LIC IPO News: એલઆઇસીના IPOને મેનેજ કરવા માટે આ 16 મર્ચન્ટ બેન્કર વચ્ચે જોરદાર હોડ

LIC આઇપીઓના માધ્યમથી એક લાખ કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કરવા માંગે છે. (પ્રતીકાત્મક તસવીર)

LIC IPO: દેશના સૌથી મોટા આઇપીઓને મેનેજ કરવા માટે ભારતીય અને વિદેશ મર્ચન્ટ બેન્કરો વચ્ચે જોરદાર ટક્કર, કોણ મારશે બાજી?

  • Share this:
    મુંબઈ. ભારતીય જીવન વીમા નિગમ (Life Insurance Corporation of India)ના ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઇપીઓ (LIC IPO) લાવવાની તૈયારી ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. એલઆઇસી (LIC)ના આઇપીઓ (IPO)ને મેનેજ કરવાની હોડમાં 16 મર્ચન્ટ બેંકર (Merchant Bankers) સામેલ છે. તેને ભારતના ઈતિહાસમાં સૌથી મોટા શૅર વેચાણ કહેવામાં આવી રહ્યું છે. આ બેન્કર 24 અને 25 ઓગસ્ટે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક અસેટ મેનેજમેન્ટ એટલે કે દીપમ (Department of Investment and Public Asset Management- DIPAM)ની સમક્ષ પોતાનું પ્રસ્તુતીકરણ આપશે.

    આજે આ બેન્કર પ્રસ્તીતકરણ આપશે

    દીપમના સર્ક્યુલર મુજબ, બીએનપી પરિબાસ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા અને ડીએસપી મેરિલ લિંચ (હવે બોફા સિક્યુરિટીઝ) સહિત સાત આંતરરાષ્ટ્રીય બેન્કર મંગળવાર એટલે કે આજે પ્રસ્તુતીકરણ આપશે. આજે જે અન્ય બેન્કર પ્રસ્તુતીકરણ આપશે તેમાં ગોલ્ડમેન સૈશ (ઈન્ડિયા) સિક્યુરિટીઝ, એચએસબીસી સિક્યુરિટીઝ એન્ડ કેપિટલ માર્કેટ્સ (ઈન્ડિયા), જેપી મોર્ગન ઈન્ડિયા, નોમુરા ફાઇનાન્સિયલ એડવાઇઝરી એન્ડ સિક્યુરિટીઝ (ઈન્ડિયા) સામેલ છે.

    બુધવારે આ બેન્કર પ્રસ્તુતીકરણ આપશે

    બુધવારના દિવસે 9 સ્થાનિક બેન્કર દીપકના અધિકારીઓ સમક્ષ પ્રસ્તુતીકરણ આપશે. તેમાં એક્સિક કેપિટલ લિમિટેડ, ડીએએમ કેપિટલ એડવાઇઝર્સ, એચડીએફસી બેંક લિમિટેડ, આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝ લિમિટેડ, આઇઆઇએફએલ સિક્યુરિટીઝ લિમિટેડ, જેએમ ફાઇનાન્સિયલ લિમિટેડ, કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, એસબીઆઇ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ અને યસ સિક્યુરિટીઝ ઈન્ડિયા લિમિટેડ સામેલ છે.

    આ પણ વાંચો, EPFO: નોકરીયાતોને મળી રહ્યો છે પૂરા 7 લાખ રૂપિયાનો ફાયદો, ભરવું પડશે માત્ર એક ફોર્મ

    મર્ચન્ટ બેન્કરથી મંગાવવામાં આવી હતી બોલીઓ

    દીપમે 15 જુલાઈએ એલઆઇસીના આઇપીઓ માટે મર્ચન્ટ બેન્કરની નિયુક્તિ કરવા માટે અરજીઓ આમંત્રિત કરી હતી. દીપમ આઇપીઓ માટે 10 બુક રનિંગ લીડ પ્રબંધકોની નિયુક્તિની તૈયારી કરી રહી છે. બોલી રજૂ કરવાની છેલ્લી તારીખ 5 ઓગસ્ટ, 2021 હતી.

    આ પણ વાંચો, Earn Money: IPO બજારમાં જોરદાર હલચલ, Insurance Sectorની આ ત્રણ કંપનીઓ લાવી રહી છે આઇપીઓ

    LICના આવી શકે છે બે IPO

    ઉલ્લેખનીય છે કે, LIC આઇપીઓના માધ્યમથી એક લાખ કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કરવા માંગે છે. ‘ટાઇમ્સ ઓફ ઈન્ડિયા’ના અહેવાલ મુજબ, એવો મત ઊભો થયો છે કે એક જ વારમાં આટલા મોટા આઇપીઓને માર્કેટ અને રોકાણકારો વહન નહીં કરી શકે. મીડિયા રિપોર્ટ મુજબ, કોર્નરસ્ટોન ઇન્વેસ્ટર્સ અને Marquee એસેટ મેનેજર્સ આઇપીઓ પહેલા મોટું રોકાણ કરી શકી છે. એક અધિકારીએ TOI સાથે વાત કરતા જણાવ્યું કે, LICના આઇપીઓને સફળ બનાવવા માટે તમામ વિકલ્પો ખુલ્લા રાખવામાં આવ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published: