Home /News /business /

Russia Ukraine યુદ્ધ વચ્ચે ટળી શકે છે LIC IPO, આ અઠવાડિયે નક્કી થશે માર્ચમાં લિસ્ટિંગ થશે કે નહીં!

Russia Ukraine યુદ્ધ વચ્ચે ટળી શકે છે LIC IPO, આ અઠવાડિયે નક્કી થશે માર્ચમાં લિસ્ટિંગ થશે કે નહીં!

એલઆઈસી આઈપીઓ

LIC IPO Updates: રશિયા અને યુક્રેન (Russia-Ukraine Conflict) વચ્ચે યુદ્ધથી વૈશ્વિક બજારની હાલત સારી નથી. ભારતીય શેર બજાર પણ અસ્થિર છે. આવા સમયે આઈપીઓ લાવવાથી સરકારને અનેક મુશ્કેલી નડી શકે છે. સરકારની યોજના આલઆઈસીના આઈપીઓનું લિસ્ટિંગ માર્ચ મહિનામાં કરાવવાની હતી.

વધુ જુઓ ...
    LIC IPO: દેશની સૌથી મોટી વીમા કંપની LIC નો આઈપીઓ આ મહિલા ખુલશે. સરકારની યોજના આઈપીઓનું લિસ્ટિંગ પણ આ જ વર્ષે એટલે કે માર્ચ મહિનામાં કરાવવાની છે. જોકે, હાલ રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે સરકાર આઈપીઓનું લિસ્ટિંગ આવતા મહિને એટલે કે આવતા નાણાકીય વર્ષ સુધી ટાળી શકે છે. આ અંગે માહિતી ધરાવતા સૂત્રએ CNBC-TV18 ને જણાવ્યું હતું કે આ અઠવાડિયે સરકાર એક બેઠક કરી શકે છે. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવશે કે એલઆઈસીનું લિસ્ટિંગ આ વર્ષે એટલે કે માર્ચ મહિનામાં થશે કે નહીં.

    આ મામલે જાણકારી રાખતા એક સરકારી સૂત્રએ પણ જણાવ્યું કે, "LIC ના લિસ્ટિંગ અંગે નિર્ણય આ જ અઠવાડિયે યોજાનારી બેઠક દરમિયાન લેવામાં આવશે."

    હિન્દુ બિઝનેસ લાઈનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે જે કહ્યું હતું તેને આધાર માનીને અધિકારીએ કહ્યુ કે, વૈશ્વિક સ્થિતિને જોતા IPO ના સમયમાં ફેરફાર કરવામાં આવી શકે છે.

    નિર્મલા સીતારમણે શું કહ્યું હતું?

    નાણા મંત્રીએ એક અંગ્રેજી વર્તમાનપત્ર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "આમ તો હું પહેલાની યોજના પ્રમાણે જ જવા માંગું છું. પરંતુ જો વૈશ્વિક સ્થિતિ બગડે છે તો આઈપીઓના સમય અંગે ફરીથી વિચાર કરી શકાય છે. ભારતીય માર્કેટ પર પણ તેનો આધાર છે."

    ઉલ્લેખનીય છે કે LIC એ આઈપીઓ માટે 13મી ફેબ્રુઆરીના રોજ સેબી સમક્ષ DRHP રજૂ કર્યું હતું. સરકાર એલઆઈસીના આઈપીઓ મારફતે કંપનીના પાંચ ટકા ભાગીદારી વેચી રહી છે. આ માટે સરકાર 31.62 કરોડ શેર જાહેર કરશે.

    આ પણ વાંચો: એલઆઈસીના આઈપીઓ અંગે મનમાં કોઈ સવાલ હોય તો અહીં વાંચો તેનો જવાબ

    ક્રૂડ ઓઇલની વધી રહેલી કિંમત

    હાલ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને પગલે દુનિયાભરના બજારમાં ઘટાડો આવ્યો છે. આ સાથે જ ક્રૂડ અને ઓઇલની કિંમત પણ પ્રતિ બેરલ 100 ડૉલરને પાર નીકળી ગઈ છે. ગોલ્ડમેન સાક્સના જણાવ્યા પ્રમાણે આગામી એક મહિનામાં ક્રૂડનો ટાર્ગેટ 115 ડૉલર પ્રતિ બેરલ છે.

    પૉલિસીધારકો અને કર્મચારીઓ માટે અનામત હિસ્સો

    એલઆઈસીએ સેબી (SEBI) સમક્ષ જમા કરેલા દસ્તાવેજ પ્રમાણે આઈપીઓમાં રિટેલ રોકાણકારો (Retail investors) માટે 35 ટકા હિસ્સો અનામત હશે. 10 ટકા હિસ્સો પૉલિસીધારકો (Policyholders) અને પાંચ ટકા હિસ્સો કર્મચારીઓ (Employee) માટે અનામત હશે.

    આ પણ વાંચો: ટૂંક સમયમાં આવશે LICનો આઇપીઓ, શું તમારે રોકાણ કરવું જોઇએ?

    3.16 કરોડ શેર અનામત

    એલઆઈસીના 26 કરોડથી વધારે પૉલિસીધારકો માટે 3.16 કરોડ શેર અનામત રાખવામાં આવ્યા છે. જોકે, આ માટે એ જ પૉલિસીધારકો અરજી કરી શકશે જેમણે પોતાની પૉલિસી સાથે પાન કાર્ડને લિંક કર્યું છે. આ ઉપરાંત આ પૉલિસી 13 ફેબ્રુઆરી કે તેના પહેલા સુધી આપવામાં આવી હોવી જોઈએ. આ ઉપરાંત પૉલિસીધારકના પોતાના નામે ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. પૉલિસી સાથે પાન કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ 28મી ફેબ્રુઆરી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Insurance, Investment, IPO, LIC IPO

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन