Home /News /business /

LIC IPO: કેન્દ્ર સરકારનો 10 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક, ફંડથી શેની ખોટ ભરપાઈ થશે?

LIC IPO: કેન્દ્ર સરકારનો 10 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક, ફંડથી શેની ખોટ ભરપાઈ થશે?

LIC આઇપીઓના સંચાલન માટે 10 મર્ચન્ટ બેન્કર્સ (Merchant Bankers)ની નિમણૂક કરાયા છે. (પ્રતીકાત્મક તસવીર)

LIC IPO News: ભારતીય જીવન વીમા નિગમનો IPO દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે, જાણો મોદી સરકારનું શું છે આયોજન

નવી દિલ્હી. કેન્દ્રની મોદી સરકાર(Modi Government) રાજકોષીય નુક્શાન ઘટાડવા માટે તમામ મોરચે શક્ય તેટલું લડી રહી છે. કેન્દ્ર સરકાર પબ્લિક ઓફર લાવતા પહેલા લાઇફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન(LIC IPO)ની વેલ્યૂ 8થી 10 લાખ કરોડ રૂપિયા વચ્ચે નક્કી કરાવવાના પ્રયાસોમાં લાગી છે. LICની સંભવિત વેલ્યૂ (LIC Valuation)ને શરૂઆતી વાતચીત, વાતચીત બાદ કરવામાં આવેલા બદલાવો, કાગળોની ચકાસણી અને ઓફિશ્યલ વેલ્યૂએશન રિપોર્ટ આવ્યા બાદ નક્કી કરવામાં આવશે. કહેવાઈ રહ્યું છે કે,સરકાર કંપનીમાં પોતાની 5થી 10 ટકાની ભાગીદારી વેચવાની (Government Stake sale) યોજના બનાવી રહી છે.

રાજકોષીય નુકસાન ઘટાડશે સરકાર

LICની વેલ્યૂએશન 10 લાખ કરોડ રૂપિયા થવા પર સરકાર IPO દ્વારા 400 અબજથી લઇને 1 લાખ કરોડ રૂપિયા એકત્રિત કરી શકે છે. કહેવાય છે કે, આ IPO દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે. LICના IPO દ્વારા એકઠા થયેલા પૈસાથી કેન્દ્ર સરકાર રાજકોષીય નુકસાન ઘટાડવા માંગે છે. કેન્દ્રએ આ વર્ષે ડિસઈન્વેસ્ટમેન્ટ દ્વારા 1.75 લાખ કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ ઉપરાંત સરકાર LICમાં સીધા વિદેશી રોકાણને(FDI in LIC) મંજૂરી આપવાનું પણ વિચારી રહી છે. ગત સપ્તાહે અમુક બેંકરોએ સરકાર અને LICના અધિકારીઓ સાથે મુલાકાત કરી ઔપચારિક રીતે IPOની પ્રક્રિયા શરૂ કરવા અંગે ચર્ચા કરી હતી.

10 મર્ચન્ટ બેંકર્સની નિમણૂક કરાશે

LIC આઇપીઓના સંચાલન માટે 10 મર્ચન્ટ બેન્કર્સ(Merchant Bankers)ની નિમણૂંક કરાઈ છે. તેમાં ગોલ્ડમેન સેક્સ(ઇન્ડિયા) સિક્યોરિટીઝ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા અને નોમુરા ફાઇનાન્સિયલ એડવાઇઝરી એન્ડ સિક્યોરિટીઝ ઇન્ડિયા સામેલ છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક અસેટ્સ મેનેજમેન્ટ(DIPAM) અનુસાર, આ IPOના સંચાલનમાં પસંદ કરાયેલા બેંકરોમાં SBI કેપિટલ માર્કેટ, જેપી મોર્ગન ઇન્ડિયા, ICICI સિક્યોરિટીઝ અને કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ પણ સામેલ છે.

બોલી મોકલવાનો આજે અંતિમ દિવસ

દિપમ ભાગીદારી માટે લીગલ કન્સલ્ટન્ટ(Legal Advisors)ની પસંદગી પણ પ્રક્રિયામાં સામેલ છે. તેમના માટે બોલી મોકલવાનો છેલ્લો દિવસ 16 સપ્ટેમ્બર 2021 એટલે કે આજ છે. કંપનીનો આઇપીઓ જાન્યુઆરી-માર્ચ 2022માં આવવાની શક્યતા છે.

આ પણ વાંચો, માત્ર 150 રૂપિયામાં લો LICની આ પોલિસી, થશે 19 લાખનો ફાયદો, ઈચ્છો ત્યારે પૈસા પાછા, જાણો કેવી રીતે

પોલીસીધારકો માટે 10 ટકા ભાગ રિઝર્વ

દેશની સૌથી મોટા આઇપીઓમાં પોલીસીહોલ્ડર્સ માટે 10 ટકા ભાગ રિઝર્વ રહેશે. તેથી LICએ પોલીસીધારકો માટે IPOમાં અલોટમેન્ટની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. કંપનીએ યોગ્ય પોલીસીધારકોનો ડેટા બેઝ બનાવવાનું શરૂ કરી દીધું છે, કારણ કે કંપનીના 29 કરોડથી વધુ પોલીસી હોલ્ડર છે.

આ પણ વાંચો, Aadhaar Shila: મહિલાઓ માટે LICની વિશેષ વીમા યોજના, રોજ 29 રૂપિયા જમા કરતાં કેટલા લાખ મળશે?

બજેટ ભાષણમાં નાણામંત્રીએ આપી હતી જાણકારી

આ વર્ષે પોતાના બજેટ ભાષણમાં ફાઈનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, આ ફિસ્કલ યરમાં BPCL, એર ઇન્ડિયા, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, કન્ટેનર કોર્પ ઓફ ઇન્ડિયા, IDBI Bank, BEMLમ, પવન હંસ, નીલાચલ ઇસ્પાત નિગમ સહિત અન્ય ઘણી કંપનીઓમાં હિસ્સો વેચવાની યોજના છે.
First published:

Tags: Business news, LIC, LIC IPO, Stock market, મોદી સરકાર

આગામી સમાચાર