Home /News /business /LIC IPO: સૌથી મોટા પબ્લિક ઈશ્યૂ માટે સારી નથી આટલી બાબતો, જાણો સંપૂર્ણ વિગતો

LIC IPO: સૌથી મોટા પબ્લિક ઈશ્યૂ માટે સારી નથી આટલી બાબતો, જાણો સંપૂર્ણ વિગતો

પ્રતિકાત્મક તસવીર

Life insurance company of india: વર્તમાન કદમાં એલઆઈસી આપીઓમાંથી (LIC IPO) રૂ. 21,257 કરોડ એકત્ર કરી શકાય છે. છેલ્લા કેટલાક મહિનાઓથી દેશભરમાં આ સૌથી મોટા આઈપીઓને લઈને જોરદાર ચર્ચા ચાલી રહી છે.

આઈપીઓ (IPO) દ્વારા એલઆઈસી (LIC)ના હિસ્સાના વેચાણના કદમાં ઘટાડો કરવાનો સરકારનો નવો નિર્ણય સારા સમાચાર ન ગણી શકાય. અગાઉ સરકારે જીવન વીમા કંપનીમાં (Government Life Insurance Company) તેનો 5 ટકા હિસ્સો વેચવાની દરખાસ્ત કરી હતી, જે હવે ઘટાડીને 3.5 ટકા કરવામાં આવી છે. કદમાં ઘટાડો કરવાના નિર્ણય કરવા પાછળ એંકર રોકાણકારો (Invester) મૂળ કારણ હોવાનુ કહેવામાં આવી રહ્યું છે.

યુદ્ધ અને વિકસતા બજારોમાંથી મૂડીના પ્રવાહને કારણે એન્કર રોકાણકારોને કંપનીનું મૂલ્યાંકન ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચ્યું હોવાનું જણાયું હતું. તેથી તેમણે સરકારને તેમના કદમાં ઘટાડો કરવાની સલાહ આપી હોવાનું જાણવા મળે છે. વર્તમાન કદમાં એલઆઈસી આપીઓમાંથી રૂ. 21,257 કરોડ એકત્ર કરી શકાય છે. છેલ્લા કેટલાક મહિનાઓથી દેશભરમાં આ સૌથી મોટા આઈપીઓને લઈને જોરદાર ચર્ચા ચાલી રહી છે. જો કે વાતમાં કોઈ બે મત નથી કે આવીકવાયત રોકાણકારોના અને ખાસ કરીને છૂટક રોકાણકારોના ઉત્સાહને તોડી નાખશે.

ડિસઈન્વેસ્ટમેન્ટ સામે ખાનગીકરણ
સરકારની ડિસઇન્વેસ્ટમેન્ટ પોલિસી વિશે વાત કરીએ તો સેન્ટ્રલ પબ્લિક એન્ટરપ્રાઇઝિસ (CPSEs)નું વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ તેના કેન્દ્રમાં છે. વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે CPSEમાં સરકારના 50 ટકા કે તેથી વધુ હિસ્સાના વેચાણ સાથે મેનેજમેન્ટનું ટ્રાન્સફર. સરકાર CPSEsમાં ડિસઇન્વેસ્ટમેન્ટની વાત કરે છે, જ્યારે તેની પસંદગી ડિસઇન્વેસ્ટમેન્ટ કરતાં ખાનગીકરણની વધુ છે. બાલ્કો, હિન્દુસ્તાન ઝિંક અને એર ઈન્ડિયાના ડિસઈન્વેસ્ટમેન્ટ કેસમાં આ સાબિત થયું છે.

ડિસઇન્વેસ્ટમેન્ટ બજેટરી ગેપને ભરવા માટે ફંડ એકત્ર કરવાની કવાયત છે. જ્યારે ખાનગીકરણ સરકારી કંપનીને સંપૂર્ણપણે ખાનગી હાથમાં સોંપવાની પ્રક્રિયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ મહત્વપૂર્ણ તફાવતને ભૂલીને બંને માટે એક જ શબ્દ ડિસઇન્વેસ્ટમેન્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય એવું લાગે છે. સરકારે ક્યારેય પણ એર ઈન્ડિયાના વ્યૂહાત્મક વેચાણનો પ્રસ્તાવ મૂક્યો નથી. આ બાબકતમાં પણ સરકારે શરૂઆતથી જ ડિસઇન્વેસ્ટમેન્ટની વાત કરી હતી અને તેનુ પરિણામ આજે સૌની સામે છે.

આ પણ વાંચોઃ-LIC IPO : 6 દિવસ ચાલશે મેગા IPOનો મેગા ઉત્સવ, પોલિસીધારકોને મળશે રૂ. 60નું ડિસ્કાઉન્ટ

એલઆઈસીમાં એફડીઆઈની મંજૂરી
એલઆઈસીના કિસ્સામાં પણ આવું જ કંઈક કરવામાં આવી રહ્યું હોવાનું ફલિત થાય છે. સરકારે એલઆસીમાં 20 ટકા વિદેશી રોકાણ (FDI)ને મંજૂરી આપતાં આનો સંકેત વધુ સ્પષ્ટ થાય છે. એફડીઆઈને મંજૂરી આપીને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ) માટે એલઆઈસીના આઈપીઓમાં રોકાણ કરવાનો માર્ગ સાફ થઈ જાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આવુ કરવાને બદલે સીધુ અને સરળ રીતે કરવામાં આવે તો તે વધુ સારુ હોત એમ કહી શકાય છે.

આ પણ વાંચોઃ-bajaj financeના શેરમાં Q4FY22 પરિણામો પછી 5% કડાકો; જાણો રોકાણકારોએ શેર ખરીદવા, વેચવા કે રોકી રાખવા?

એલઆઈસી એ વીમા માર્કેટમાં પોતાની મોનોપોલી બનાવી હતી. તે હાલમાં સૌથી મોટું સ્થાનિક સંસ્થાકીય રોકાણકાર છે અને આવા રોકાણકારોનું નેતૃત્વ કરે છે. સરકાર ખાનગીકરણ કરવાનું વિચારે તે પહેલાં સરકારે તેની સ્થાવર મિલકતોને સુરક્ષિત કરવી પડશે. આવું એર ઈન્ડિયાના ઘણા નાના રિયલ એસ્ટેટ પોર્ટફોલિયો સાથે પણ કરવામાં આવ્યું હતું.
First published:

Tags: Business news, LIC IPO, Share market, Stock market