Home /News /business /LIC IPO news: એલઆઈસીના આઈપીઓ અંગે મોટા સમાચાર, બહુ ઝડપથી LIC સેબીમાં દાખલ કરી શકે છે અરજી

LIC IPO news: એલઆઈસીના આઈપીઓ અંગે મોટા સમાચાર, બહુ ઝડપથી LIC સેબીમાં દાખલ કરી શકે છે અરજી

એલઆઈસી આઈપીઓ

LIC IPO news: એલઆઈસી (Life Insurance Corporation) પોતાના પ્રસ્તાવિત આઈપીઓ માટે સેબીમાં જાન્યુઆરી મહિનાના ત્રીજા અઠવાડિયા (securities and exchange board of India)માં ડ્રાફ્ટ પેપર (અરજી) જમા કરાવી શકે છે.

નવી દિલ્હી: અનેક રોકાણકારો લાંબા સમયથી એલઆઈસીના આઈપીઓ (LIC IPO)ની રાહ જોઈ રહ્યા છે. એક મહિના પહેલા એવા પણ અહેવાલ વહેતા થયા હતા કે ચાલુ નાણાકીય વર્ષ (Financial year)માં એલઆઈસીનો આઈપીઓ (LIC IPO news) આવે તેવી શક્યતા નહિવત છે. જોકે, હવે સામે આવેલા સમાચાર પ્રમાણે એલઆઈસી (Life Insurance Corporation) પોતાના પ્રસ્તાવિત આઈપીઓ માટે સેબીમાં જાન્યુઆરી મહિનાના ત્રીજા અઠવાડિયા (securities and exchange board of India)માં ડ્રાફ્ટ પેપર (અરજી) જમા કરાવી શકે છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને સૂત્રોના હવાલેથી મળેલી જાણકારી પ્રમાણે એલઆઈસીના અધિકારીઓએ ગ્લોબલ રોકાણકારો સાથે થયેલી વાતચીતમાં આ વાતનો સંકેત આપ્યો છે. આ ઉપરાંત નાણા મંત્રાલયે પણ ગત મહિને જણાવ્યું હતું કે, આઈપીઓનું લિસ્ટિંગ ચાલુ નાણાકીય વર્ષ 2022 પૂર્ણ થાય તે પહેલા થઈ જશે.

1 લાખ કરોડ રૂપિયાનો આઈપીઓ

ઉલ્લેખનીય છે કે એલઆઈસીનો આઈપીઓ (LIC IPO) 1 લાખ કરોડ રૂપિયાનો હશે. એલઆઈસીનો આઈપીઓ ભારતનો અત્યારસુધીનો સૌથી મોટો આઈપીઓ (Biggest IPO of India) હશે. એલઆઈસીના અધિકારીઓએ રોકાણકારો સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, કંપની નૉન પાર્ટિસિપેટિંગ પ્રોડક્ટ્સ જેવી કે પેન્શન, એન્યૂઇટી, હેલ્થ ઇન્શ્યોરન્સ અને ULIPS પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. કંપનીના પોર્ટફોલિયોને વિવિધતાસભર બનાવવાની યોજના અંતર્ગત આવું કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત કંપની એક નૉન પાર્ટિસિપેટિંગ પ્રોડક્ટ લોંચ કરવાની તૈયારી કરી રહી છે.

અધિકારીઓએ શું કહ્યું?

અધિકારીઓએ એવું પણ જણાવ્યું કે, કંપનીનું આગામી ફોકસ bancassurance (બેંકાશ્યોરન્સ) જેવી પ્રોડક્ટ પર રહેશે. કંપની આ પ્રોડક્ટમાં પોતાની ભાગીદારી વધારવા માંગ છે, આ માટે વધારેમાં વધારે પાર્ટનર સાથે કરાર પણ કરવામાં આવી રહ્યા છે. bancassurance પાર્ટનર્સની પ્રોડક્ટિવિટી વધારવા માટે એલઆઈસી ડિજિટલીકરણ પર પણ ફોકસ કરશે. LIC લિસ્ટિંગ બાદ માર્કેટ કેપ પ્રમાણે દેશની સૌથી મોટી કંપની બની જશે. કંપનીનું વેલ્યૂએશન આઠથી દસ લાખ કરોડ રૂપિયા હોઈ શકે છે.

10 ટકા હિસ્સો પોલિસીધારકો માટે અનામત

નાણામંત્રી નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman) આ વર્ષે ફેબ્રુઆરીમાં પોતાની બજેટ સ્પીચમાં જણાવ્યું હતું કે, LICનો IPO વર્ષ 2021-2022માં આવશે. સરકાર દ્વારા કરવામાં આવેલા આયોજન મુજબ, LICનો IPO ઇશ્યૂના કદના 10 ટકા સુધી તેના પોલિસીધારકો માટે અનામત રાખવામાં આવશે.

તાજેતરમાં LICની જાહેર નોટીસમાં જણાવવામાં આવ્યું છે કે, એલઆઈસીના પબ્લિક ઑફરમાં ભાગ લેવા માટે પોલિસીધારકોએ તેમની PAN વિગતો કોર્પોરેશનના રેકોર્ડમાં અપડેટ કરવાની રહેશે. આ સિવાય તમારી પાસે DEMAT એકાઉન્ટ હોવું પણ જરૂરી છે.

આ રીતે તમે તમારી PANની વિગતો અપડેટ કરી શકો છો:

- સૌ પ્રથમ https://linkpan.licindia.in/UIDSeedingWebApp/getPolicyPANStatus પર જાઓ.

- હવે તમારો પોલીસી નંબર, જન્મ તારીખ, PAN અને કેપ્ચા કોડ વગેરે માહિતી દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.

- આટલું કર્યા બાદ તમે તમારી પોલીસી અને PAN લિંકનું સ્ટેટસ જાણી શકશો.

આ પણ વાંચો: 10 biggest IPO: 2021ના વર્ષના 10 મોટા IPO જે ખૂબ ચર્ચામાં રહ્યા, કરી લો એક નજર

જો તમારું PAN લિંક નથી તો, આ રીતે લિંક કરો:

- એલઆઇસની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ અથવા ડાયરેક્ટ પેજ https://linkpan.licindia.in/UIDSeedingWebApp/પર ક્લિક કરો.

- જો વેબસાઇટ પર જશો તો Online PAN Registration ટેબ પર ક્લિક કરો.

- નવા ઓપન થયેલા પેજમાં જન્મ તારીખ, લિંગ, ઇમેલ આઇડી, PANમાં હોય તે પ્રમાણેનું આખું નામ અને LIC પોલીસી નંબર દાખલ કરો.

- ડિક્લેરેશન ચેક બોક્સ પર ક્લિક કરો અને કેપ્ચ કોડ એન્ટર કરો.

- તમારા રજીસ્ટર મોબાઇલ નંબર દ્વારા OTP મેળવવા માટે રીક્વેસ્ટ કરો.

- ઓટીપી દાખલ કરીને સબમિટ બટન પર ક્લિક કરો.
First published:

Tags: Investment, IPO, LIC, SEBI