નવી દિલ્હી. LIC IPO for Policyholders: ભારતીય જીવન વીમા નિગમ (Life insurance corporation of India) ચોથી મેથી નવમી મેના રોજ આઈપીઓ (LIC IPO) લાવશે. આઈપીઓ મારફતે સરકારે એલઆઈસીમાં પોતાની 3.5 ટકા ભાગીદારી વેચીને 21 હજાર કરોડ રૂપિયા મેળવશે. આ આઈપીઓમાં એલઆઈસી તરફથી તેના પૉલિસીધારકો માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે. એલઆઈસીના કુલ ઇશ્યૂના 10 ટકા હિસ્સો પૉલિસીધારકો માટે અનામત (Reserve quota for Policyholders) રખાયો છે. આ ઉપરાંત એલઆઈસી તેના પૉલિસીધારકોને અન્ય લાભ પણ આપી રહી છે.
પૉલિસીધારકો માટે ડિસ્કાઉન્ટ
એલઆઈસીમાં રોકાણ કરવા માટે પૉલિસીધારકોને 60 રૂપિયા પ્રતિ શેર ડિસ્કાઉન્ટ મળશે. એલઆઈસીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 902-949 રૂપિયા રાખી છે. એલઆઈસીના આઈપીઓ માટે અરજી કરતી વખતે રિટેલ રોકાણકારોને પ્રત્યેક શેર પર 45 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. હાલ એલઆઈસીના આશરે 30 કરોડ પૉલિસીધારકો છે.
પૉલિસીધારકો, કર્મચારીને મળશે ખાસ લાભ
પૉલિસીધારકો, રિટેલ રોકાણકાર અને એલઆઈસીના કર્મચારીઓ પોતાના ક્વૉટા મારફતે બે લાખ રૂપિયાની બીડ કરી શકે છે. જોકે, જો તમે રિટેલ રોકાણકારની સાથે સાથે કર્મચારી પણ છો તો તમે તમામ કેટેગરી માટે અલગ અલગ બીડ કરી શકો છો. એટલે કે તમે કુલ છ લાખ રૂપિયાની અરજી કરી શકો છો.
એલઆઈસી આઈપીઓ
એલઆઈસીનો આઈપીઓ સંપૂર્ણ રીતે ઑફર ફૉર સેલ છે. એટલે કે આ અંતર્ગત કોઈ નવા શેર જાહેર કરવામાં નહીં આવે પરંતુ સરકાર પોતાની ભાગીદારી ઓછી કરશે. આઈપીઓમાં કર્મચારીઓ માટે 2.21 કરોડ શેર એટલે કે 10 ટકા હિસ્સો અનામત રખાયો છે. એલઆઈસીના કર્મચારીઓ માટે 15.81 લાખ શેર અનામત રખાયા છે. રિટેલ રોકાણકારો ઓછામાં ઓછા 15 શેરના એક લૉટ માટે અરજી કરી શકે છે.
જો તમે એલઆઈસીનો આઈપીઓ ભરવા માંગો છો તો તમારી પાસે ડીમેટ ખાતું હોય તે જરૂરી છે. જો કોઈ પૉલિસીધારક આઈપીઓ માટે અરજી કરવા માંગે છે તો તે ડીમેટ ખાતામાં ફર્સ્ટ એકાઉન્ટ હોલ્ડર હોય તે જરૂરી છે. જો પૉલિસીધારકનું જોઈન્ટ ડીમેટ ખાતું છે તો તે પ્રાઇમરી એકાઉન્ટ ધારક હોય તે જરૂરી છે.
રિટેલ રોકાણકારો એલઆઈસીના આઈપીઓમાં લૉટમાં બીડ કરી શકશે. એક લૉટમાં 15 શેર હશે. એલ લૉટ માટે ઓછામાં ઓછું ₹14,235નું રોકાણ કરવું પડશે. વધુમાં વધુ 14 લૉટ માટે બોલી લગાવી શકશે. આ માટે 210 શેર માટે ₹199,290નું રોકાણ કરવું પડશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર