Home /News /business /LIC IPO Live Updates: એક વાગ્યા સુધી એલઆઈસીનો આઈપીઓ 35% ભરાયો; પૉલિસીધારકો માટે અનામત હિસ્સો 1.2 ગણો ભરાયો
LIC IPO Live Updates: એક વાગ્યા સુધી એલઆઈસીનો આઈપીઓ 35% ભરાયો; પૉલિસીધારકો માટે અનામત હિસ્સો 1.2 ગણો ભરાયો
એલઆઈસી આઈપીઓ.
LIC IPO Subscription: આઈપીઓ દ્વારા સરકાર એલઆઈસીમાં પોતાની 3.5 ટકા ભાગીદારી વેચશે. આ આખો આઈપીઓ ઑફર ફૉર સેલ છે. આઈપીઓનો 10 ટકા હિસ્સો પોલિસીધારકો માટે અનામત રખાયો છે. 0.74 ટકા હિસ્સો કર્મચારીઓ માટે અનામત છે. જ્યારે 31.25 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત છે.
નવી દિલ્હી: એલઆઈસીનો આઈપીઓ (LIC IPO) ખુલી ગયો છે. રોકાણકારો નવમી મે સુધી બીડ કરી શકશે. આઈપીઓ લોંચ થવાના શરૂઆતના કલાકોના ડેટા પ્રમાણે આઈપીઓને ખૂબ જ સારો પ્રતિસાદ (LIC IPO Subscription) મળી રહ્યો છે. એલઆઈસીએ આઈપીઓ માટે રૂ. 902થી લઈને રૂ. 949 સુધીની પ્રાઈસ બેન્ડ (LIC IPO price band) નક્કી કરી છે. આ શેરની ફેસ વેલ્યૂ રૂ. 10 છે. LICના પોલિસીહોલ્ડર્સને પ્રતિ શેર રૂ. 60 અને રિટેઈલ રોકાણકારને પ્રતિ શેર રૂ. 45નું ડિસ્કાઉન્ટ મળશે.
1:00 વાગ્યાના અપડેટ:
એલઆઈસીના આઈપીઓએ ધમાલ મચાવી છે. બપોરે 12:51 વાગ્યા સુધી એલઆઈસીનો આઈપીઓ 33 ટકા ભરાયો છે. આઈપીઓમાં પૉલિસીધારકો માટે અનામત હિસ્સો આ સમય દરમિયાન 1.16 ગણ ભારાયો છે. કર્મચારીઓ માટે અનામત હિસ્સો 58 ટકા ભરાયો છે. રિટેલ રોકાણકારો માટે અનામત હિસ્સો 36 ટકા ભરાયો છે. નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત હિસ્સો 8 ટકા ભરાયો છે.
11 વાગ્યાના અપડેટ:
શરૂઆતની કલાકના ડેટા પ્રમાણે એલઆઈસીનો આઈપીઓ શરૂઆતની કલાકમાં જ 12 ટકા ભરાયો હતો. જેમાં કર્મચારીઓ માટે અનામત હિસ્સો 27 ટકા, પૉલિસીધારકો માટે અનામત હિસ્સો 24 ટકા અને રિટેલ રોકાણકારો માટે અનામત હિસ્સો 18 ટકા ભરાયો છે. બીજી તરફ નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત હિસ્સો ચાર ટકા ભરાયો છે.
કોના માટે કેટલો હિસ્સો અનામત:
આઈપીઓ દ્વારા સરકાર એલઆઈસીમાં પોતાની 3.5 ટકા ભાગીદારી વેચશે. આ આખો આઈપીઓ ઑફર ફૉર સેલ છે. આઈપીઓનો 10 ટકા હિસ્સો પોલિસીધારકો માટે અનામત રખાયો છે. 0.74 ટકા હિસ્સો કર્મચારીઓ માટે અનામત છે. જ્યારે 31.25 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત છે.
આઈપીઓ ભરતા પહેલા આ 10 વાત જાણી લો:
1) ક્યાં સુધી રોકાણ કરી શકાય?
આ ઈશ્યૂ રોકાણકાર માટે 6 દિવસ ખુલ્લો રહેશે. તમે આજથી લઈને 9 મે સુધી આ IPOમાં રોકાણ કરી શકો છો. આગામી 9 મેના રોજ સોમવારે આ ઈશ્યૂ બંધ થઈ જશે.
2) પ્રાઈસ બેન્ડ શું છે?
LIC એ રૂ. 902થી લઈને રૂ. 949 સુધીનો પ્રાઈસ બેન્ડ નક્કી કરી છે. આ શેરની ફેસ વેલ્યૂ રૂ. 10 છે. LICના પોલિસીહોલ્ડર્સને પ્રતિ શેર રૂ. 60 અને રિટેઈલ રોકાણકારને પ્રતિ શેર રૂ. 45નું ડિસ્કાઉન્ટ મળશે.
3) સરકાર આ IPOથી કેટલા રૂપિયા એકત્ર કરશે?
સરકાર આ ઈશ્યૂથી અંદાજે રૂ. 21,000 કરોડ એકત્ર કરવા જઈ રહી છે. સરકાર LICમાં પોતાની 3.5 ટકા ભાગીદારી વેચી રહી છે. આ ઈશ્યૂ સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ (OFS) છે. જેથી ઈશ્યૂની જે પણ રકમ મળશે. તે સરકારની હશે.
4) સરકાર IPO શા માટે લાવી રહી છે?
સરકાર LICને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવા માંગે છે અને LICમાં પોતાની ભાગીદારી ઓછી કરવા ઈચ્છે છે.
5) લોટ સાઈઝ શું છે?
એક લોટમાં 15 શેર છે. જેનો અર્થ છે કે, રોકાણકારે ઓછામાં ઓછા 15 શેર માટે બોલી લગાવવાની રહેશે. રિટેલ રોકાણકાર વધુમાં વધુ 14 લોટ એટલે કે, 210 શેર માટે અરજી કરી શકે છે. રિટેલ રોકાણકારો એલઆઈસીના આઈપીઓમાં લૉટમાં બીડ કરી શકશે. એક લૉટમાં 15 શેર હશે. એલ લૉટ માટે ઓછામાં ઓછું ₹14,235નું રોકાણ કરવું પડશે. વધુમાં વધુ 14 લૉટ માટે બોલી લગાવી શકશે. આ માટે 210 શેર માટે ₹199,290નું રોકાણ કરવું પડશે.
6) બેલેન્સશીટમાં દમ છે?
LIC દેશની સૌથી મોટી લાઈફ ઈન્શ્યોરન્સ કંપની છે. જેની બજારમાં ભાગીદારી 61.4 ટકા છે. આ દુનિયાની પાંચમી સૌથી મોટી કંપની છે. ટોટલ એસેટ અનુસાર LIC દુનિયાની 10 મી સૌથી મોટી જીવન વીમા કંપની છે. LICના સમગ્ર વિશ્વમાં 13.5 લાખ એજન્ટ છે, જે 40 લાખ કરોડ રૂપિયાની વ્યવસ્થા કરે છે. જે મ્યુચ્યુઅલ ફંડના કુલ AUMથી વધુ છે.
7) શું GMP ચાલી રહી છે?
ગ્રે માર્કેટમાં આ શેર પર રૂ. 85-90નું પ્રીમિયમ ચાલી રહ્યું છે. ગત બુધવારે LICના ઈશ્યૂ બાદ ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ખૂબ જ ઓછું હતું, ત્યારબાદ તેમાં વધારો થવા લાગ્યો હતો.
LICનો શેર સ્ટોક એક્સચેન્જમાં 17 મેના રોજ લિસ્ટ થશે.
9) ઈશ્યૂમાં એન્કર રોકાણકારોએ કેવો રસ દાખવ્યો છે?
એન્કર રોકાણકાર (Anchor Investord of LIC)નો ક્વોટા સોમવારે 2 મેના રોજ સંપૂર્ણરૂપે સબસ્ક્રાઈબ થઈ ગયો હતો. LICએ સ્ટોક એક્સચેન્જને આ જાણકારી આપી છે. કંપનીએ જણાવ્યું છે કે, એન્કર પોર્શનનું 71 ટકા રોકાણકાર મ્યુચ્યુઅલ ફંડ તરફથી આવ્યું છે.
10) એન્કર રોકાણકારમાં કોણ કોણ સામેલ છે?
અનેક મોટા વિદેશ રોકાણકારે LICના IPOમાં રોકાણ કર્યું છે. જેમાં ગવર્નમેન્ટ ઓફ સિંગાપોર, ગવર્નમેન્ટ પેન્શન ફંડ ગ્લોબલ, બીએનપી ઈન્વેસ્ટમેન્ટ્સ એલએલસી, મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોર અને સોસાયટી જનરલ સામેલ હતા. તેમજ ઈનવેસ્કો ઈન્ડિયા અને સેન્ટ કેપિટલ ફંડે પણ આ LICના IPOમા રોકાણ કર્યું છે.
આ IPOમાં ડોમેસ્ટિક રોકાણકારોએ પણ રોકાણ કર્યું છે. જેમાં SBI મ્યુચ્યુઅલ ફંડ, ICICI પ્રૂડેન્શિયલ, SBI લાઈફ ઈન્શ્યોરન્સ, એલએન્ડટી મ્યુચ્યુઅલ ફંડ, ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન, યૂટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ, સુંદરમ મ્યુચ્યુઅલ ફંડ, IDFC, IMF અને બજાજ આલિયાંજ જનરલ ઈન્શ્યોરન્સ સામેલ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર