Home /News /business /Biggest IPOs: દેશના પાંચ સૌથી મોટા આઈપીઓનું પ્રદર્શન કેવું રહ્યું? ચાર આઈપીઓએ પૈસા ડૂબાડ્યા, એકમાં મળ્યું સામાન્ય વળતર

Biggest IPOs: દેશના પાંચ સૌથી મોટા આઈપીઓનું પ્રદર્શન કેવું રહ્યું? ચાર આઈપીઓએ પૈસા ડૂબાડ્યા, એકમાં મળ્યું સામાન્ય વળતર

IPO બે નવેમ્બરે ખુલશે અને ચાર નવેમ્બરે બંધ થશે.

LIC IPO size: એલઆઈસીએ ભારતના ઇતિહાસમાં સૌથી મોટો 21,000 કરોડ રૂપિયાનો આઇપીઓ લોંચ કર્યો છે. આઈપીઓ પ્રથમ દિવસે જ 67 ટકા ભરાયો છે. દેશના સૌથી મોટા પાંચ આઈપીઓ વિશે માહિતી મેળવીએ.

નવી દિલ્હી: લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (LIC IPO)એ બુધવારે દેશના ઇતિહાસનો સૌથી મોટો આઈપીઓ લોંચ કર્યો છે. આઈપીઓની સાઇઝ (LIC IPO size) 21,000 કરોડ રૂપિયા છે. એલઆઈસીનો આઈપીઓ પ્રથમ દિવસે 67 ટકા (LIC IPO subscription) ભરાયો છે. આઇપીઓની મોટી સાઇઝને જોતા તેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો તેમ કહી શકાય. જોકે, આઈપીઓની મોટી સાઇઝ હંમેશા સફળતાની ખાતરી નથી આપતી. જો ઇતિહાસ પર નજર કરવામાં આવે તો અત્યારસુધી આવેલા લગભગ દરેક મોટા આઈપીઓએ રોકાણકારોના પૈસા ડૂબાડ્યા છે.

દેશના છેલ્લા પાંચ મોટા આઇપીઓમાંથી ચારમાં રોકાણકારોને મોટું નુકસાન થયું છે. આ કંપનીઓમાં પેટીએમની પેરેન્ટ કંપની વન97 કોમ્યુનિકેશન્સ લિમિટેડ (One97 Communications), રિલાયન્સ પાવર (Reliance Power), કોલ ઇન્ડિયા (Coal India) અને જનરલ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (General Insurance Corporation) સામેલ છે. આ આઇપીઓએ રોકાણકારોના 20થી લઈને 97 ટકા પૈસા ડૂબાડી દીધા છે. ફક્ત એક જ કંપની એસબીઆઈ કાર્ડ્સ એન્ડ પેમેન્ટ્સ સર્વિસિસ (SBI Cards and Payments services)નો શેર હાલ લીલા નીશાન પર છે.

દેશના અત્યારસુધીનાં પાંચ સૌથી મોટા આઈપીઓ:


1) વન97 કોમ્યુનિકેશન્સ લિમિટેડ (Paytm)


IPO સાઇઝ: 18,000 કરોડ રૂપિયા.
IPO ક્યારે આવ્યો: નવેમ્બર, 2021.
IPO કેટલો ભરાયો: 1.89 ગણો.
IPOની ઇશ્યૂ કિંમત: 2,150 રૂપિયા.
હાલનો ભાવ: 583.25 રૂપિયા.
રોકાણકારોને કેટલો નફો/નુકસાન: છ મહિનામાં કિંમત 72.88 ટકા કિંમત ઘટી.

2) કોલ ઇન્ડિયા


IPO સાઇઝ: 15,199 કરોડ રૂપિયા.
IPO ક્યારે આવ્યો: નવેમ્બર, 2010.
IPO કેટલો ભરાયો: 15.28 ગણો.
IPOની ઇશ્યૂ કિંમત: 245 રૂપિયા.
હાલનો ભાવ: 187.40 રૂપિયા.
રોકાણકારોને કેટલો નફો/નુકસાન: સાડા 11 વર્ષમાં વેલ્યૂ 23.5 ટકા ઘટી.

આ પણ વાંચો: આરબીઆઈએ બે વર્ષ બાદ રેપો રેટમાં કર્યો વધારો, તમામ પ્રકારની લોન મોંઘી થશે

3) રિલાયન્સ પાવર


IPO સાઇઝ: 10,123 કરોડ રૂપિયા.
IPO ક્યારે આવ્યો: જાન્યુઆરી, 2008.
IPO કેટલો ભરાયો: 70 ગણો.
IPOની ઇશ્યૂ કિંમત: 450 રૂપિયા.
હાલનો ભાવ: 13.57 રૂપિયા.
રોકાણકારોને કેટલો નફો/નુકસાન: 14 વર્ષ 3 મહિનામાં 97 ટકા નુકસાન થયું.

4) જનરલ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા


IPO સાઇઝ: 11,256 કરોડ રૂપિયા.
IPO ક્યારે આવ્યો: ઓક્ટોબર, 2017.
IPO કેટલો ભરાયો: 1.38 ગણો.
IPOની ઇશ્યૂ કિંમત: 912 રૂપિયા.
હાલનો ભાવ: 125.50 રૂપિયા.
રોકાણકારોને કેટલો નફો/નુકસાન: સાડા ચાર વર્ષમાં 86.24 ટકાનું નુકસાન થયું.

આ પણ વાંચો: રેપો રેટ વધતાની સાથે જ એલઆઈસીના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં 30%નો ઘટાડો

5) એસબીઆઈ કાર્ડ્સ એન્ડ પેમેન્ટ સર્વિસિસ


IPO સાઇઝ: 10,341 કરોડ રૂપિયા.
IPO ક્યારે આવ્યો: માર્ચ, 2020.
IPO કેટલો ભરાયો: 26.54 ગણો.
IPOની ઇશ્યૂ કિંમત: 755 રૂપિયા.
હાલનો ભાવ: 786 રૂપિયા.
રોકાણકારોને કેટલો નફો/નુકસાન: બે વર્ષ અને એક મહિનામાં વેલ્યૂ 4.1 ટકા વધી.
First published:

Tags: Investment, LIC, LIC IPO, Share market

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો