LIC IPO GMP: એલઆઈસીનો આઈપીઓ ખુલે તે પહેલા ગ્રે માર્કેટ પ્રીમિયમમાં વધારો, જાણો કેટલું રોકાણ કરવું પડશે
LIC IPO GMP: એલઆઈસીનો આઈપીઓ ખુલે તે પહેલા ગ્રે માર્કેટ પ્રીમિયમમાં વધારો, જાણો કેટલું રોકાણ કરવું પડશે
એલઆઈસી આઈપીઓ
LIC IPO GMP: એલઆઈસીના શેરનું અલોટમેન્ટ 16મેના રોજ થશે. જે લોકોને શેર નથી લાગ્યા તેમના ખાતામાં 17મી મે સુધી શેર આવી જશે. જેમને શેર નથી લાગ્યા તેમના પૈસા પરત આવી જશે.
નવી દિલ્હી: દેશની સૌથી મોટી વીમા કંપનીનો આઈપીઓ (LIC IPO) આવતા અઠવાડિયે લોંચ થશે. કંપનીનો ઇશ્યૂ બુધવારે એટલે કે ચોથી મેના રોજ ખુલશે (LIC IPO open date) અને નવમી મેના રોજ બંધ થશે. કંપનીએ ઇશ્યૂ માટે પ્રાઇસ બેન્ડ 902-949 રૂપિયા (LIC IPO price band) નક્કી કરી છે. આ સંપૂર્ણ ઇશ્યૂ ઑફર ફૉર સેલ હશે. જેમાં સરકાર 3.5 ટકા હિસ્સો એટલે કે 22.13 કરોડ શેર વેચશે.
આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જ્યારે સરકારે સેબી (SEBI) સમક્ષ ડ્રાફ્ટ પેપર રજૂ કર્યા હતા ત્યારે સરકારની યોજના પાંચ ટકા હિસ્સો વેચવાની હતી. જોકે, હવે સરકાર ફક્ત 3.5 ટકા જ હિસ્સો વેચશે. જોકે, ઇશ્યૂ કિંમત ઘટ્યા છતાં એલઆઈસીનો આઈપીઓ દેશમાં અત્યારસુધીનો સૌથી મોટો આઈપીઓ હશે. સરકાર એલઆઈસીમાં પોતાની 3.5 ટકા ભાગીદારી વેચીને 21,000 કરોડ રૂપિયા મેળવશે.
બજાર વિશ્લેષકોના મતે હાલ એલઆઈસીના શેર અનલિસ્ટેડ માર્કેટ (ગ્રે માર્કેટ)માં 70 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. એક દિવસ પહેલા એલઆઈસીના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 50 રૂપિયા હતું. કંપનીની અપર પ્રાઇસ બેન્ડ 949 રૂપિયા છે. આ રીતે જોઈએ તો હાલ ગ્રે માર્કેટમાં એલઆઈસીનો એક શેર 1019 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.
અલોટમેન્ટ (LIC stock allotment)
એલઆઈસીના શેરનું અલોટમેન્ટ 16મેના રોજ થશે. જે લોકોને શેર નથી લાગ્યા તેમના ખાતામાં 17મી મે સુધી શેર આવી જશે. જેમને શેર નથી લાગ્યા તેમના પૈસા પરત આવી જશે.
કેટલું ડિસ્કાન્ટ મળશે?
આ આઈપીઓમાં એલઆઈસીના પૉલિસીધારકોને 60 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. બીજી તરફ રિટેલ રોકાણકારો અને કર્મચારીઓને 45 રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે.
કોના માટે કેટલો હિસ્સો અનામત (LIC IPO Quota)
પૉલિસીધારકોને આઈપીઓ પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે આ આઈપીઓમાં 10 ટકા હિસ્સો પૉલિસીધારકો માટે અનામત રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત આઈપીઓમાં કર્મચારીઓ માટે પણ અમુક ટકા હિસ્સો અનામત રહેશે.
આશરે 50 ટકા હિસ્સો ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે અનામત હશે. આઈપીઓનો આશરે 15 ટકા હિસ્સો નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) અને 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત હશે.
રિટેલ રોકાણકારો એલઆઈસીના આઈપીઓમાં લૉટમાં બીડ કરી શકશે. એક લૉટમાં 15 શેર હશે. એલ લૉટ માટે ઓછામાં ઓછું ₹14,235નું રોકાણ કરવું પડશે. વધુમાં વધુ 14 લૉટ માટે બોલી લગાવી શકશે. આ માટે 210 શેર માટે ₹199,290નું રોકાણ કરવું પડશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર