Home /News /business /LIC Jeevan Labh: LICની શાનદાર સ્કીમ, દરરોજ માત્ર રૂ. 251ની ચૂકવણી કરીને મેળવો રૂ. 20 લાખનું રિટર્ન
LIC Jeevan Labh: LICની શાનદાર સ્કીમ, દરરોજ માત્ર રૂ. 251ની ચૂકવણી કરીને મેળવો રૂ. 20 લાખનું રિટર્ન
એલઆઈસી બિલ્ડિંગ (ફાઇલ તસવીર)
LIC Jeevan Labh Policy: તમે દરરોજ માત્ર 251.7 રૂપિયાનું રોકાણ કરીને રિટર્ન તરીકે 20 લાખ રૂપિયા મેળવી શકો છો. આ પોલિસી એક મર્યાદિત પ્રીમિયમ ભરવાની યોજના છે, જે તમારા ભવિષ્ય માટે રક્ષણ અને બચત આપે છે.
મુંબઈ: એલઆઇસી તેના ગ્રાહકો (LIC Customers) માટે અનેક નવીનત્તમ પ્લાન્સ લાવતી રહે છે. જો તમે પણ સુરક્ષિત રોકાણ (Secure Investment) અને સારા ભવિષ્ય (Better Future) વિશે વિચારી રહ્યા છો, તો એલઆઇસીની એક પોલીસી (LIC Policy) તમારા આ વિચારને હકીકતમાં સાર્થક કરી શકે છે. એલઆઇસી જીવન લાભ પોલીસી સ્કીમ (LIC Jeevan Labh Policy) એક એવી પોલીસી છે, જેમાં તમે દરરોજ માત્ર 251.7 રૂપિયાનું રોકાણ કરીને રિટર્ન તરીકે 20 લાખ રૂપિયા મેળવી શકો છો. આ પોલિસી એક મર્યાદિત પ્રીમિયમ ભરવાની યોજના છે, જે તમારા ભવિષ્ય માટે રક્ષણ અને બચત આપે છે.
એલઆઇસી જીવન લાભ
આ એક નોન લિંક્ડ પોલીસી છે, જેથી આ પોલીસીનો શેર માર્કેટ સાથે કોઇ સંબંધ નથી. બજારમાં આવતા વધારા ઘટાડાની અસર તેના પર થતી નથી. એટલે કે આ સ્કીમમાં તમારા પૈસા સંપૂર્ણ સુરક્ષિત રહેશે.આ એક લિમિટેડ પ્રીમીયમ પ્લાન છે.
જીવન લાભ પોલીસીની મહત્ત્વની બાબતો
- એલઆઇસીની જીવન લાભ પોલીસી નફો અને સુરક્ષા બંને પ્રદાન કરે છે.
- આ પોલીસીને 8 વર્ષથી 59 વર્ષની ઉંમરના લોકો સરળતાથી લઇ શકે છે.
- ગ્રેસ પીરિયડ: જો તમે માસિક પ્રીમિયમ ચૂકવો છો તો તમને 15 દિવસની ગ્રેસ પીરિયડની મંજૂરી આપવામાં આવે છે. જ્યારે કે, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક ચૂકવણી માટે, 30 દિવસની અવધિની મંજૂરી આપવામાં આવી છે.
- તમને પ્રીમિયમ પર ટેક્સ છૂટ પણ મળે છે.
- જો પોલિસીધારક ટર્મ દરમિયાન મૃત્યુ પામે છે, તો વીમાની રકમ નોમિનીને ચૂકવવામાં આવે છે.
આ સ્કીમ હેઠળ કઇ રીતે મળશે રૂ. 20 લાખ?
જો કોઈ વ્યક્તિ 20 વર્ષની ઉંમરે પોલિસીમાં પ્રવેશ કરે છે અને 16 વર્ષ માટે દરરોજ 251.7 રૂપિયા ચૂકવે છે, તો તેને 45 વર્ષની ઉંમરે 20 લાખ રૂપિયા મળશે.
જો પોલિસી ધારકનું મૃત્યુ પોલિસીની અવધિ દરમિયાન થાય છે અને તેણે મૃત્યુ સુધી તમામ પ્રીમિયમની ચૂકવણી કરી છે, તો તેના નોમિનીને મૃત્યુ લાભ તરીકે મૃત્યુ પર મળનારી વીમાની રકમ, સિમ્પલ રિવર્સનરી બોનસ અને ફાઇનલ એડીશન બોનસ મળે છે. એટલે કે નોમિનીને વીમાની રકમ મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર