Home /News /business /

LIC IPO : 6 દિવસ ચાલશે મેગા IPOનો મેગા ઉત્સવ, પોલિસીધારકોને મળશે રૂ. 60નું ડિસ્કાઉન્ટ

LIC IPO : 6 દિવસ ચાલશે મેગા IPOનો મેગા ઉત્સવ, પોલિસીધારકોને મળશે રૂ. 60નું ડિસ્કાઉન્ટ

LIC IPO પ્રતિકાત્મક તસવીર

LIC IPO Latest News: ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM)ના સેક્રેટરી તુહિન કાંત પાંડે એ બુધવારે 12.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આની વિધિવત જાહેરાત કરી હતી.

    ભારતના સૌથી મોટા આઈપીઓ LIC IPOની છેલ્લા બે વર્ષથી જોવાતી રાહનો હવે અંતે આવવા જઈ રહ્યો છે. મે મહિનાની શરૂઆતમાં જ ભારતીય જીવન વીમા નિગમનો (Life Insurance Corporation of India) આઈપીઓ ખુલશે. આજે કરેલ પ્રેસ કોન્ફરન્સમાં એલઆઈસીએ પ્રાઈસ બેન્ડ (LIC Price Band), તારીખ અને વિવિધ કેટેગરીને મળનાર ડિસ્કાઉન્ટની પણ જાહેરાત કરી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM)ના સેક્રેટરી તુહિન કાંત પાંડે એ બુધવારે 12.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આની વિધિવત જાહેરાત કરી હતી.

    કાંતે જણાવ્યું હતું કે, LICનો IPO 4 મેના રોજ રોકાણકારો માટે ખુલશે અને 9 મે સુધી બિડ થઈ શકશે. આ છ દિવસીય મેગા આઈપીઓના ‘મેગા ફેસ્ટિવલ' દરમિયાન સરકાર કંપનીનો 3.5 ટકા હિસ્સો વેચશે. સરકાર આ ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા આશરે રૂ. 20,557 કરોડ એકત્ર કરે તેવી અપેક્ષા છે. કંપનીના પોલિસીધારકોને IPOમાં બિડ કરવા માટે આકર્ષવા પ્રતિ શેર રૂ. 60નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

    કંપનીના કર્મચારીઓને પણ IPOમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે અને તેમને પ્રતિ શેર 45 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. એટલું જ નહીં રિટેલ રોકાણકારોને 45 રૂપિયાનું મોટું ડિસ્કાઉન્ટ એલઆઇસીના આઈપીઓમાં ઓફર કરવામાં આવી રહ્યું છે.

    કેટલી હશે શેરની કિંમત ?
    DIPAM સેક્રેટરીએ જણાવ્યું કે, IPOમાં કિંમત 902-949 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી છે. આ પ્રાઈસ એન્કર રોકાણકારો માટે હશે, જ્યારે કંપનીના કર્મચારીઓ, પોલિસીધારકો અને છૂટક રોકાણકારોને પ્રતિ શેર 45-60 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. રિટેલ રોકાણકારો માટે IPO શરૂ થતા પહેલા એન્કર રોકાણકારોને તક આપવામાં આવશે. IPOમાં તેમના માટે બિડિંગ 2જી મેના રોજ શરૂ થશે.

    આ પણ વાંચોઃ-2-3 અઠવાડીયામાં આ ત્રણ શેરમાં તેજી આવશે, 15 ટકા નફાના લક્ષ્ય સાથે નિષ્ણાતોએ ખરીદવાની આપી સલાહ

    કેમ ઘટાડવું પડ્યું LIC IPOનું કદ?
    તુહિન કાંત પાંડેએ જણાવ્યું હતું કે, વર્તમાન વૈશ્વિક તંગદિલીને ધ્યાનમાં રાખીને સરકારે IPOનું કદ ઘટાડ્યું છે. અગાઉ કંપનીમાં 5 ટકા હિસ્સો વેચવાની સરકારની તૈયારી હતી, પરંતુ રશિયા-યુદ્ધને કારણે ખરડાયેલા શેરબજારના વર્તમાન વાતાવરણને જોતા તેમાં 1.5 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિઓ અનુસાર આ IPOનું સૌથી યોગ્ય કદ છે. રોકાણકારોને લાંબાગાળે આ IPOથી ઘણો ફાયદો થવાનો છે.

    આ પણ વાંચોઃ-Business Idea : ખૂબ જ ઓછા ખર્ચે શરૂ કરો આ વ્યવસાય, માંગ ઘટવાની કોઈ ચિંતા નહીં, નફો જબરદસ્ત છે!

    એક લોટમાં 15 શેર
    કાન્તે જણાવ્યું હતું કે, IPOમાં લોટમાં શેર ખરીદી શકાશે. 15 શેર અથવા તેના ગુણાંકમાં એલઆઈસીના શેર માટે એપ્લાય કરી શકાશે. મતલબ કે રિટેલ રોકાણકારે ઓછામાં ઓછા 15 શેર ખરીદવા પડશે. જો આપણે પ્રાઇસ બેન્ડ પર નજર કરીએ તો એક લોટની કિંમત 14,235 રૂપિયાની આસપાસ હશે. જોકે આ કિંમત એવા રોકાણકારો માટે છે જેમને કોઈપણ પ્રકારનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું નથી. રિટેલ અને પોલિસીધારકોને IPOમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Business news, Investment, LIC IPO, Share market, Stock market

    આગામી સમાચાર