Home /News /business /LIC IPO: એલઆઈસી આઈપીઓને એન્કર રોકાણકારો તરફથી મળ્યો જબરદસ્ત પ્રતિસાદ, અમુક જ કલાકોમાં 100%થી વધારે ભરાયો

LIC IPO: એલઆઈસી આઈપીઓને એન્કર રોકાણકારો તરફથી મળ્યો જબરદસ્ત પ્રતિસાદ, અમુક જ કલાકોમાં 100%થી વધારે ભરાયો

એલઆઈસી આઈપીઓ

LIC IPO Anchor investment: એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઇશ્યૂમાં સોમવારે નોર્ગેસ બેંક ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ અને જીઆઈસીએ રોકાણ કર્યું છે. નોર્ગેસ બેંક નોર્વેનું સોવરેન વેલ્થ ફંડ છે, જ્યારે જીઆઈસી સિંગાપુરનું સોવરેન વેલ્થ ફંડ છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: આવતીકાલે એટલે કે ચોથી મેના રોજ દેશનો સૌથી મોટો આઈપીઓ (Biggest IPO) ખુલી રહ્યો છે. અંસખ્ય રિટેલ રોકાણકારો (Retail investors) આ આઈપીઓની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રિટેલ રોકાણકારો માટે આઈપીઓ ખુલ્યા પહેલા બીજી મેના રોજ એન્કર રોકાણકારો (Anchor investors) માટે આઈપીઓ ખુલ્યો હતો. બીજી મેના રોજ થોડી જ વારમાં એન્કર રોકાણકારો માટેનો હિસ્સો ભરાઈ ગયો હતો. સીએનબીસી ટીવી-18એ સૂત્રોના હવાલેથી આ સમાચાર આપ્યા હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઇશ્યૂમાં સોમવારે નોર્ગેસ બેંક ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ (Norges bank investment management) અને જીઆઈસી (GIC)એ રોકાણ કર્યું છે. નોર્ગેસ બેંક નોર્વેનું સોવરેન વેલ્થ ફંડ છે, જ્યારે જીઆઈસી સિંગાપુરનું સોવરેન વેલ્થ ફંડ છે.

21,000 કરોડ રૂપિયા એકઠા કરશે


આઈપીઓ મારફતે સરકાર એલઆઈસીનો 3.5 ટકા હિસ્સો વેચશે અને 21,000 કરોડ રૂપિયા એકઠા કરશે. પહેલા સરકારની યોજના એલઆઈસીનો પાંચ ટકા હિસ્સો વેચવાની હતી. જોકે, રશિયા અને યુક્રેન યુદ્ધને પગલે વૈશ્વિક બજારની સ્થિતિ ડામાડોળ બનતા સરકારે આઈપીઓ મુલતવી રાખ્યો હતો.

આઈપીઓમાં ટોચના પાંચ Mutual Fund કરશે રોકાણ


સરકાર માટે સારા સમાચાર છે. ઓછામાં ઓછા પાંચ મ્યુચ્યુઅલ ફંડોએ કહ્યું છે કે તેઓ એલઆઈસી (LIC)ના આઈપીઓ (IPO)માં રોકાણ કરશે. જેમાં દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડનો પણ સમાવેશ થાય છે. એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ (SBI Mutual Fund), આદિત્ય બિરલા એસએલ મ્યુચ્યુઅલ ફંડ (Aditya Birla SL Mutual Fund), એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ (HDFC Mutual Fund) અને કોટક મ્યુચ્યુઅલ ફંડ (Kotak Mutual Fund) એલઆઈસીના આઈપીઓમાં પ્રત્યેક 150થી 1,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. એલઆઈસીને રિટેલ રોકાણકારો તરફથી પણ સારા રિસ્પોન્સની અપેક્ષા છે.

