LIC ભારતના શેરબજારના ઈતિહાસમાં સૌથી મોટો IPO લઈને આવી રહી છે.
LIC IPO Update News: LIC એ દેશના માર્કેટ SEBI પાસે IPO માટે પ્રારંભિક દસ્તાવેજો સબમિટ કરાવ્યા છે. DRHP અનુસાર સરકાર આ IPO દ્વારા રોકાણકારોને કુલ 632 કરોડ ઇક્વિટી શેરમાંથી 316 કરોડ ઇક્વિટી શેર વેચશે.
દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે એલઆઈસી (Life Insurance Corporation of India)ના મેગા આઈપીઓ (LIC IPO)ની રોકાણકારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. IPO ચાલુ નાણાકીય વર્ષના અંત પહેલા માર્ચમાં લોન્ચ થવાની ધારણા છે. આ દરમિયાન કંપનીએ દેશના બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) પાસે IPO માટે પ્રારંભિક દસ્તાવેજો સબમિટ કરાવ્યા છે.
આ IPO દ્વારા સરકાર LICમાં 5 ટકા હિસ્સો ઓફર કરી રહી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM)ના સચિવ તુહિન કાંત પાંડેએ એ ટ્વીટ કર્યું, “LIC IPO માટે DRHP આજે સેબીમાં ફાઇલ કરવામાં આવ્યું છે. આ હેઠળ 316 કરોડ શેર ઓફર કરવામાં આવશે જે 5 ટકા હિસ્સાની સમકક્ષ છે.
મનીકંટ્રોલના સૂત્રોના જણાવ્યા અનુસાર DRHP અનુસાર આ IPO સંપૂર્ણપણે ઑફર ફોર સેલ (OFS) પર આધારિત હશે. આ IPO હેઠળ કંપની સરકારનો 5% ઈક્વિટી હિસ્સો વેચવા જઈ રહી છે. સરકાર આ IPO દ્વારા રોકાણકારોને કુલ 632 કરોડ ઈક્વિટી શેરમાંથી 316 કરોડ ઈક્વિટી શેર વેચશે.
સૌથી મોટો આઇપીઓ
બજાર નિષ્ણાતોનું કહેવું છે કે LICનો IPO ભારત માટે સાઉદી અરામકોનો IPO સાબિત થઈ શકે છે. સાઉદી અરામકો વિશ્વની સૌથી મોટી તેલ કંપનીઓમાંની એક છે. તેની 2940 કરોડ ડોલર (રૂ. 2.19 લાખ કરોડ)નું લિસ્ટિંગ વિશ્વનું સૌથી મોટું લિસ્ટિંગ છે.
જો તમે LIC ના પોલિસી ધારક છો અને IPO માં શેર ખરીદવા માંગો છો તો તમારું PAN કાર્ડ પોલિસી સાથે લિંક કરવું પડશે. કંપનીએ તેના પોલિસી ધારકોને પણ આવું કરવા કહ્યું છે. તેના વિના IPOમાં અરજી કરવી અશક્ય છે. એલઆઈસીએ કહ્યું છે કે આઈપીઓમાં ભાગ લેવા માટે પોલિસીધારકોએ તપાસ કરવી પડશે કે તેમના પાન કાર્ડની વિગતો એલઆઈસીના રેકોર્ડમાં નોંધાયેલી છે કે નહીં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર