચ્છો છો કે પછી એક ચોક્કસ સમય બાદ તેનો લાભ લેવા માંગો છો.

2. જો આપ પોલિસીથી 35 વર્ષમાં જોડાઓ છો તો આપ પેંશન તુરંત જ મળશે કે આપ તેને 5,10,15 કે 20 વર્ષે લઇ શકે છે.

3. 8.79થી 21.6% વાર્ષિક વ્યાજ-5થી 20 વર્ષનાં સમય પર અલગ અલગ પેંશન પ્લાન હેઠળ જીવન શઆંતિ પ્લાનમાં 8.79થી 21.6 ટકા વાર્ષિક હિસાબે આફને જમા રકમ પર પેન્શન મળશે.

ઓનલાઇન પણ લઇ શકો છો પોલિસી-
આ પોલિસી આપ ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે લઇ શકો છો. LICની વેબસાઇટ પર ઓનલાઇન પેન્શન લેવાની સુવિધા છે તો LIC એજન્ટની મદદથી આપ ઓફલાઇન પણ આ પોલિસી લઇ શકો છો.

 
First published: September 19, 2018, 8:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading