Home /News /business /LIC IPO: IPOમાં રિઝર્વ ક્વોટાનો લાભ લેવા માટે પોલિસીધારક પાસે છે માત્ર એક જ દિવસ, જાણો વિગતો

LIC IPO: IPOમાં રિઝર્વ ક્વોટાનો લાભ લેવા માટે પોલિસીધારક પાસે છે માત્ર એક જ દિવસ, જાણો વિગતો

જો તમે LIC ના પોલિસી ધારક છો અને IPO માં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તરત જ સાઇટ પર તમારો PAN અપડેટ કરાવો. અત્યાર સુધીમાં LICની સાઇટ પર 70 લાખથી વધુ લોકોએ તેમનો PAN અપડેટ કર્યો છે. આના પરથી તમે અંદાજ મેળવી શકો છો કે કેટલી સંખ્યામાં લોકો તેમના PAN અપડેટ કરી રહ્યા છે.

જો તમે LIC ના પોલિસી ધારક છો અને IPO માં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તરત જ સાઇટ પર તમારો PAN અપડેટ કરાવો. અત્યાર સુધીમાં LICની સાઇટ પર 70 લાખથી વધુ લોકોએ તેમનો PAN અપડેટ કર્યો છે. આના પરથી તમે અંદાજ મેળવી શકો છો કે કેટલી સંખ્યામાં લોકો તેમના PAN અપડેટ કરી રહ્યા છે.

વધુ જુઓ ...
LIC IPO: રોકાણકારો LICના IPOની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ખાસ કરીને LIC પોલિસી ધારકો વધુ ઉત્સાહિત છે. તેનું કારણ IPOમાં તેમના માટે 10 ટકા રિઝર્વેશન છે. પણ આ અનામત ક્વોટાનો લાભ લેવા માટે એક કામ કરો. પોલિસીધારકોએ એલઆઈસીની સાઈટ પર જઈને તેમનો PAN અપડેટ કરવો. માત્ર આ લોકોને જ આનો લાભ મળશે.

આ PAN અપડેટ કરવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી છે, એટલે કે તમારી પાસે આજ સિવાય માત્ર એક દિવસ બાકી છે. જો તમે LIC ના પોલિસી ધારક છો અને IPO માં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તરત જ સાઇટ પર તમારો PAN અપડેટ કરાવો. અત્યાર સુધીમાં LICની સાઇટ પર 70 લાખથી વધુ લોકોએ તેમનો PAN અપડેટ કર્યો છે. આના પરથી તમે અંદાજ મેળવી શકો છો કે કેટલી સંખ્યામાં લોકો તેમના PAN અપડેટ કરી રહ્યા છે.

PAN લિંક કરવું જરૂરી છે
જો પોલિસીધારકો IPO માટે અરજી કરવા માગે છે, તો LICની વેબસાઇટ અનુસાર, તેમણે પહેલા LICની સાઇટ પર તેમનો PAN અપડેટ કરવો પડશે. LICએ જાહેર નોટિસમાં જણાવ્યું છે કે, “IPOમાં ભાગ લેવા માટે, પોલિસીધારકોએ ખાતરી કરવી પડશે કે તેમનો PAN કંપનીના રેકોર્ડમાં સાચો છે.

આ પણ વાંચો-Gold Price: સોના-ચાંદીનાં ભાવમાં મોટો ઉછાળો, જાણો આખા અઠવાડિયાનો સરાફા બાજારની વધ-ઘટ

ઉપરાંત, એ ઉલ્લેખ કરવો મહત્વપૂર્ણ છે કે ભારતમાં કોઈપણ IPO માં ભાગ લેવા માટે, રોકાણકાર માટે ડીમેટ ખાતું હોવું ફરજિયાત છે. જો તમે LIC ના રેકોર્ડમાં તમારો PAN યોગ્ય રીતે દાખલ કરવા માંગો છો, તો આ સ્ટેપ્સ ફોલો કરો -

1. સૌથી પહેલાં LICની ઓફિશિયલ વેબસાઇટ https://licindia.in/ પર જાઓ

2. અહીં આપને ઓનલાઇન પેન રજિસ્ટ્રેશનનું ઓપ્શન મળશે. તેને સિલેક્ટ કરો.

3. ઓનલાઇન પેન રજિસ્ટ્રેશન પેજ ખુલતા જ લખેલું દેખાશે. આગળ વધો, તેનાં પર ક્લિક કરો. રજિસ્ટ્રેશન પેજ પર 'આગળ વધો' બટન સિલેક્ટ કરો.

4. આપનું ઇમેલ એડ્રેસ, પેન, મોબાઇલ નંબર અને LIC પોલિસી નંબર ભરો.

5. બોક્સમાં કેપ્ચા કોડ લખો

6. આપનાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી OTP મોકલવાં રિક્વેસ્ટ કરો

7. જેમ આપ રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP આવશે તેને સબમિટ કરો

8. સબમિટ કર્યા બાદ રજિસ્ટ્રેશન સક્સેસફુલી થયાનો મેસેજ આવશે.

પેન અપડેટ થયું કે નહીં, તે ચેક કરો.

આપનું પેન LICનાં રેકોર્ડમાં અપડેટ થયું છે કે નહીં તેની તપાસ કરી શકો છો આ માટે સ્ટેપ છે-

1.  https://linkpan.licindia.in/UIDSeedingWebApp/getPolicyPANStatusલિંક પર જાઓ

2. પોલિસી નંબર, જન્મ તારિખ, અને પેન ડિટેલ અને કેપ્ચા લખો. પછી સબમિટ પર ક્લિક કરો

3. આપની ડિટેઇલ સામે આવી જશે.
First published:

Tags: IPO, LIC IPO, LIC News, Money, News in Gujarati