Home /News /business /LIC IPO News: રેપો રેટ વધતા એલઆઈસીના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં કડાકો; પ્રથમ દિવસે આઈપીઓ 67% ભરાયો

LIC IPO News: રેપો રેટ વધતા એલઆઈસીના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં કડાકો; પ્રથમ દિવસે આઈપીઓ 67% ભરાયો

એલઆઈસી આઈપીઓ

LIC IPO Day-1: રિટેલ રોકાણકારો માટે અનામત હિસ્સો પ્રથમ દિવસના અંતે 0.60 ગણો ભરાયો છે. નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત હિસ્સો 0.27 ગણો ભરાયો છે. કર્મચારીઓ માટે અનામ હિસ્સો 1.17 ગણો ભરાયો છે.

નવી દિલ્હી: એલઆઈસીનો 21,000 કરોડ રૂપિયાનો આઈપીઓ (LIC IPO) ગઈકાલે એટલે કે 4 મે, 2022ના રોજ ખુલ્યો છે. આઈપીઓમાં 9મી મે સુધી બીડ કરી શકાશે. પ્રથમ દિવસે આઈપીઓ 67 ટકા ભરાયો છે. આઈપીઓ (IPO) લોંચ થયા પહેલા જ એલઆઈસીએ એન્કર ઇન્વેસ્ટર્સ (LIC Anchor investors) પાસેથી 5,627 કરોડ રૂપિયા એકઠા કર્યાં છે. બીજી તરફ બુધવારે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે (Shaktikanta Das) રેપો રેટમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ એલઆઈસીના ગ્રે માર્કેટ પ્રીમિયમ (LIC GMP)માં મોટો ઘટાડો નોંધાયો છે.

કયો હિસ્સો કેટલો ભરાયો (LIC IPO subscription data)


રિટેલ રોકાણકારો માટે અનામત હિસ્સો પ્રથમ દિવસના અંતે 0.60 ગણો ભરાયો છે. નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત હિસ્સો 0.27 ગણો ભરાયો છે. કર્મચારીઓ માટે અનામ હિસ્સો 1.17 ગણો ભરાયો છે, જ્યારે પૉલિસીધારકો માટે અનામત હિસ્સો 1.99 ગણો ભરાયો છે. ઉલ્લેખનીય છે કે એલઆઈસીનો આઈપીઓ તમે શનિવાર એટલે કે સાતમી મેના રોજ પણ ભરી શકશો. એલઆઈસીના આઈપીઓનું શેર બજારમાં 17મી મેના રોજ લિસ્ટિંગ થાય તેવી સંભાવના છે.

એલઆઈસી ગ્રે માર્કેટ પ્રીમિયમ (LIC IPO GMP)


ભારતીય રિઝર્વ બેંકે બુધવારે રેપો રેટમાં 0.40 ટકાના વધારાની જાહેરાત કરી છે. જે બાદમાં સોશિયલ મીડિયા પર એક મીમ ખૂબ વાયરલ થઈ રહ્યું છે. આ મીમ સુપરહીટ ફિલ્મ બાહુબલીના એક સીન પર આધારિત છે. જેમાં બાહુબલીને તેના વિશ્વાસપાત્ર કટપ્પાએ પીઠ પાછળ છરો ભોંક્યો હતો.

સોશિયલ મીડિયાના મીમમાં કટપ્પાને આરબીઆઈએ અચાનક વ્યાજદરમાં વધાર્યો કર્યો તેના નિર્ણય તરીકે બતાવવામાં આવ્યો છે, જ્યારે દગો મેળવેલા હીરો બાહુબલીને એલઆઈસીના આઈપીઓ તરીકે બતાવવામાં આવ્યો છે. આરબીઆઈએ રેપો રેટમાં વધારાની જાહેરાત કરતાની સાથે જ એલઆઈસીના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં જોરદાર ઘટાડો આવ્યો હતો.

મંગળવારથી એલઆઈસીનું ગ્રે માર્કેટ પ્રીમિયમ ધીમે ધીમે વધી રહ્યું હતું. જે 85 રૂપિયાથી વધીને 105 રૂપિયા સુધી પહોંચી ગયું હતું. આઈપીઓ ખુલ્યા બાદ તે 125 રૂપિયાની પાર ગયું હતું. જે બાદમાં રેપો રેટમા વધારાની જાહેરાત સાથે જ તે ઘટીને 86 રૂપિયા થઈ ગયું હતું.

આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ આ શેર નવી ઊંચાઈએ પહોંચ્યો

શેર બજારમાં કડાકો


એલઆઈસીના ગ્રે માર્કેટ પ્રીમિયમ પર જ નહીં, પરંતુ શેર બજાર પણ પર આ પગલાંની ખરાબ અસર પડી હતી. બુધવારે એક સમયે સેન્સેક્સમાં 1400થી વધારે પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો.

હવે કેવું રહેશે એલઆઈસીનું ગ્રે માર્કેટ પ્રીમિયમ?


IIFL Securities ના પ્રોડક્ટ તેમજ ડિસ્ટ્રિબ્યુશન હેડ સુવાજિત રેનું કહેવું છે કે આજથી એટલે કે બુધવારથી કિંમતમાં ફરી તેજી આવવાની શરૂઆત થશે. તેમણે કહ્યું, "સામાન્ય રીતે ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ આઈપીઓના અંતિમ દિવસે રોકાણ કરે છે. જોકે, આ વખતે પ્રથમ વખત QIB હિસ્સો 33 ટકા ભરાયો છે. આ ખૂબ સારું પ્રદર્શન છે. રિટેલ હિસ્સો પણ પ્રથમ દિવસે ખૂબ સારો ભરાયો છે. શનિવાર અને રવિવાર સુધી એલઆઈસીનું જીએમપી ફરીથી 130 રૂપિયા આસપાસ આવી જશે."

આ પણ વાંચો: આરબીઆઈએ બે વર્ષ બાદ રેપો રેટમાં કર્યો વધારો, તમામ પ્રકારની લોન મોંઘી થશે

એલઆઈસીનો આઈપીઓ


એલઆઈસીનો આઈપીઓ ચોથી મેના રોજ ખુલ્યો છે. આઈપીઓમાં નવમી મે સુધી બીડ કરી શકાશે. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 902-949 રૂપિયા નક્કી કરી છે. એલઆઈસીના આઈપીઓમાં પૉલિસીધારકોને 60 રૂપિયા તેમજ રિટેલ રોકાણકારો અને કર્મચારીઓને 45 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. એલઆઈસીના શેરની ફેસ વેલ્યૂ 10 રૂપિયા છે.
First published:

Tags: Investment, LIC, LIC IPO

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો