Home /News /business /

સરકાર મે મહિનામાં એલઆઈસીનો આઈપીઓ લાવવા તૈયાર: સૂત્ર

સરકાર મે મહિનામાં એલઆઈસીનો આઈપીઓ લાવવા તૈયાર: સૂત્ર

એલઆઈસી આઈપીઓ

LIC IPO date: એલઆઈસીએ સેબી (SEBI) સમક્ષ જમા કરેલા દસ્તાવેજ પ્રમાણે આઈપીઓમાં રિટેલ રોકાણકારો (Retail investors) માટે 35 ટકા હિસ્સો અનામત હશે. 10 ટકા હિસ્સો પૉલિસીધારકો (Policyholders) અને પાંચ ટકા હિસ્સો કર્મચારીઓ (Employee) માટે અનામત હશે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: રશિયા-યુક્રેન યુદ્ધ (Russia Ukraine war)ને પગલે સરકાર ગત વર્ષે એલઆઈસીનો આઈપીઓ (LIC IPO) લાવી શકી ન હતી. હવે એવા સમાચાર પ્રાપ્ત થયા છે કે સરકાર મે મહિનામાં એલઆઈસીનો આઈપીઓ લાવી શકે છે. CNBC-TV18ને સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણ સરકારે મે મહિનામાં એલઆઈસીનો આઈપીઓ લોંચ કરવાની તૈયાર કરી લીધી છે. સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે, સરકાર RHP (red herring prospectus)ને લઈને હાલ બેન્કર્સ અને નાણાકીય સલાહકારોના સંપર્કમાં છે. RHPને ઑફર દસ્તાવેજ પણ કહેવામાં આવે છે. જે તે કંપનીએ આઈપીઓ માટે સેબી સમક્ષ ડ્રાફ્ટ પેપર જમા કરાવવા પડે છે. સૂત્રોએ એવું પણ જણાવ્યું હતું કે સરકાર એલઆઈસીના પાંચ ટકા કરતા વધારેનો હિસ્સો પણ સેલ માટે ઑફર કરી શકે છે.

    SEBI સમક્ષ દાખલ RHP પ્રમાણે સરકાર એલઆઈસીના 31 કરોડ ઇક્વિટી શેર વેચશે. જેમાંથી એક હિસ્સો એન્કર ઇન્વેસ્ટર્સ માટે અનામત હશે. આ ઉપરાંત કુલ હિસ્સાનો 10 ટકા ભાગ પોલિસીધારકો (Policyholders) માટે અનામત હશે. એક હિસ્સો એલઆઈસીના કર્મચારીઓ માટે પણ અનામત હશે.

    એલઆઈસીના કર્મચારીઓ અને પૉલિસીધારકો કેટલા પૈસા લગાવી શકશે?


    એલઆઈસીએ સેબી (SEBI) સમક્ષ જમા કરેલા દસ્તાવેજ પ્રમાણે આઈપીઓમાં રિટેલ રોકાણકારો (Retail investors) માટે 35 ટકા હિસ્સો અનામત હશે. 10 ટકા હિસ્સો પૉલિસીધારકો (Policyholders) અને પાંચ ટકા હિસ્સો કર્મચારીઓ (Employee) માટે અનામત હશે. આજ કારણ છે કે રિટેલ રોકાણકારોની સાથે સાથે પૉલિસીધારકો અને કર્મચારીઓ પણ આ આઈપીઓની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

    આ પણ વાંચો: આ મલ્ટીબેગર પેની સ્ટૉકે રોકાણકારોને બે વર્ષમાં કરી દીધા માલામાલ

    એલઆઈસીના 26 કરોડથી વધારે પૉલિસીધારકો માટે 3.16 કરોડ શેર અનામત રાખવામાં આવ્યા છે. જોકે, આ માટે એ જ પૉલિસીધારકો અરજી કરી શકશે જેમણે પોતાની પૉલિસી સાથે પાન કાર્ડને લિંક કર્યું છે.

    ચાર લાખની મહત્તમ બોલી


    એલઆઈસીના ઇશ્યૂમાં પૉલિસીધારક મહત્તમ ચાર લાખ રૂપિયાના શેરની બોલી લગાવી શકે છે. પૉલિસીધારક કેટેગરીમાં બે લાખ રૂપિયા અને રિટેલ કેટેગરીમાં બે લાખ રૂપિયાની બોલી લગાવી શકાય છે. જો બંને બીડ એક જ ડીમેટ ખાતામાંથી આવે છે તો પણ તે માન્ય ગણાશે. પૉલિસીધારકો માટે કોઈ જ લૉક-ઇન સમય નથી. એટલે કે લિસ્ટિંગ બાદ તેઓ ઇચ્છે તો શેર વેચી શકે છે.

    આ પણ વાંચો: DAમાં વધારા બાદ સરકારી કર્મચારીઓનો પગાર કેટલો વધશે? 

    કર્મચારીઓ મહત્તમ છ લાખની બીડ કરી શકશે


    આ જ રીતે એલઆઈસીના કર્મચારીઓ મહત્તમ છ લાખ રૂપિયાની બોલી લગાવી શકે છે. તેઓ કર્મચારી કેટેગરી, પૉલિસીધારક કેટેગરી અને રિટેલ કેટેગરીમાં બે-બે લાખનું રોકાણ કરી શકે છે. જોઇન્ટ ડીમેટ ખાતું હોવાના કેસમાં પૉલિસીધારક ત્યારે જ ક્વોટા માટે લાભનો દાવો કરી શકે જ્યારે તે પ્રાઇમરી એકાઉન્ટ ધારક હોય. જ્યારે જોઈન્ટ પૉલિસીના કેસમાં બંને પૉલિસીધારક અરજી કરી શકે છે પરંતુ બંનેનું ડીમેટ ખાતું અલગ હોવું જોઈએ.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, IPO, LIC, LIC IPO

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन