Home /News /business /

LIC IPO: એલઆઈસીના આઈપીઓને 'સુપરહીટ' બનાવવા સરકાર લાગી કામે, બદલશે આ નિયમ

LIC IPO: એલઆઈસીના આઈપીઓને 'સુપરહીટ' બનાવવા સરકાર લાગી કામે, બદલશે આ નિયમ

એલઆઈસી આઈપીઓ

LIC IPO updates: વર્તમાન FDI પૉલિસી પ્રમાણે ઇન્શ્યોરન્સ સેક્ટરમાં 74% સુધી વિદેશી રોકાણની મંજૂરી છે. જોકે, આ નિયમ એલઆઈસીને લાગૂ નથી પડતો. કારણ કે એલઆઈસીની સ્થાપના સંસદમાં ખરડો પસાર કરીને કરવામાં આવી છે.

    મુંબઇ. LIC IPO updates: લાઇફ ઇન્શ્યોરન્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (LIC)ની ડિસઇન્વેસ્ટમેન્ટ (LIC Disinvestment) પ્રક્રિયાને વધારે સરળ બનાવવવા માટે કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટ્રીએ, FDI (foreign direct investment) પૉલિસીમાં ફેરફાર કરવાની તૈયારી કરી લીધી છે. એક વરિષ્ઠ અધિકારીએ છઠ્ઠી જાન્યુઆરીના રોજ આ માહિતી આપી હતી. ડિપાર્ટમેન્ટ ફૉર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT)ના સેક્રેટરી અનુરાગ જૈને (Anurag Jain) કહ્યુ કે, ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે જોડાયેલી વર્તમાન FDI પૉલિસી LICની ઇસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયાને સરળ નહીં બનાવે. આ માટે તેમા સંશોધન કે સુધારો કરવાની જરૂર છે.

    શા માટે FDI પૉલિસીમાં સુધારો જરૂરી?

    અનુરાગ જૈને કહ્યુ કે, "અમે FDI પૉલિસીને વધારે સરળ બનાવવા માટે કામ કરી રહ્યા છીએ. LICનું ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોવાથી આ પૉલિસીમાં તાત્કાલિક બદલાવની જરૂરિયાત છે. આને ધ્યાનમાં રાખીને અમે સુધારેલી FDI પૉલિસી લાવી રહ્યા છીએ, જે એલઆઈસીની ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા વધારે સરળ બનાવશે." તેમણે વધુમાં જણાવ્યું કે, આ અંગે ડિપાર્ટમેન્ટ ઑફ ફાઇનાન્સિયલ સર્વિસિસ (DFS) અને ડિપાર્ટમેન્ટ ઑફ ઇનવેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક અસેટ મેનેજમેન્ટ (DIPAM) સાથે ચર્ચા કરવામાં આવી રહી છે.

    જૈને વધુમાં જણાવ્યુ કે, "અમારા સ્તર પર હજુ સુધી બે વખત ચર્ચા થઈ ચૂકી છે. ત્રણેય વિભાગે આ વાતને લઈને સહમતિ દર્શાવી છે. અમે FDI પૉલિસીમાં જરૂરી ફેરફાર માટે કોન્ટ્રાક્ટ તૈયાર કરવાની પ્રક્રિયામાં છીએ, તેને મંજૂરી માટે મંત્રીમંડળ પાસે મોકલવામાં આવશે."

    હાલની FDI પૉલિસી

    વર્તમાન FDI પૉલિસી પ્રમાણે ઇન્શ્યોરન્સ સેક્ટરમાં 74% સુધી વિદેશી રોકાણની મંજૂરી છે. જોકે, આ નિયમ એલઆઈસીને લાગૂ નથી પડતો. કારણ કે એલઆઈસીની સ્થાપના સંસદમાં ખરડો પસાર કરીને કરવામાં આવી છે. યૂનિયન કેબિનેટે ગત જુલાઈમાં LIC નો આઈપીઓ લાવવાની મંજૂરી આપી હતી. સરકારની યોજના 31 માર્ચ, 2022 પહેલા એલઆઈસીનો આઈપીઓ લાવવાની છે.

    LIC બહુ ઝડપથી IPO માટે દાખલ કરશે અરજી

    અનેક રોકાણકારો લાંબા સમયથી એલઆઈસીના આઈપીઓ (LIC IPO)ની રાહ જોઈ રહ્યા છે. એક મહિના પહેલા એવા પણ અહેવાલ વહેતા થયા હતા કે ચાલુ નાણાકીય વર્ષ (Financial year)માં એલઆઈસીનો આઈપીઓ (LIC IPO news) આવે તેવી શક્યતા નહિવત છે. જોકે, હવે સામે આવેલા સમાચાર પ્રમાણે એલઆઈસી (Life Insurance Corporation) પોતાના પ્રસ્તાવિત આઈપીઓ માટે સેબીમાં જાન્યુઆરી મહિનાના ત્રીજા અઠવાડિયા (securities and exchange board of India)માં ડ્રાફ્ટ પેપર (અરજી) જમા કરાવી શકે છે.

    આ પણ વાંચો:  જો તમે પણ LIC પોલિસીધારક છો તો આ રીતે ભરી શકો છો આગામી IPO

    ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને સૂત્રોના હવાલેથી મળેલી જાણકારી પ્રમાણે એલઆઈસીના અધિકારીઓએ ગ્લોબલ રોકાણકારો સાથે થયેલી વાતચીતમાં આ વાતનો સંકેત આપ્યો છે. આ ઉપરાંત નાણા મંત્રાલયે પણ ગત મહિને જણાવ્યું હતું કે, આઈપીઓનું લિસ્ટિંગ ચાલુ નાણાકીય વર્ષ 2022 પૂર્ણ થાય તે પહેલા થઈ જશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, IPO, LIC

    આગામી સમાચાર