Home /News /business /LIC IPO Subscription: બીજા દિવસે 100% ભરાયો એલઆઈસીનો આઈપીઓ; ગ્રે માર્કેટ પ્રીમિયમ ઘટ્યું

LIC IPO Subscription: બીજા દિવસે 100% ભરાયો એલઆઈસીનો આઈપીઓ; ગ્રે માર્કેટ પ્રીમિયમ ઘટ્યું

LIC Q4 net profit tanks 18% to ₹2,371 cr

LIC IPO Day-2: ગુરુવારે સાંજે છ વાગ્યા સુધી એલઆઈસીનો આઈપીઓ સંપૂર્ણ રીતે ભરાઈ ગયો હતો. પૉલિસીધારકો માટે અનામત હિસ્સો 3.01 ગણો ભરાયો છે. રિટેલ માટે અનામત હિસ્સો 90 ટકા ભરાયો છે.

નવી દિલ્હી: એલઆઈસીના આઈપીઓ (LIC IPO)માં બીડ કરનારા રોકાણકારો માટે સારા સમાચાર છે. બીજા દિવસે એટલે કે પાંચમી મેના રોજ દિવસના અંતે એલઆસીનો આઈપીઓ સંપૂર્ણ (LIC IPO fully subscribed) ભરાઈ ગયો છે. એલઆઈસીનો આઈપીઓ ચોથી મેના રોજ ખુલ્યો હતો. રિટેલ રોકાણકારો નવમી મે સુધી આઈપીઓમાં બોલી લગાવી શકશે. પ્રથમ દિવસે આઈપીઓ 67 ટકા ભરાયો હતો. એલઆઈસીના આઈપીઓની રિટેલ રોકાણકારો (Retail investors) ઘણા લાંબા સમયથી રાહ જોતા હતા.

100% ભરાયો આઈપીઓ


ગુરુવારે સાંજે છ વાગ્યા સુધી એલઆઈસીનો આઈપીઓ સંપૂર્ણ રીતે ભરાઈ ગયો હતો. પૉલિસીધારકો માટે અનામત હિસ્સો 3.01 ગણો ભરાયો છે. રિટેલ માટે અનામત હિસ્સો 90 ટકા ભરાયો છે. QIB માટે અનામત હિસ્સો 40 ટકા ભરાયો છે. NII માટે અનામત હિસ્સો 45 ટકા ભરાયો છે.

ઉલ્લેખનીય છે કે પૉલિસીધારકો અને કર્મચારીઓ માટે અનામત હિસ્સો બુધવારે જ 100 ટકા ભરાયો હતો. બુધવારે શરૂઆતના કલાકોથી જ ઇશ્યૂને શાનદાર પ્રતિસાદ મળ્યો હતો. જોકે, બપોરે બે વાગ્યે રેપો રેટમાં વધારાની જાહેરાત સાથે જ બજારનો મૂડ ખરાબ થયો હતો. આ દિવસે સેન્સેક્સમાં 1300 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો.

21,000 કરોડ રૂપિયાનો આઈપીઓ


સરકાર 3.5 ટકા હિસ્સો વેચવાની જાહેરાત સાથે 21,000 કરોડનો આઈપીઓ લાવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રેપો રેટ વધવાની અસર એલઆઈસીના આઈપીઓ પર પણ પડી છે. કુલ અસ્કયામતની દ્રષ્ટીએ એલઆઈસી દેશની 10મી સૌથી મોટી વીમા કંપની છે. દેશભરમાં એલઆઈસીના 13.5 લાખ એજન્ટ્સ છે.

ગ્રે માર્કેટ પ્રીમિયમ (LIC IPO GMP)


બુધવારે આઈપીઓ ખુલ્યા બાદ એલઆઈસીનું ગ્રે માર્કેટ પ્રીમિયમ વધીને 125 રૂપિયા પ્રતિ શેર સુધી પહોંચી ગયું હતું. જોકે, રેપો રેટ વધવાની સાથે જ ગ્રે માર્કેટ પ્રીમિયમમાં ધરખમ ઘટાડો થયો હતો. આજે એટલે કે શુક્રવારે આઈપીઓ વોચના જણાવ્યા પ્રમાણે એલઆઈસીના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ પ્રતિ શેર 65 રૂપિયા છે. એટલે કે એલઆઈસીનું ગ્રે માર્કેટ પ્રીમિયમ અડધું થઈ ગયું છે.

એલઆઈસીના આઈપીઓ વિશે મહત્ત્વની વાતો:


1) ક્યાં સુધી રોકાણ કરી શકાય?


આ ઈશ્યૂ રોકાણકાર માટે 6 દિવસ ખુલ્લો રહેશે. તમે આજથી લઈને 9 મે સુધી આ IPOમાં રોકાણ કરી શકો છો. આગામી 9 મેના રોજ સોમવારે આ ઈશ્યૂ બંધ થઈ જશે.

2) પ્રાઈસ બેન્ડ શું છે?


LIC એ રૂ. 902થી લઈને રૂ. 949 સુધીનો પ્રાઈસ બેન્ડ નક્કી કરી છે. આ શેરની ફેસ વેલ્યૂ રૂ. 10 છે. LICના પોલિસીહોલ્ડર્સને પ્રતિ શેર રૂ. 60 અને રિટેઈલ રોકાણકારને પ્રતિ શેર રૂ. 45નું ડિસ્કાઉન્ટ મળશે.

3) સરકાર આ IPOથી કેટલા રૂપિયા એકત્ર કરશે?


સરકાર આ ઈશ્યૂથી અંદાજે રૂ. 21,000 કરોડ એકત્ર કરવા જઈ રહી છે. સરકાર LICમાં પોતાની 3.5 ટકા ભાગીદારી વેચી રહી છે. આ ઈશ્યૂ સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ (OFS) છે. જેથી ઈશ્યૂની જે પણ રકમ મળશે. તે સરકારની હશે.

4) સરકાર IPO શા માટે લાવી રહી છે?


સરકાર LICને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવા માંગે છે અને LICમાં પોતાની ભાગીદારી ઓછી કરવા ઈચ્છે છે.

5) લોટ સાઈઝ શું છે?


એક લોટમાં 15 શેર છે. જેનો અર્થ છે કે, રોકાણકારે ઓછામાં ઓછા 15 શેર માટે બોલી લગાવવાની રહેશે. રિટેલ રોકાણકાર વધુમાં વધુ 14 લોટ એટલે કે, 210 શેર માટે અરજી કરી શકે છે.

આ પણ વાંચો: આ નવ શેરમાં થશે બે આંકડામાં કમાણી, શેરખાને આપ્યું બાય રેટિંગ 

6) બેલેન્સશીટમાં દમ છે?


LIC દેશની સૌથી મોટી લાઈફ ઈન્શ્યોરન્સ કંપની છે. જેની બજારમાં ભાગીદારી 61.4 ટકા છે. આ દુનિયાની પાંચમી સૌથી મોટી કંપની છે. ટોટલ એસેટ અનુસાર LIC દુનિયાની 10 મી સૌથી મોટી જીવન વીમા કંપની છે. LICના સમગ્ર વિશ્વમાં 13.5 લાખ એજન્ટ છે, જે 40 લાખ કરોડ રૂપિયાની વ્યવસ્થા કરે છે. જે મ્યુચ્યુઅલ ફંડના કુલ AUMથી વધુ છે.

7) શેર લિસ્ટ ક્યારે થશે?


LICનો શેર સ્ટોક એક્સચેન્જમાં 17 મેના રોજ લિસ્ટ થશે.

8) ઈશ્યૂમાં એન્કર રોકાણકારોએ કેવો રસ દાખવ્યો છે?


એન્કર રોકાણકાર (Anchor Investors of LIC)નો ક્વોટા સોમવારે 2 મેના રોજ સંપૂર્ણરૂપે સબસ્ક્રાઈબ થઈ ગયો હતો. LICએ સ્ટોક એક્સચેન્જને આ જાણકારી આપી છે. કંપનીએ જણાવ્યું છે કે, એન્કર પોર્શનનું 71 ટકા રોકાણકાર મ્યુચ્યુઅલ ફંડ તરફથી આવ્યું છે.

આ પણ વાંચો: શા માટે પીપીએફ એકાઉન્ટ જરૂરી? જાણો તેના ફાયદાઓ વિશે 

9) એન્કર રોકાણકારમાં કોણ કોણ સામેલ છે?


અનેક મોટા વિદેશ રોકાણકારે LICના IPOમાં રોકાણ કર્યું છે. જેમાં ગવર્નમેન્ટ ઓફ સિંગાપોર, ગવર્નમેન્ટ પેન્શન ફંડ ગ્લોબલ, બીએનપી ઈન્વેસ્ટમેન્ટ્સ એલએલસી, મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોર અને સોસાયટી જનરલ સામેલ હતા. તેમજ ઈનવેસ્કો ઈન્ડિયા અને સેન્ટ કેપિટલ ફંડે પણ આ LICના IPOમા રોકાણ કર્યું છે.
First published:

Tags: Investment, LIC, LIC IPO, Share market, Stock market