Home /News /business /

LIC IPO: એલઆઈસીના કર્મચારીઓ અને પૉલિસીધારકો કેટલા પૈસા લગાવી શકશે? જાણો વિગત

LIC IPO: એલઆઈસીના કર્મચારીઓ અને પૉલિસીધારકો કેટલા પૈસા લગાવી શકશે? જાણો વિગત

માર્ચમાં આવશે એલઆઈસીનો આઈપીઓ

LIC IPO investment: રિટેલ રોકાણકારોની સાથે સાથે પૉલિસીધારકો અને કર્મચારીઓ પણ એલઆઈસીના આઈપીઓની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એલઆઈસીનો આઈપીઓ દેશનો અત્યારસુધીનો સૌથી મોટો આઈપીઓ છે.

    નવી દિલ્હી: માર્ચ મહિનો નજીક આવ્યો તેમ રોકાણકારોનો ઉત્સાહ વધી રહ્યો છે. કારણ કે માર્ચ મહિનામાં એલઆઈસીનો આઈપીઓ (LIC IPO date) ખુલશે. દેશના ઇતિહાસમાં આ સૌથી મોટો આઈપીઓ હશે. એલઆઈસીએ સેબી (SEBI) સમક્ષ જમા કરેલા દસ્તાવેજ પ્રમાણે આઈપીઓમાં રિટેલ રોકાણકારો (Retail investors) માટે 35 ટકા હિસ્સો અનામત હશે. 10 ટકા હિસ્સો પૉલિસીધારકો (Policyholders) અને પાંચ ટકા હિસ્સો કર્મચારીઓ (Employee) માટે અનામત હશે. આજ કારણ છે કે રિટેલ રોકાણકારોની સાથે સાથે પૉલિસીધારકો અને કર્મચારીઓ પણ આ આઈપીઓની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

    3.16 કરોડ શેર અનામત

    એલઆઈસીના 26 કરોડથી વધારે પૉલિસીધારકો માટે 3.16 કરોડ શેર અનામત રાખવામાં આવ્યા છે. જોકે, આ માટે એ જ પૉલિસીધારકો અરજી કરી શકશે જેમણે પોતાની પૉલિસી સાથે પાન કાર્ડને લિંક કર્યું છે. આ ઉપરાંત આ પૉલિસી 13 ફેબ્રુઆરી કે તેના પહેલા સુધી આપવામાં આવી હોવી જોઈએ. આ ઉપરાંત પૉલિસીધારકના પોતાના નામે ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. પૉલિસી સાથે પાન કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ 28મી ફેબ્રુઆરી છે.

    ચાર લાખની મહત્તમ બોલી

    એલઆઈસીના ઇશ્યૂમાં પૉલિસીધારક મહત્તમ ચાર લાખ રૂપિયાના શેરની બોલી લગાવી શકે છે. પૉલિસીધારક કેટેગરીમાં બે લાખ રૂપિયા અને રિટેલ કેટેગરીમાં બે લાખ રૂપિયાની બોલી લગાવી શકાય છે. જો બંને બીડ એક જ ડીમેટ ખાતામાંથી આવે છે તો પણ તે માન્ય ગણાશે. પૉલિસીધારકો માટે કોઈ જ લૉક-ઇન સમય નથી. એટલે કે લિસ્ટિંગ બાદ તેઓ ઇચ્છે તો શેર વેચી શકે છે.

    કર્મચારીઓ મહત્તમ છ લાખની બીડ કરી શકશે

    આ જ રીતે એલઆઈસીના કર્મચારીઓ મહત્તમ છ લાખ રૂપિયાની બોલી લગાવી શકે છે. તેઓ કર્મચારી કેટેગરી, પૉલિસીધારક કેટેગરી અને રિટેલ કેટેગરીમાં બે-બે લાખનું રોકાણ કરી શકે છે. જોઇન્ટ ડીમેટ ખાતું હોવાના કેસમાં પૉલિસીધારક ત્યારે જ ક્વોટા માટે લાભનો દાવો કરી શકે જ્યારે તે પ્રાઇમરી એકાઉન્ટ ધારક હોય. જ્યારે જોઈન્ટ પૉલિસીના કેસમાં બંને પૉલિસીધારક અરજી કરી શકે છે પરંતુ બંનેનું ડીમેટ ખાતું અલગ હોવું જોઈએ.

    એલઆઈસીના આઈપીઓની સાઈઝથી લઈને તારીખો અંગે જે ચર્ચા થઈ રહી છે તે નીચે પ્રમાણે છે. જોકે, હજુ સુધી આ અંગેની અધિકારિક જાહેરાત કરવામાં આવી નથી. એટલે આ માત્ર અંદાજ છે.

    ઇશ્યૂ ક્યારે ખુલશે: 10 માર્ચ, 2022

    ઇશ્યૂ બંધ થશે: 14 માર્ચ, 2022

    ઇશ્યૂ સાઇઝ: 31,62,49,885 શેર.

    ઑફર ફૉર સેલ: 31,62,49,885 શેર જાહેર કરવામાં આવશે. જેની કિંમત 65,416.29 કરોડ રૂપિયા હશે.

    ડિસ્કાઉન્ટ: કર્મચારીઓ અને પૉલિસીધારકોને 10% ડિસ્કાઉન્ટ મળશે.

    પ્રાઇસ બેન્ડની જાહેરાત: 7 માર્ચ.

    એન્કર ઇન્વેસ્ટર્સ અલૉટમેન્ટ: 9 માર્ચ.

    આ પણ વાંચો: LIC આઈપીઓથી રહો દૂર, કંપનીને લિસ્ટિંગ પર પ્રીમિયમ વેલ્યુએશન નહીં મળે: વૈભવ અગ્રવાલ

    શેર લૉટ: 7 શેર.

    કર્મચારી: 1.58 કર શેર રિઝર્વ. જે 10% ડિસ્કાઉન્ટ બાદ 1,890 રૂપિયા પર મળશે.

    પૉલિસીધારકો: 3.16 કરોડ શેર રિઝર્વ છે. 10% ડિસ્કાઉન્ટ પછી 1,890 રૂપિયામાં એક શેર મળશે.

    એન્કર ઇન્વેસ્ટર્સ: 8.06 કરોડ શેર રિઝર્વ છે. જેની કિંમત 16,935.18 કરોડ રૂપિયા થાય છે.

    આ પણ વાંચો: શું લોકો LIC IPO માટે બજારમાંથી પૈસા કાઢી રહ્યા છે? જાણો બજાર નિષ્ણાતનો જવાબ

    ક્વોલીફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ: 5.37 કરોડ શેર રિઝર્વ છે. જેની કિંમત 11,290.12 કરોડ રૂપિયા થાય છે.

    નૉન ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ: 4.03 કરોડ શેર રિઝર્વ છે. જેની કિંમત 8,467.59 કરોડ રૂપિયા છે.

    રિટેલ રોકાણકારો: 9.41 કરોડ શેર રિઝર્વ છે. જેની કિંમત 19,757.71 કરોડ રૂપિયા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, LIC, LIC IPO, Stock market

    આગામી સમાચાર