LIC IPO Listing Gain: મોટાભાગના રોકાણકારો એલઆઈસીના આઈપીઓમાંથી નફો કમાવવા માંગે છે. નવા ડીમેટ ખાતાના આંકડા પરથી આ વાતનો સાબિતી મળે છે. આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન 90 લાખ નવા ડીમેટ ખાતા ખુલ્યા છે.
નવી દિલ્હી: દેશના સૌથી મોટો આઈપીઓ (LIC IPO) ચોથી મેના રોજ ખુલશે અને નવમી મેના રોજ બંધ થશે. સરકાર એલઆઈસીમાં પોતાનો 3.5 ટકા હિસ્સો વેચીને 21,000 કરોડ રૂપિયા એકઠા કરશે. શું તમે પણ આ આઈપીઓમાં લિસ્ટિંગ લાભ (LIC IPO listing gain) માટે રોકાણ કરી રહ્યા છો? જો હા, તો આ સમાચાર તમારા કામના છે. એલઆઈસીના શેર 17મી મેના રોજ શેર બજારમાં લિસ્ટ (LIC IPO listing) થશે. એ દિવસે માલુમ પડશે કે ફટાફટ નફો કમાવવા માટે રોકાણ કરનારા રોકાણકારોને ખુશી મળશે કે ગમ!
ગ્રે માર્કેટ પરથી એલઆઈસીના ઇશ્યૂથી સારો એવો લિસ્ટિંગ લાભ પાપ્ત થશે તેવો અંદાજ લગાવી શકાય છે. છેલ્લા ત્રણથી ચાર દિવસમાં એલઆઈસીના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં ખૂબ મોટો ઉછાળો આવ્યો છે. હાલ ગ્રે માર્કેટમાં એલઆઈસીનો શેર 90 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે, જે ઇશ્યૂ કિંમતથી 10 ટકા વધારે છે. હજુ આઈપીઓ લોંચ થવા પાછળ બે દિવસ બાકી છે. આ બે દિવસમાં ગ્રે માર્કેટ પ્રીમિયમ વધવાની આશા છે.
ગ્રે માર્કેટ પ્રીમિયમ
ઔપચારિક જાહેરાતના એક દિવસ પહેલા ગ્રે માર્કેટમાં એલઆઈસીના શેરનો ભાવ આશરે 25 રૂપિયા હતો. ગ્રે માર્કેટમાં મોટાભાગે પૈસાદાર અને બ્રોકર્સ પૈસા લગાવે છે. સરકારે એલઆઈસીનું વેલ્યૂએશન ઓછું કર્યાં બાદ આ રોકાણકારો આઈપીઓમાં રસ વધ્યો છે. ડીલર્સનું કહેવું છે કે બુધવારે આઈપીઓ ખુલ્યા પહેલા ગ્રે માર્કેટ પ્રીમિયમમાં ખૂબ મોટો ઉછાળો જોવા મળી શકે છે. સામાન્ય રીતે ગ્રે માર્કેટ પ્રીમિયમ પરથી આઈપીઓના લિસ્ટિંગનો અંદાજ લગાવી શકાય છે.
જો ગ્રે માર્કેટમાં પ્રીમિયમ વધીને 110-120 રૂપિયા થઈ જાય છે તો રોકાણકારોને સારો એવો લિસ્ટિંગ લાભ પ્રાપ્ત થઈ શકે છે. જો કોઈ રોકાણકારે એક લૉટ (15 શેર) માટે અરજી કરી હોય તો તેને આશરે 1800 રૂપિયાનો લાભ (15*120) પ્રાપ્ત થઈ શકે છે. જો તમે રિટેલ કેટેગરીમાં રોકાણ કરો છો તો તમને 45 રૂપિયા પ્રતિ શેર ડિસ્કાઉન્ટ મળશે. આ રીતે તમારો લિસ્ટિંગ લાભ વધી જશે.
કેટલો લાભ મળી શકે?
એક લૉટ પર તમને કુલ ડિસ્કાઉન્ટ 675 રૂપિયા (45*15) મળશે. જેને ઉમેરતા તમારો કુલ લિસ્ટિંગ લાભ 2,475 (1,800+675) પ્રાપ્ત થશે. જો તમારી પાસે એલઆઈસીની પૉલિસી છે તો તમે પૉલિસીધારકના ક્વૉટામાંથી અરજી કરી શકો છે. આવું કરવા પર તમને એક શેર પર 60 રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે.
મોટાભાગના રોકાણકારો એલઆઈસીના આઈપીઓમાંથી નફો કમાવવા માંગે છે. નવા ડીમેટ ખાતાના આંકડા પરથી આ વાતનો સાબિતી મળે છે. આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન 90 લાખ નવા ડીમેટ ખાતા ખુલ્યા છે. આ આંકડા એનએસડીએલ અને સીડીએસએલના છે. આ વર્ષે 31 માર્ચ સુધી કુલ ડીમેટ ખાતાઓની સંખ્યા વધીને 8.97 કરોડ પર પહોંચી છે. 31 ડિસેમ્બર સુધી દેશમાં કુલ ડીમેટ ખાતાઓની સંખ્યા 8.06 કરોડ હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર