LIC IPO: પોલિસીધારકોને LICના IPO પર મળી શકે છે ડિસ્કાઉન્ટ, જાણો શું કહે છે અધિકારીઓ
LIC IPO: પોલિસીધારકોને LICના IPO પર મળી શકે છે ડિસ્કાઉન્ટ, જાણો શું કહે છે અધિકારીઓ
એલઆઈસી
LIC IPO News: રિટેલ રોકાણકારો અને કર્મચારીઓ માટે પણ કેટલીક છૂટછાટની અપેક્ષા રાખી શકાય છે. જોકે, પાંડેએ માત્ર LIC પોલિસીધારકોને જ ડિસ્કાઉન્ટની શક્યતાની પુષ્ટિ કરી છે અને રોકાણકારોની અન્ય કેટેગરીઓ અંગે કોઇ ટિપ્પણી કરી નથી.
નવી દિલ્હી. LIC IPO News: જીવન વીમા નિગમ (LIC)ના આગામી IPOની લાંબા સમયથી રાહ જોવાઇ રહી છે. રોકાણકારો (Investors)માં આ IPOને લઈ ભારે ઉત્સાહ છે. ખાસ કરીને પોલિસીધારકો IPOમાં ડિસ્કાઉન્ટની (LIC IPO discount) આશા રાખી રહ્યા છે. ત્યારે આ IPO બાબતે સરકાર અઠવાડિયમાં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) અથવા ઑફર ડોક્યુમેન્ટ ફાઇલ કરવાની તૈયારીમાં છે. જેથી લાખો પોલિસીધારકો (Policyholders) માટે IPO ડિસ્કાઉન્ટ સાથે આવી શકે છે, તેવું ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટના સેક્રેટરી તુહિન કાંતા પાંડેનું કહેવું છે.
મિન્ટના અહેવાલ પ્રમાણે તેમણે કહ્યું હતું કે, રિટેલ વિન્ડો હેઠળ ખાસ અનામત હોય છે. અમારી પાસે પોલિસીધારકો માટે વિન્ડો પણ છે. અમે LIC એક્ટ હેઠળ એવી જોગવાઇ કરી છે કે પોલિસીધારકોને ઇશ્યૂનો 10 ટકા સુધીનો હિસ્સો ડિસ્કાઉન્ટ પર ઑફર કરી શકાય. કર્મચારીઓ માટે પણ આ અનામત રહેશે.
રોકાણકારોને ડિસ્કાઉન્ટની આશા
બીજી તરફ રિટેલ રોકાણકારો અને કર્મચારીઓ માટે પણ કેટલીક છૂટછાટની અપેક્ષા રાખી શકાય છે. જોકે, પાંડેએ માત્ર LIC પોલિસીધારકોને જ ડિસ્કાઉન્ટની શક્યતાની પુષ્ટિ કરી છે અને રોકાણકારોની અન્ય કેટેગરીઓ અંગે કોઇ ટિપ્પણી કરી નથી. સરકાર LICના IPOમાં સામાન્ય માણસની ભાગીદારીને પ્રોત્સાહિત કરવા માંગે છે. જેથી નાના રોકાણકારોને ડિસ્કાઉન્ટ ઑફર કરી શકાય છે.
ઇશ્યૂનું કદ
ઇશ્યૂનું કદ 5%થી 10%ની વચ્ચે હોય શકે છે, ત્યારે પાંડે વધુમાં જણાવે છે કે, IPO દ્વારા LICમાં સરકારનો કેટલો ટકા હિસ્સો ઘટાડવામાં આવશે તે DRHP જાહેર કરશે. તેમણે દાવો કર્યો કે, ઓછામાં ઓછા 5% અપેક્ષિત છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, 2021-22ના સુધારેલા અંદાજો (RE)ને ડિસઇન્વેસ્ટમેન્ટની અપેક્ષિત આવકમાં ઘટાડાને LICના IPOના કદ અને મૂલ્યાંકન સાથે કોઈ લેવાદેવા નથી. કારણ કે ચાલુ નાણાકીય વર્ષમાં સરકારની ડિસઇન્વેસ્ટમેન્ટની આવક REના આંકડાને પણ પાર કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવેલા બજેટમાં ડિસઇન્વેસ્ટમેન્ટના લક્ષ્યાંકને મૂળ બજેટ અંદાજ (BE) રૂ. 1.75 ટ્રિલિયનથી ઘટાડીને 2021-22માં રૂ. 78,000 કરોડ કરવામાં આવ્યો હતો. 2022-23ના BEમાં પણ ડિસઇન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંક રૂ. 65,000 કરોડ છે.
પાંડેનું કહેવું છે કે, વિવિધ કારણોસર ડિસઇન્વેસ્ટમેન્ટના લક્ષ્યાંકો અને વાસ્તવિક અંદાજો અલગ-અલગ હોઇ શકે છે અને તેને LICના IPOના કદ સાથે સાંકળવા જોઇએ નહીં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર