Home /News /business /LIC IPO Listing: LICનો શેર 17 મેના રોજ 10% પ્રીમિયમ પર લિસ્ટ થાય તો તમને કેટલો લાભ થાય?
LIC IPO Listing: LICનો શેર 17 મેના રોજ 10% પ્રીમિયમ પર લિસ્ટ થાય તો તમને કેટલો લાભ થાય?
એલઆઈસીના શેરમાં મોટો કડાકો
LIC IPO Listing: ઇન્વેસ્ટમેન્ટ એડ્વાઇઝર સંદીપ સભરવાલે ફાઇનાન્સિયલ એક્સપ્રેસને જણાવ્યું કે, એલઆઈસીનો શેર 10-12 ટકા પ્રીમિયમ સાથે લિસ્ટ થઈ શકે છે. સભરવાલનો અંદાજ સાચો ઠરે તો 17મી મેનો દિવસ અનેક રોકાણકારો માટે ખુશી મનાવવાનો હશે.
નવી દિલ્હી: એલઆઈસીનો આઈપીઓ (LIC IPO) અંતિમ દિવસ સુધી એટલે કે 9 મે સુધી ત્રણ ગણો (2.93 ગણો) ભરાયો છે. હવે રોકાણકારોની નજર બે વાત પર રહેશે. રોકાણકારો એવું જાણવા ઉત્સુક હશે કે તેમને શેર લાગે છે કે નહીં. બીજું કે 17મી તારીખે આઈપીઓનું લિસ્ટિંગ કેવું રહે છે. બજાર નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે શેર બજારના નબળા સેન્ટિમેન્ટને પગલે એલઆઈસીનો આઈપીઓ વધારે પ્રીમિયમ (LIC IPO premium listing) સાથે લિસ્ટ થવાની સંભાવના નથી. જોકે, આઈપીઓનું લિસ્ટિંગ 10-15 ટકાના પ્રીમિયમ પર થશે તેવી આશા ચોક્કસ રાખી શકાય.
રોકાણ સલાહકાર સંદીપ સભરવાલે ફાઇનાન્સિયલ એક્સપ્રેસને જણાવ્યું કે, એલઆઈસીનો શેર 10-12 ટકા પ્રીમિયમ સાથે લિસ્ટ થઈ શકે છે. સભરવાલનો અંદાજ સાચો ઠરે તો 17મી મેનો દિવસ અનેક રોકાણકારો માટે ખુશી મનાવવાનો દિવસ હશે. આઈપીઓને પૉલિસીધારકો અને રિટેલ રોકાણકારો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.
દરેકને કંઈકને કંઈક મળશે
પૉલિસીધારકો માટે અનામત હિસ્સો છ ગણો ભરાયો છે. બજાર નિષ્ણાતોએ જણાવ્યું કે, પૉલિસીધારકોને કંપની યથાપ્રમાણ (પ્રપૉર્શનેટ) શેર અલોટ કરી શકે છે. એટલે કે આ કેટેગરીમાં રોકાણકારોને કંઈકને કંઈક તો મળશે. બીજી અર્થ એવો પણ થાય કે જે લોકોએ વધારે શેર માટે બોલી લગાવી હશે તેમને વધારે શેર મળશે, જેમણે ઓછા શેર માટે બોલી લગાવી હશે તેમને ઓછા શેર મળશે.
પોલિસીધારકો માટે ડિસ્કાઉન્ટ
એલઆઈસીએ પોલિસીધારકોને પ્રતિ શેર 60 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું છે. આ રીતે પૉલિસીધારકોને એલઆઈસીનો એક શેર 889 રૂપિયાની કિંમત પર પડશે. જો એલઆઈસીનો આઈપીઓ 10 ટકા પ્રીમિયમ પર લિસ્ટ થાય તો તેનો મતલબ એવો થયો કે કટ ઑફ કિંમત 949 રૂપિયા પર 94 રૂપિયા પ્રીમિયમ મળશે. આ રીતે 60 રૂપિયા ડિસ્કાઉન્ટ અને 94 રૂપિયાનું પ્રીમિયમ જોડતા રોકાણકારને પ્રતિ શેર 154 રૂપિયાનો ફાયદો થાય.
જો કોઈ પૉલિસીધારકને 10 શેર અલોટ થાય છે તો તેને 1,540 રૂપિયાનો ફાયદો થશે. આ વાત એવા લોકો માટે ખુશીના સમાચાર છે જેમણે લિસ્ટિંગ ગેન માટે ઇશ્યૂમાં બીડ કરી હતી. એનએસડીએલ અને સીડીએસએલના આંકડા પરથી એવું માલુમ પડે છે કે છેલ્લા ચાર મહિનામાં એક કરોડથી વધારે ડીમેટ ખાતા ખુલ્યા છે. જેમાં મોટાભાગના એવા લોકો સામેલ છે, જેમણે ફટાફટ નફો રળવા માટે અરજી કરી છે.
આઈપીઓ વોચના જણાવ્યા પ્રમાણે ગ્રે માર્કેટમાં હાલ એલઆસીના એક શેર પર ત્રણ ટકા પ્રીમિયમ ચાલી રહ્યું છે. એટલે કે એલઆઈસીના એક શેર પર 30 રૂપિયાનું પ્રીમિયમ મળી રહ્યું છે. એ રીતે એલઆઈસીનો એક શેર અનલિસ્ટેડ માર્કેટમાં 979 (949+30) રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આઈપીઓ લોંચ થયા બાદ એલઆઈસીના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર