Home /News /business /

એલઆઈસી આઈપીઓ: 10 માર્ચે ખુલી શકે છે, પ્રાઇસ બેન્ડ 2,000-2,100 રહેવાની આશા, જાણો વધુ વિગત

એલઆઈસી આઈપીઓ: 10 માર્ચે ખુલી શકે છે, પ્રાઇસ બેન્ડ 2,000-2,100 રહેવાની આશા, જાણો વધુ વિગત

એલઆઈસી આઈપીઓ

LIC IPO date: એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે એલઆઈસીના 28.3 કરોડ પોલિસીધારકો માટે આઈપીઓમાં 3.16 કરોડ શેર રિઝર્વ રહેશે. કંપની પૉલિસીધારકો અને કર્મચારીઓને ડિસ્કાઉન્ટ પણ આપશે.

    મુંબઇ. LIC IPO Price Band: દેશની સૌથી મોટી વીમા કંપનીનો આઈપીઓ (LIC IPO) આગામી 10મી માર્ચના રોજ ખુલી શકે છે. આઈપીઓ 10મીએ ખુલીને 14મીએ બંધ થશે. LICનો ઇશ્યૂ 65,000 કરોડ રૂપિયાનો હોઈ શકે છે. અત્યારસુધી મળેલી માહિતી પ્રમાણે ઇશ્યૂ પ્રાઇસ 2,000-2,100 રૂપિયા હોઈ શકે છે. સરકારે આઈપીઓ માટે 13 ફેબ્રુઆરીના રોજ સેબી (SEBI) સમક્ષ ડ્રાફ્ટ પેપર જમા કર્યાં છે. જોકે, હજુ સુધી એલઆઈસીનો આઈપીઓ ખુલવાની તારીખની ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. સરકારે કહ્યુ છે કે આઈપીનું લિસ્ટિંગ માર્ચ 2022માં જ પૂર્ણ કરી દેવામાં આવશે.

    એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે એલઆઈસીના 28.3 કરોડ પોલિસીધારકો માટે આઈપીઓમાં 3.16 કરોડ શેર રિઝર્વ રહેશે. કંપની પૉલિસીધારકો અને કર્મચારીઓને ડિસ્કાઉન્ટ પણ આપશે. પૉલિસીધારકો અને કર્મચારીઓને શેર 10 ટકા સસ્તો મળી શકે છે. એલઆઈસી પાસે હાલ 13.5 લાખ નોંધાયેલા એજન્ટ્સ છે. જેમના મારફતે એલઆઈસી પોલિસીધારકોને આઈપીઓમાં રોકાણ કરાવવાનો પ્રયાસ કરશે.

    એલઆઈસીના આઈપીઓની સાઈઝથી લઈને તારીખો અંગે જે ચર્ચા થઈ રહી છે તે નીચે પ્રમાણે છે. જોકે, હજુ સુધી આ અંગેની અધિકારિક જાહેરાત કરવામાં આવી નથી.

    ઇશ્યૂ ક્યારે ખુલશે: 10 માર્ચ, 2022

    ઇશ્યૂ બંધ થશે: 14 માર્ચ, 2022

    ઇશ્યૂ કિંમત: 2,000-2,100 રૂપિયા પ્રતિ શેર.

    ઇશ્યૂ સાઇઝ: 31,62,49,885 શેર.

    ઑફર ફૉર સેલ: 31,62,49,885 શેર જાહેર કરવામાં આવશે. જેની કિંમત 65,416.29 કરોડ રૂપિયા હશે.

    ડિસ્કાઉન્ટ: કર્મચારીઓ અને પોલિસીધારકોને 10% ડિસ્કાઉન્ટ મળશે.

    પ્રાઇસ બેન્ડની જાહેરાત: 7 માર્ચ.

    એન્કર ઇન્વેસ્ટર્સ અલૉટમેન્ટ: 9 માર્ચ.

    શેર લૉટ: 7 શેર.

    કર્મચારી: 1.58 કર શેર રિઝર્વ. જે 10% ડિસ્કાઉન્ટ બાદ 1,890 રૂપિયા પર મળશે.

    આ પણ વાંચો: IPO ભરવા ઇચ્છતા પોલિસીધારકો માટે LIC તરફથી ખાસ સંદેશ, આ કામ કરવું જરૂરી

    પોલિસીધારકો: 3.16 કરોડ શેર રિઝર્વ છે. 10% ડિસ્કાઉન્ટ પછી 1,890 રૂપિયામાં એક શેર મળશે.

    એન્કર ઇન્વેસ્ટર્સ: 8.06 કરોડ શેર રિઝર્વ છે. જેની કિંમત 16,935.18 કરોડ રૂપિયા થાય છે.

    ક્વોલીફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ: 5.37 કરોડ શેર રિઝર્વ છે. જેની કિંમત 11,290.12 કરોડ રૂપિયા થાય છે.

    આ પણ વાંચો: FY22માં LICએ આ સ્ટોક્સમાં રોકાણથી કરી મબલખ કમાણી, તમારી પાસે છે આ શેર્સ?

    નૉન ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ: 4.03 કરોડ શેર રિઝર્વ છે. જેની કિંમત 8,467.59 કરોડ રૂપિયા છે.

    રિટેલ રોકાણકારો: 9.41 કરોડ શેર રિઝર્વ છે. જેની કિંમત 19,757.71 કરોડ રૂપિયા છે.

    આ કંપનીઓ સાથે સ્પર્ધા: SBI Life Insurance Company, HDFC Life Insurance Company, ICICI Prudential Life Insurance Company
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, LIC, LIC IPO, Share market, Stock market

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन