Home /News /business /

LIC IPO: પોલિસીધારકોને મળી શકે છે છૂટ! આ સપ્તાહે જમા થઇ શકે છે ડોક્યુમેન્ટ

LIC IPO: પોલિસીધારકોને મળી શકે છે છૂટ! આ સપ્તાહે જમા થઇ શકે છે ડોક્યુમેન્ટ

સરકાર LIC ના IPO માં આમ આદમીની ભાગીદારી વધારો ઇચ્છે છે

lic ipo news - લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) ની IPO બીડિંગમાં ભાગ લેવા માંગતા તેના પોલિસી હોલ્ડર્સને આઈપીઓમાં ડિસ્કાઉન્ટ મળી શકે છે

    LIC IPO News : લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) ની IPO બીડિંગમાં ભાગ લેવા માંગતા તેના પોલિસી હોલ્ડર્સને આઈપીઓમાં ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ જાણકારી આપતા ડિપાર્ટમેન્ટ ઓફ ઇનવેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક અસેટ મેનેજમેન્ટ (દીપમ) સચિવ તુહીન કાંત પાંડેએ કહ્યું કે સરકાર આ સપ્તાહે ડ્રાફ્ટ રેડ હેયરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) કે ઓફર ડોક્યુમેન્ટ સેબી પાસે જમા કરાવવા માટે તૈયાર છે.

    લાઇવમિંટના એક રિપોર્ટ પ્રમાણે તેમણે કહ્યું કે રિટેલ વિન્ડો અંતર્ગત તેમાં કેટલાક રિઝર્વેશન છે. અમારી પાસે એક પોલિસી હોલ્ડર્સ વિન્ડો પણ છે. અમે એલઆઈસી એક્ટમાં (LIC Act) પ્રોવિઝન કર્યું છે કે પોલિસી હોલ્ડર્સને કોમ્પિટિટીવ બેસિસ પર ઇશ્યૂના 10 ટકા સુધી IPO કેટલાક ડિસ્કાઉન્ટ પર ઓફર કરવામાં આવી શકે છે. કર્મચારીઓ માટે પણ થોડાક રિઝર્વેશન રહેશે.

    આ પણ વાંચો - Saving Account: આ બેંકોએ બચત ખાતાના વ્યાજદરમાં કર્યો ફેરફાર, જાણો નવા રેટ

    IPO ના ટ્રાન્જેક્શન એડવાઇઝર્સ સાથે જોડાયેલા બે લોકોએ કહ્યું કે રિટેલ ઇન્વેસ્ટર્સ અને કર્મચારીઓ માટે કેટલીક છૂટની આશા કરી શકાય છે. જોકે તેમણે વધારે વિવરણ આપ્યું નથી. જોકે તુહીન કાંત પાંડેએ ફક્ત એલઆઈસી પોલિસી-હોલ્ડર્સને છૂટની સંભાવનાની પૃષ્ટી કરી અને નિવેશકોની અન્ય કેટેગરીને લઇને ટિપ્પણી કરી નથી.

    કેટલી હોઇ શકે છે ઇશ્યૂની સાઇઝ?

    એક સૂત્રએ કહ્યું કે નાના નિવેશકોને છૂટની પેશકશ કરવામાં આવી શકે છે. કારણ કે સરકાર LIC ના IPO માં આમ આદમીની ભાગીદારી વધારો ઇચ્છે છે. એડવાઇઝર્સને ઇશ્યૂની સાઇઝ 5% અને 10% વચ્ચે રહેવાની આશા છે. પાંડેએ કહ્યું કે DRHP થી ખબર પડશે કે સરકાર આઈપીઓ દ્વારા LIC ની કેટલી ભાગીદારી વેચશે. ન્યૂનતમ 5 ટકા ભાગીદારી વેચવાનો અંદાજ છે.

    આ પણ વાંચો - LIC ગ્રાહકો માટે ખુશખબરી, છૂટ સાથે લેપ્સ પોલિસીને ફરીથી કરી શકો છો શરૂ

    બજેટમાં ડિસઇન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ

    ઉલ્લેખનીય છે કે, 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવેલા બજેટમાં ડિસઇન્વેસ્ટમેન્ટના લક્ષ્યાંકને મૂળ બજેટ અંદાજ (BE) રૂ. 1.75 ટ્રિલિયનથી ઘટાડીને 2021-22માં રૂ. 78,000 કરોડ કરવામાં આવ્યો હતો. 2022-23ના BEમાં પણ ડિસઇન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંક રૂ. 65,000 કરોડ છે.

    પાંડેનું કહેવું છે કે, વિવિધ કારણોસર ડિસઇન્વેસ્ટમેન્ટના લક્ષ્યાંકો અને વાસ્તવિક અંદાજો અલગ-અલગ હોઇ શકે છે અને તેને LICના IPOના કદ સાથે સાંકળવા જોઇએ નહીં.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: IPO, LIC IPO

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन