Home /News /business /

LIC IPO: જો તમે પણ LIC પોલિસીધારક છો તો આ રીતે ભરી શકો છો આગામી IPO

LIC IPO: જો તમે પણ LIC પોલિસીધારક છો તો આ રીતે ભરી શકો છો આગામી IPO

એલઆઈસી આઈપીઓ

LIC IPO: નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વર્ષે ફેબ્રુઆરીમાં પોતાની બજેટ સ્પીચમાં જણાવ્યું હતું કે, LICનો IPO વર્ષ 2021-2022માં આવશે.

મુંબઈ: સરકાર માટે LICનું લિસ્ટિંગ (LIC Listing) તેના ડિસઈન્વેસ્ટમેન્ટ (Disinvestment)ના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે મહત્ત્વપૂર્ણ રહેશે. સરકાર લઘુત્તમ હિસ્સાના વેચાણ (Minority Stake Sale) અને ખાનગીકરણ (Privatization) દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં રૂ. 1.75 લાખ કરોડ એકત્ર કરવાનો લક્ષ્ય રાખી રહી છે. આપને જણાવી દઇએ કે, રૂ. 1.75 લાખ કરોડમાંથી રૂ. 1 લાખ કરોડ જાહેર ક્ષેત્રની બેન્કો અને નાણાકીય સંસ્થાઓમાં સરકારનો હિસ્સો વેચીને આવવાનો છે. જ્યારે બાકીના રૂ. 75,000 કરોડ CPSE ડિસઇન્વેસ્ટમેન્ટ રસીદ તરીકે આવશે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરૂઆતમાં જુલાઈમાં કેબિનેટે LICના ડિસઇન્વેસ્ટમેન્ટને મંજૂરી આપી હતી અને નાણામંત્રીની આગેવાની હેઠળની પેનલને હિસ્સામાં ઘટાડાનું પ્રમાણ નક્કી કરવા માટે જવાબદારી આપવામાં આવી હતી. સરકાર ફાઇનાન્સ એક્ટ 2022 દ્વારા સૂચિત IPO માટે LIC એક્ટમાં જરૂરી કાયદાકીય સુધારાઓ લાવી ચૂકી છે.

10 ટકા હિસ્સો પોલિસીધારકો માટે અનામત

નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વર્ષે ફેબ્રુઆરીમાં પોતાની બજેટ સ્પીચમાં જણાવ્યું હતું કે, LICનો IPO વર્ષ 2021-2022માં આવશે. સરકાર દ્વારા કરવામાં આવેલા આયોજન મુજબ, LICનો IPO ઇશ્યૂના કદના 10 ટકા સુધી તેના પોલિસીધારકો માટે અનામત રાખવામાં આવશે. ગત સપ્તાહે જીવન વીમા કંપનીએ તેના પૉલિસીધારકોને તેમના PAN અપડેટ કરવા કહ્યું હતું, જેથી તેઓ પબ્લિક ઓફરમાં ભાગ લઈ શકે.

LICની જાહેર નોટીસમાં જણાવવામાં આવ્યું છે કે, આવી કોઈપણ પબ્લિક ઑફરમાં ભાગ લેવા માટે પોલિસીધારકોએ તેમની PAN વિગતો કોર્પોરેશનના રેકોર્ડમાં અપડેટ કરવાની રહેશે. આ સિવાય તમારી પાસે DEMAT એકાઉન્ટ હોવું પણ જરૂરી છે.

તેથી, જો તમે હાલના LIC પોલિસીધારક છો અને તમે આગામી LIC IPOમાં રોકાણ કરવા માંગો છો, તો તમારે ડીમેટ એકાઉન્ટની જરૂર પડશે. વધુમાં તમારે તમારા પોલિસી રેકોર્ડ્સ પર તમારી PAN વિગતો અપડેટ કરવી પડશે.

આ રીતે તમે તમારી PANની વિગતો અપડેટ કરી શકો છો:

- સૌ પ્રથમ https://linkpan.licindia.in/UIDSeedingWebApp/getPolicyPANStatus પર જાઓ.

- હવે તમારો પોલીસી નંબર, જન્મ તારીખ, PAN અને કેપ્ચા કોડ વગેરે માહિતી દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.

આટલું કર્યા બાદ તમે તમારી પોલીસી અને PAN લિંકનું સ્ટેટસ જાણી શકશો. જો તમારું PAN લિંક નથી તો, આ રીતે લિંક કરો:

- એલઆઇસની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ અથવા ડાયરેક્ટ પેજ https://linkpan.licindia.in/UIDSeedingWebApp/ પર ક્લિક કરો.

- જો વેબસાઇટ પર જશો તો Online PAN Registration ટેબ પર ક્લિક કરો.

- નવા ઓપન થયેલા પેજમાં જન્મ તારીખ, લિંગ, ઇમેલ આઇડી, PANમાં હોય તે પ્રમાણેનું આખું નામ અને LIC પોલીસી નંબર દાખલ કરો.

- ડિક્લેરેશન ચેક બોક્સ પર ક્લિક કરો અને કેપ્ચ કોડ એન્ટર કરો.

- તમારા રજીસ્ટર મોબાઇલ નંબર દ્વારા OTP મેળવવા માટે રીક્વેસ્ટ કરો.

- ઓટીપી દાખલ કરીને સબમિટ બટન પર ક્લિક કરો.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Investment, IPO, LIC, Share market

આગામી સમાચાર