આ છે LICનો જબરદસ્ત પ્લાન, 1400 રૂપિયા ભરીને મળે છે પાકતી મુદ્દતે મળશે 25 લાખ રૂપિયા
આ છે LICનો જબરદસ્ત પ્લાન, 1400 રૂપિયા ભરીને મળે છે પાકતી મુદ્દતે મળશે 25 લાખ રૂપિયા
જીવન આનંદ છે એક ઉત્તમ પ્લાન
LIC Jeevan Anand Plan: સમ એશ્યોર્ડની વાત કરીએ તો મિનિમમ સમ એશ્યોર્ડ 1 લાખ રૂપિયા છે અને તેનાથી ઉપર તે 5000ના ગુણાંકમાં હશે. મહત્તમ વીમાની કોઈ મર્યાદા નથી. આ પોલિસી સાથે ચાર રાઇડર્સ ઉપલબ્ધ છે.
LICની આ પોલિસીનું નામ જીવન આનંદ (Jeevan Aanand) છે, જેનો ટેબલ નંબર 915 છે. આ પોલિસી માટે પ્રીમિયમ ટર્મ અને પોલિસી ટર્મ સમાન (Jeevan Aanand Policy) છે. એટલે કે જેટલા વર્ષ માટે પોલિસી હશે એટલા વર્ષ માટે પ્રીમિયમ ચૂકવવું પડશે. આ પોલિસી માટે મિનિમમ એન્ટ્રીની ઉંમર 18 વર્ષ અને મેક્સિમમ ઉંમર 50 વર્ષ છે. મેક્સિમમ મેચ્યયોરિટીની ઉંમર 75 વર્ષ છે. પોલિસીનો સમયગાળો 15થી 35 વર્ષનો છે. પોલિસી ટર્મ જ પ્રીમિયમ પેઈંગ ટર્મ હશે.
મિનિમમ સમ એશ્યોર્ડ 1 લાખ રૂપિયા- સમ એશ્યોર્ડની વાત કરીએ તો મિનિમમ સમ એશ્યોર્ડ 1 લાખ રૂપિયા છે અને તેનાથી ઉપર તે 5000ના ગુણાંકમાં હશે. મહત્તમ વીમાની કોઈ મર્યાદા નથી. આ પોલિસી સાથે ચાર રાઇડર્સ ઉપલબ્ધ છે. જે નીચે મુજબ, એક્સિડેન્ટલ ડેથ એન્ડ ડિસેબિલિટી રાઇડર, એક્સિડન્ટ બેનિફિટ રાઇડર, ન્યૂ ટર્મ ઈશ્યોરન્સ રાઇડર અને ન્યૂ ક્રિટિકલ ઇલનેસ બેનિફિટ રાઇડર.
બે પ્રકારના બોનસનો લાભ- આ પોલિસી સાથે બે પ્રકારના બોનસ મળે છે. જેટલી જૂની પોલિસી હશે, વેસ્ટેડ સિમ્પલ રિવિઝનરી બોનસનો લાભ એટલો વધારે મળશે. ફાઈનલ એડિશનલબોનસ મેળવવા માટે પોલિસી 15 વર્ષની હોવી જોઈએ. ડેથ બેનિફિટની વાત કરીએ તો જો પોલિસીધારક પોલિસી ટર્મ દરમિયાન મૃત્યુ પામે છે તો વીમાની રકમમાંથી 125% ડેથ બેનેફિટ તરીકે આપવામાં આવશે. જો પોલિસી ધારક પોલિસી ટર્મ પછી મૃત્યુ પામે છે, તો નોમિનીને વીમાની રકમ મળશે. મેચ્યોરિટી પર સમ એશ્યોર્ડ બોનસ સાથે મળે છે. એ પછી જ્યારે પોલિસીધારકનું મૃત્યુ થાય છે, ત્યારે તેના પરિવારને ફરીથી વીમાની રકમ મળશે.
ગ્રેસ પીરિયડ સંબંધી નિયમ- આ પોલિસી હેઠળ જો વીમાધારક માસિક ચૂકવણી કરે છે તો પ્રીમિયમ ચૂકવણી માટે ગ્રેસ પીરિયડ 15 દિવસ અને ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક પ્રીમિયમ માટે 30 દિવસનો ગ્રેસ પીરિયડ મળે છે. બે વર્ષ પૂરા થવા પર પોલિસી સરેન્ડર કરી શકાય છે. 2 વર્ષ પછી લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. પ્રીમિયમની ડ્યૂ ડેટથી 5 વર્ષની અંદર પોલિસી રિવાઇવ કરી શકાય છે.
મેચ્યોરિટીનો ફાયદો કેવી રીતે લેવો- આ પોલિસી હેઠળ મેચ્યોરિટી અને ડેથ બેનિફિટ એકસાથે અથવા હપ્તામાં લઈ શકાય છે. આ હપ્તો 5, 10 અને 15 વર્ષ માટે હોઈ શકે છે. ટેક્સ બેનેફિટની વાત કરીએ તો 80C હેઠળ પ્રીમિયમ પર ડિડક્શનનો લાભ મળે છે. મેચ્યોરિટી અને ડેથ બેનેફિટ સેક્શન 10 (10 ડી) હેઠળ ટેક્સ ફ્રી થાય છે.
મેચ્યોરિટી બેનિફિટ કેલ્ક્યુલેશન- ઉદાહરણ તરીકે જો Aની ઉંમર 35 વર્ષ છે અને 5 લાખની વીમા રકમ ખરીદે છે અને પોલિસીની મુદત 35 વર્ષની છે, તો LIC પ્રીમિયમ કેલ્ક્યુલેટર મુજબ, તેનું વાર્ષિક પ્રીમિયમ લગભગ 16300 રૂપિયા હશે. અર્ધવાર્ષિક પ્રીમિયમ 8200 રૂપિયા, ત્રિમાસિક પ્રીમિયમ 4200 રૂપિયા અને માસિક પ્રીમિયમ લગભગ 1400 રૂપિયા હશે. 35 વર્ષમાં તેની કુલ જમા રકમ 5.70 લાખ રૂપિયા હશે. હાલમાં એલઆઈસી દ્વારા જારી કરાયેલા બોનસના દર મુજબ Aને મેચ્યોરિટી પર કુલ 25 લાખ રૂપિયા મળશે. આમાં બેઝિક વીમાની રકમ 5 લાખ રૂપિયા, વેસ્ટેડ સિમ્પલ રિવિઝનરી બોનસ 8.60 લાખ અને ફાઈનલ એડિશનલ બોનસ 11.50 લાખ હશે. જ્યારે પણ Aનું મૃત્યુ થશે, ત્યારે તેના નોમિનીને ફરીથી 5 લાખ મળશે
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર