Home /News /business /

LIC IPO: આઈપીઓ પહેલા એલઆઈસીના નફામાં અનેક ગણો વધારો નોંધાયો, જાણો વિગત

LIC IPO: આઈપીઓ પહેલા એલઆઈસીના નફામાં અનેક ગણો વધારો નોંધાયો, જાણો વિગત

એલઆઈસી આઈપીઓ

LIC IPO news: નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ છ મહિના દરમિયાન કંપનીનો નેટ પ્રોફિટ (ચોખ્ખો નફો) વધીને 1,437 કરોડ રૂપિયા રહ્યો છે. ગત નાણાકીય વર્ષ દરમિયાન સમાન સમયગાળા દરમિયાન ચોખ્ખો નફો ફક્ત 6.14 કરોડ રૂપિયા હતો.

  મુંબઇ. LIC IPO: ભારતની સૌથી મોટી વીમા કંપની LIC ચાલુ નાણાકીય વર્ષે જ આઈપીઓ લાવશે. લાઈફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (Life insurance corporation of India)ના નફામાં વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ છ માસિક દરમિયાન અનેક ગણો વધારો થયો છે. કંપનીએ મંગળવારે જણાવ્યું કે, નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ છ મહિના દરમિયાન કંપનીનો નેટ પ્રોફિટ (LIC Net profit) વધીને 1,437 કરોડ રૂપિયા રહ્યો છે. ગત નાણાકીય વર્ષમાં સમાન સમયગાળા દરમિયાન ચોખ્ખો નફો ફક્ત 6.14 કરોડ રૂપિયા હતો. LICએ એવા સમયે નફામાં વધારો નોંધાવ્યો છે, જ્યારે આગામી થોડા જ અઠવાડિયામાં કંપનીનો આઈપીઓ આવવાની શક્યતા છે.

  કંપનીની આવક

  LICના ન્યૂ બિઝનેસ પ્રીમિયમમાં પણ પ્રથમ છ માસિક દરમિયાન 554.1 ટકાનો શાનદારો ઉછાળો જોવા મળ્યો છે. ગત વર્ષે પ્રથમ છ માસિક દરમિયાન તેમાં 394.76 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

  કંપનીનું ટોટલ નેટ પ્રીમિયમ પણ પ્રથમ છ માસિક દરમિયાન 1,679 કરોડ રૂપિયા વધીને 1.86 લાખ કરોડ રૂપિયા થયું છે. જે ગત વર્ષે 1.84 લાખ કરોડ રૂપિયા હતું. વર્તમાન નાણાકીય વર્ષમાં પ્રથમ છ મહિના દરમિયાન એટલે કે એપ્રિલથી સપ્ટેમ્બર સમયગાળા દરમિયાન LICના કુલ પ્રીમિયમાં 17,404 કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે. આ સાથે જ રોકાણથી થતી આવક પણ વધીને 3.35 લાખ કરોડ રૂપિયા થઈ છે.

  LIC આઈપીઓ

  ભારતીય જીવન વીમા નિગમ (LIC) બહુ ઝડપથી મેગા આઈપીઓ લાવશે તેવી આશા છે. આ આઈપીઓની ખાસ વાત એ હશે કે તેમાં એલઆઈસીની 25 કરોડથી વધારે પોલિસીધારકો માટે એક હિસ્સો અનામત હશે. આ સાથે જ કંપની અમુક ડિસ્કાઉન્ટ પણ ઑફર કરી શકે છે.

  દેશની સૌથી મોટી વીમા કંપનીના ડિસઇન્વેસ્ટમેન્ટને સરળ બનાવવા માટે કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મંત્રાલયે ફોરેને ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) પોલિસીમાં અમુક ફેરફેર પણ સૂચવ્યા છે. બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે વિદેશી રોકાણકારોને લલચાવવા માટે ઑથોરિટી એફડીઆઈ સાથે જોડાયેલા અમુક નિયમોની સમીક્ષા કરી રહી છે.

  10 ટકા હિસ્સો પોલિસીધારકો માટે અનામત!

  નાણામંત્રી નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman) આ વર્ષે ફેબ્રુઆરીમાં પોતાની બજેટ સ્પીચમાં જણાવ્યું હતું કે, LICનો IPO વર્ષ 2021-2022માં આવશે. સરકાર દ્વારા કરવામાં આવેલા આયોજન મુજબ, LICનો IPO ઇશ્યૂના કદના 10 ટકા સુધી તેના પોલિસીધારકો માટે અનામત રાખવામાં આવશે.

  તાજેતરમાંLICની જાહેર નોટીસમાં જણાવવામાં આવ્યું છે કે, એલઆઈસીના પબ્લિક ઑફરમાં ભાગ લેવા માટે પોલિસીધારકોએ તેમની PAN વિગતો કોર્પોરેશનના રેકોર્ડમાં અપડેટ કરવાની રહેશે. આ સિવાય તમારી પાસે DEMAT એકાઉન્ટ હોવું પણ જરૂરી છે.

  આ રીતે તમે તમારી PANની વિગતો અપડેટ કરી શકો છો:

  - સૌ પ્રથમ https://linkpan.licindia.in/UIDSeedingWebApp/getPolicyPANStatus પર જાઓ.

  - હવે તમારો પોલીસી નંબર, જન્મ તારીખ, PAN અને કેપ્ચા કોડ વગેરે માહિતી દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.

  - આટલું કર્યા બાદ તમે તમારી પોલીસી અને PAN લિંકનું સ્ટેટસ જાણી શકશો.

  આ પણ વાંચો: Adani Wilmar IPO: આવતીકાલે ખુલશે અદાણી વિલ્મરનો આઈપીઓ, કંપનીએ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી મેળવ્યા રૂ. 940 કરોડ

  જો તમારું PAN લિંક નથી તો, આ રીતે લિંક કરો:

  - એલઆઇસીની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ અથવા ડાયરેક્ટ પેજ https://linkpan.licindia.in/UIDSeedingWebApp/પર ક્લિક કરો.

  - જો વેબસાઇટ પર જશો તો Online PAN Registration ટેબ પર ક્લિક કરો.

  - નવા ઓપન થયેલા પેજમાં જન્મ તારીખ, લિંગ, ઇમેલ આઇડી, PANમાં હોય તે પ્રમાણેનું આખું નામ અને LIC પોલીસી નંબર દાખલ કરો.

  - ડિક્લેરેશન ચેક બોક્સ પર ક્લિક કરો અને કેપ્ચ કોડ એન્ટર કરો.

  - તમારા રજીસ્ટર મોબાઇલ નંબર દ્વારા OTP મેળવવા માટે રીક્વેસ્ટ કરો.

  - ઓટીપી દાખલ કરીને સબમિટ બટન પર ક્લિક કરો.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Insurance, Investment, IPO, LIC, LIC IPO

  આગામી સમાચાર