આ છે LICનો રિટાયરમેન્ટ માટે બેસ્ટ પ્લાન, દરરોજનાં રૂ 200 રોકી મેળવો 28 લાખ
આ છે LICનો રિટાયરમેન્ટ માટે બેસ્ટ પ્લાન, દરરોજનાં રૂ 200 રોકી મેળવો 28 લાખ
LICની જીવન પ્રગતી પોલીસી અંગે જાણો બધુ જ
LIC Jeevan Pragati: આ પ્લાનનું નામ છે રિટાયરમેન્ટ માટે ઉત્તમ પ્લાન છે. જેમાં તમને 28 લાખ રૂપિયાનું મોટું ફંડ મળે છે. આ પોલીસીની ખાસિયત એ છે કે, તેમાં આપને દર મહિને 15 હજાર રૂપિયાથી વધુનું પેન્શન મળે છે.
LIC Jeevan Pragati: LICનાં આ પ્લાનનું નામ છે જીવન પ્રગતિ છે. આ પ્લાનનો ટેબલ નંબર 838 છે. સ્કીમ, આ પોલિસીમાં તમે જેટલું ઓછુ સમ એશ્યોર્ડ લો છો, તેમાં પ્રગતિ થશે અને પોલિસીના અંત સુધી સમ એશ્યોર્ડ લગભગ ડબલ થઇ જાય છે. આ એક નોન લિંક્ડ પોલ્સી છે. આ પ્લાનમાં ઓછા સમયગાળામાં રોકાણ કરી પોલિસીધારકને ઘણા ફાયદા મળે છે. આ એક એન્ડોમેન્ટ પ્લાન છે જે એક જ સમય પર તમને સુરક્ષાની સાથે બચત પણ આપે છે. પોલિસીમાં દર પાંચ વર્ષમાં રિસ્ક કવર વધે છે. પહેલા પાંચ વર્ષ સમ એશ્યોર્ડ એટલું નહી રહે.
ત્યાર બાદ 6માંથી 10 વર્ષ સુધી આ 25 ટકાથી વધીને 125 ટકા થઈ જાય છે. જ્યારે 11થી 15 વર્ષ માટે સમ એશ્યોર્ડ 150 ટકા થઈ જાય છે. અને 16થી 20 વર્ષ માટે સમ એશ્યોર્ડ બેસિક સમ એશ્યોર્ડના 200 ટકા થઈ જાય છે.
મૃત્યુ લાભ -જો પોલિસી સમયગાળા વખતે પોલિસી ધારકનું મૃત્યુ થઈ જાય છે તો તેની નોમિનીના મૃત્યુ પર વીમાની રકમ + સિંપલ રિવર્સનરી બોનસ + ફાઈનલ એડીશન બોનસની ચુકવણી કરવામાં આવશે. એટલે તમે 2 લાખ સમ ઈન્શ્યોર્ડની પોલિસી લો તો પહેલા પાંચ વર્ષમાં ડેથ બેનિફિટ માટે કવરેજ 2 લાખ, 6થી 10 વર્ષ માટે કવરેજ 2.50 લાખ, 11થી 15 વર્ષ માટે કવરેજ 3 લાખ અને 16થી 20 વર્ષ માટે કવરેજ 4 લાખ રૂપિયા થઈ જશે. એટલે સમ ઈન્શ્યોર્ડ ડબલ થઈ જાય છે. તે હેઠળ એક્સિડેન્ટલ ડેથ એન્ડ ડિસેબિલિટી રાઈડર ઉપલબ્ધ છે. પરંતુ તેના માટે વધુ પ્રીમિયમની ચુકવણી કરવી પડશે.
આ રીતે મળશે 28 લાખ રૂપિયા - આ પ્લાન મુજબ 15 લાખના સમ એશ્યોર્ડ અને 200 રૂપિયા રોજના રોકાણ પર તમને 20 વર્ષ બાદ લગભગ 28 લાખ રૂપિયાનું ફંડ મળશે. તેમાં ઓછું કે વધારે હોઈ શકે છે.
ઉંમરઃ 12થી 45 વર્ષ પોલિસીનો સમયગાળોઃ 12થી 20 વર્ષ મેચ્યોરીટીની ઓછામાં ઓછી ઉંમરઃ 65 વર્ષ કવર રકમ ઓછામાં ઓછા 1,50,000 રૂપિયા -વધુમાં વધુ કોઈ સીમા નથી.
એલઆઈસી જીવન પ્રગતિ યોજનામાં સરેન્ડર વેલ્યુ
જો પોલિસી ધારકને 3 વર્ષ સુધી પ્રીમિયમ ભર્યું છે તો તે પોલ્સીને સરેન્ડર કરી શકે છે અને સરેન્ડર વેલ્યુ પણ મેળવી શકે છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર