LIC Plan : તમે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારી રહ્યાં છો? તો LICનો આ પ્લાન તમારા માટે જ છે, જો તમે એક પ્લાનિંગ સાથે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, તો તેમાં રિટર્ન પણ સારુ એવુ મળી રહે છે.
મુંબઈ: ભવિષ્ય માટે નાની મોટી બચત કરવી કોને ન ગમે? તમે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારી રહ્યાં છો? તો LICનો આ પ્લાન (LIC Plan) તમારા માટે જ છે, જો તમે એક પ્લાનિંગ સાથે ઇન્વેસ્ટમેન્ટ (Investment)કરો છો, તો તેમાં રિટર્ન પણ સારુ એવુ મળી રહે છે. ખાસ વાત એ છે કે જોખમ પણ એટલું ઓછુ રહે છે. LICએ પણ તમારા માટે એક એવો જ પ્લાન (LIC Jeevan Pragati Plan)તૈયાર કર્યો છે, આ પ્લાનમાં પૈસાનું રોકાણ કરીને, તમે પાકતી મુદતના સમયે સારું વળતર મેળવી શકો છો.
LIC જીવન પ્રગતિ પ્લાન (LIC Jeevan Pragati Plan)
આ પ્લાન ખાસ એ લોકો માટે છે, જે મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર, ક્રિપ્ટકરન્સીમાં ઇન્વેસ્ટ કરતાં ડરે છે. આ પ્લાન પર પૈસા લગાવાથી તમને મેચ્યોરિટીની સાથે સારુ રિર્ટન પણ મળી રહે છે. આ પ્લાન ખરીદવા પર બચત અને સુરક્ષા બંનેની ખાતરી આપવામાં આવે છે. દેશની સૌથી મોટી વીમા કંપનીની આ યોજના રોકાણ માટેનો એક સારો ઓપ્શન છે.
20 વર્ષ સુધી કરવાનું રહેશે રોકાણ
20 વર્ષ સુધી તમારે કરવાનું રહેશે રોકાણ આ પ્લાન લોન્ગ ટર્મ માટેનો છે, તમારે સતત 20 વર્ષ સુધી આ પ્લાનમાં રોકાણ કરવાનું રહેશે. આ પ્લાનમાં તમારે દરરોજ માત્ર 200 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. LICના આ પ્લાનમાં જો તમે સતત 20 વર્ષ સુધી નાણાંનું રોકાણ કરો છો, તો તમને પાકતી મુદતે રૂ. 28 લાખનું એકસામટું ફંડ મળે છે. જેનો ઉપયોગ ભવિષ્યની મોટી નાણાંકીય જરૂરિયાતો પૂરી કરવા માટે થઈ શકે છે.
લાઇફ ઈન્શ્યોરન્સની સાથે પ્લાનમાં ડેથ બેનિફિટની સુવિધા પણ LICની જીવન પ્રગતિ યોજનામાં જો તમે નિયમિત રીતે પોતાનું પ્રીમીયમ ચુકવો છો, તો તમને ડેથ બેનિફિટની સુવિધા પણ મળશે. આ પ્લાનમાં દર 5 વર્ષે વધારો થતો રહે છે. જેનો મતલબ કે દર 5 વર્ષ પછી જે રકમ અગાઉ મળવાની હોય છે, તેના કરતાં વધુ મળે છે.
વીમાધારકનું અચાનક મૃત્યુ
પૉલિસી ખરીદ્યાના 5 વર્ષ પછી જો કોઈ કારણસર વીમાધારકનું મૃત્યુ થાય છે, તો નોમિની (Nominee) ને આ યોજના હેઠળ બેઝિક સમ એશ્યોર્ડના (Sum Assured) 100% મળશે. 6થી 10 વર્ષમાં મૃત્યુ થવા પર નોમિનીને વીમાની રકમના 125 ટકા મળે છે, તેમજ 11-15 વર્ષની અંદર મૃત્યુ પર, વીમાની રકમના 150 ટકા અને 16-20 વર્ષની અંદર મૃત્યુ પર વીમાની રકમના 200% મળે
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર