એક વાર પૈસા આપી જીવનભર દર મહિને મેળવો 36000 રૂપિયાનું પેન્શન, LICની ખાસ સ્કીમ

એક વાર પૈસા આપી જીવનભર દર મહિને મેળવો 36000 રૂપિયાનું પેન્શન, LICની ખાસ સ્કીમ
પ્રતિકાત્મક તસવીર

LICની જીવન અક્ષય પોલીસી હેઠળ તમને એક જ વારમાં જ પ્રિમિયમ ભરી તમે પેંશન પ્રાપ્ત કરી શકો છો. જાણો આ વિષે વધુ

 • Share this:
  દેશની સૌથી મોટી અને ભરોસાપાત્ર વીમા કંપની એટલે કે ભારતીય જીવન વીમા નિગમ (LIC)એ પોતાની એક ખૂબ જ પોપ્યુલર વીમા યોજના જીવન અક્ષય પોલીસીને બંધ કરી દીધી હતી પણ હવે તેને ફરી એક વાર ચાલુ કરી રહ્યા છે. એલઆઇસી જીવન અક્ષય પોલીસે હેઠળ પોલીસગ્રાહકને ખાલી એક વાર પૈસા ભરીને જીવનભર પેંશનનો લાભ લેવાની તક મળે છે. જીવન અક્ષય પોલીસી સિંગલ પ્રીમિયમ નૉન લિંક્ડ નોન પાર્ટિસિપેટિંગ અને પર્સનલ એન્યુટી પ્લાન છે. જેમાં ઓછામાં ઓછા 1,00,000 રૂપિયાનું રોકાણ કરી પોલીસી શરૂ કરી શકાય છે.
  આ પોલીસીમાં અધિકતમ નિવેશની કોઇ લીમીટ નથી નક્કી કરાઇ.
  જો કોઇ વ્યક્તિ આ પોલીસીમાં ઓછામાં ઓછા એક લાખ રૂપિયાનું રોકાણ કરે છે તો તેને 12,000 રૂપિયા વાર્ષિક પેંશન મળે છે. એટલે કે એક વારમાં 1 લાખ રૂપિયાના રોકાણ પર દર વર્ષે 12 હજાર રૂપિયાનું પેંશન મળી શકે છે. અધિકતમ રોકાણની કોઇ સીમા નથી આ રીતે પોલીસી ગ્રાહક પોતાની મરજી મુજબ રોકાણ કરી શકે છે. અને પેન્શનની રકમ પણ તે વાત પર જ નિર્ભર કરશે.  યોગ્યતાની વાત કરીએ તો આ પોલીસી 35 વર્ષથી લઇને 85 વર્ષના લોકો લઇ શકે છે. અને આ સિવાય દિવ્યાંગ લોકો માટે પણ આ પોલીસીમાં લાભ છે. આ પોલીસીની એક ખાસ વાત એ છે કે તે પેન્શનની રકમ કેવી રીતે મેળવવી છે તેના માટે પણ 10 વિકલ્પ આપવામાં આવ્યા છે.

  જીવન અક્ષય પોલીસી Annuity payable for life at a uniform rate નો વિકલ્પ પસંદ કરીને એક ફિક્સ કિંમત રોકાણ કરીને દર મહિને 36 હજાર રૂપિયાનું પેન્શન મેળવી શકે છે. ઉદાહરણની રીતે જો કોઇ 45 વર્ષીય વ્યક્તિ આ પ્લાન ઇચ્છે છે તો તેણે 70,00,000 રૂપિયાની સમ એશ્યોર્ડ વિકલ્પ પસંદ કરે છે.

  તો તેને 71,26,000 રૂપિયાનું પ્રમિયમ સંપૂર્ણ ચૂકવણી કરવી જ જોઇએ આ રોકાણ બાદ તેને દર મહિને 36,429 રૂપિયા પેન્શન મળશે. જો કે, આ પેન્શન મૃત્યુ પછી બંધ થશે. એલઆઈસીની જીવન અક્ષય પોલિસીમાં આવી ઘણી યોજનાઓ છે.
  Published by:Chaitali Shukla
  First published:November 27, 2020, 10:27 am

  ટૉપ ન્યૂઝ