Home /News /business /LIC Plan: દરરોજ માત્ર 8 રૂપિયાના રોકાણમાં મેળવો રૂ. 17 લાખ, જાણો શું છે સ્કીમ

LIC Plan: દરરોજ માત્ર 8 રૂપિયાના રોકાણમાં મેળવો રૂ. 17 લાખ, જાણો શું છે સ્કીમ

LIC Jeevan Labh Plan - દેશમાં મોટાભાગના પરિવારો લાઈફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (Life Insurance Corporation of India - LIC)માં રોકાણ કરીને ઉત્તમ વળતર મેળવે છે

LIC Jeevan Labh Plan - દેશમાં મોટાભાગના પરિવારો લાઈફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (Life Insurance Corporation of India - LIC)માં રોકાણ કરીને ઉત્તમ વળતર મેળવે છે

દેશમાં મોટાભાગના પરિવારો લાઈફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (Life Insurance Corporation of India - LIC)માં રોકાણ કરીને ઉત્તમ વળતર (Invest & Earn Money) મેળવે છે. લોકો LICમાં વીમા ઉપરાંત અલગ-અલગ સ્કીમ્સમાં રોકાણ કરીને ઘણા ફાયદા મેળવે છે. LICની આવી જ એક સ્કીમ છે 'જીવન લાભ સ્કીમ'(Jeevan Labh Plan). આ સ્કીમ અંતર્ગત તમે જે પ્રીમિયમ ચૂકવો છો, તેમાં આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 80C હેઠળ આવકવેરામાંથી મુક્તિ મળે છે. એટલું જ નહીં આ યોજનામાં 3 વર્ષ માટે પ્રીમિયમ ચૂકવવાથી તમે રોકાણો સામે લોન પણ મેળવી શકો છો.

દર મહિને કરો રૂ. 233નું રોકાણ

જીવન લાભ પોલિસી તમને દર મહિને રૂ. 233ના નજીવા રોકાણ પર રૂ. 17 લાખ મેળવવામાં મદદ કરી શકે છે. જેની ગણતરી કરો તો તમારે દરરોજ રૂ. 8 કરતા પણ ઓછાનું રોકાણ કરવાનું રહેશે. આ પોલિસી એક નોન-લિંક્ડ સ્કીમ છે, જેનો મતલબ છે કે તેનું વળતર કોઈપણ સ્ટોક અથવા મ્યુચ્યુઅલ ફંડ પર આધારિત નથી. જેના કારણે આ સ્કીમ બજારમાં સૌથી સુરક્ષિત રોકાણ વિકલ્પોમાંથી એક છે.

આ પણ વાંચો - lpg gas subsidy : શું તમને LPG ગેસ સિલિન્ડર પર સબસિડી મળી ગઈ? આ રીતે કરો ચેક

વીમાની રકમ માટે નથી મહત્તમ મર્યાદા

આ સ્કીમમાં રોકાણ કરવાની ન્યૂનતમ ઉંમર 8થી 59 વર્ષ સુધીની છે. રોકાણકારો 16થી 25 વર્ષની વચ્ચે પોલિસી ટર્મ ફર્મ લઈ શકે છે. તો વીમાની રકમ માટે કોઈ મહત્તમ મર્યાદા નથી, પરંતુ લઘુત્તમ મર્યાદા 2 લાખ રૂપિયા છે. અગાઉ જણાવ્યા અનુસાર, પ્રીમિયમ ભરવાથી તમને રોકાણ સામે લોન મેળવવાનો વિશેષાધિકાર પણ મળશે. કરમુક્તિની સાથે ઉપર દર્શાવેલ લાભો તેને સારા વળતરની ગેરંટી મેળવવા માટે રોકાણ કરવા એક આદર્શ યોજના બનાવે છે.

આ પણ વાંચો - Multibagger stock : આ મલ્ટીબેગર સ્ટોકની કિંમત રૂપિયા 1.5થી વધીને રૂ. 180 થઈ, જુઓ તેની નાણાકીય પરિસ્થિતિ

નોમિનીને બોનસ સાથ યોજનાના લાભ

નોમિનીને રોકાણકારના મૃત્યુ પર વીમા રકમ ઉપરાંત બોનસ સાથે યોજનાના લાભો મળે છે. જો પોલિસીધારક પોલિસીની મુદત દરમિયાન મૃત્યુ પામે છે, પરંતુ તેમના મૃત્યુ પહેલા તમામ પ્રિમીયમ ચૂકવી દીધા હોય, તો તેમના નોમિનીને ડેથ સમ એશ્યોર્ડ, સિમ્પલ રિવર્ઝનરી બોનસ અને ફાઇનલ એડિશન બોનસ ડેથ બેનિફિટ તરીકે મળશે.
First published:

Tags: LIC, LIC Jeevan Labh Plan, LIC Plan