એલઆઈસી માને છે કે તેનો આઈપીઓ રિટેલ કેટેગરીમાં ઓછામાં ઓછી 7 મિલિયન અરજીઓ આવી શકે છે. આ છેલ્લા નાણાંકીય વર્ષમાં આઈપીઓ માટેની કુલ રિટેલ અરજીઓ કરતાં પાંચ ગણી વધુ છે. અંગ્રેજી બિઝનેસ વેબસાઈટ ઈકોનોમિક ટાઈમ્સે આ સમાચાર આપ્યા છે. તેમણે સૂત્રોને ટાંકીને આ વાત જણાવી છે.

કંપની વિશે


એલઆઈસીની સ્થાપના 1 સપ્ટેમ્બર, 1956ના રોજ કરવામાં આવી હતી. આ માટે 245 ખાનગી જીવન વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. પછી તેને મર્જ કરવામાં આવી હતી. તેની શરૂઆતી કેપિટલ 5 કરોડ હતી. તેની સ્થાપનાથી વર્ષ 2000 સુધી તે દેશની એકમાત્ર જીવન વીમા કંપની હતી.

ગ્રે માર્કેટ પ્રીમિયમ (LIC GMP)


આઈપીઓ વોચના જણાવ્યા પ્રમાણે સોમવારે ગ્રે માર્કેટમાં એલઆઈસીનો એક શેર 75 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો હતો. એલઆઈસીના આઈપીઓનું જીએમપી 15 રૂપિયાથી વધીને 75 રૂપિયા સુધી પહોંચ્યું છે.

અલોટમેન્ટ (LIC stock allotment)


એલઆઈસીના શેરનું અલોટમેન્ટ 16મેના રોજ થશે. જે લોકોને શેર નથી લાગ્યા તેમના ખાતામાં 17મી મે સુધી શેર આવી જશે. જેમને શેર નથી લાગ્યા તેમના પૈસા પરત આવી જશે.

કેટલું ડિસ્કાન્ટ મળશે?


આ આઈપીઓમાં એલઆઈસીના પૉલિસીધારકોને 60 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. બીજી તરફ રિટેલ રોકાણકારો અને કર્મચારીઓને 45 રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે.

આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ આ બે શેર આપી શકે છે શાનદાર રિટર્ન

કોના માટે કેટલો હિસ્સો અનામત (LIC IPO Quota)


પૉલિસીધારકોને આઈપીઓ પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે આ આઈપીઓમાં 10 ટકા હિસ્સો પૉલિસીધારકો માટે અનામત રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત આઈપીઓમાં કર્મચારીઓ માટે પણ અમુક ટકા હિસ્સો અનામત રહેશે.

આશરે 50 ટકા હિસ્સો ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે અનામત હશે. આઈપીઓનો આશરે 15 ટકા હિસ્સો નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) અને 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત હશે.

માર્ચમાં લોંચ થવાનો હતો આઈપીઓ


સરકારે ફેબ્રુઆરીમાં સેબી સમક્ષ રજૂ કરેલા દસ્તાવેજ પ્રમાણે એલઆઈસીનો આઈપીઓ માર્ચ 2022ના અંત સુધીમાં લિસ્ટ થવાનો હતો. જોકે, રશિયા અને યુક્રેન યુદ્ધને પગલે વિશ્વભરના બજારોમાં આવેલી મંદીને પગલે સરકારે આઈપીઓ લોંચ કરવાનો પ્લાન મુલતવી રાખ્યો હતો.

આ પણ વાંચો: શું તમને ક્રેડિટ કાર્ડના અલગ અલગ પ્રકાર વિશે જાણ છે? જાણો વિગતવાર માહિતી

મહત્ત્વની તારીખો (LIC IPO important dates)


આઈપીઓ ખુલશે - મે 4, 2022
આઈપીઓ બંધ થશે - મે 9, 2022
શેરનું અલોટમેન્ટ - મે 12, 2022
રિફંડ - મે 13, 2022
ડિમેટ ખાતામાં શેર આવશે - મે 16, 2022
લિસ્ટિંગ તારીખ - મે 17, 2022

કેટલું રોકાણ કરવું પડશે?


રિટેલ રોકાણકારો એલઆઈસીના આઈપીઓમાં લૉટમાં બીડ કરી શકશે. એક લૉટમાં 15 શેર હશે. એલ લૉટ માટે ઓછામાં ઓછું ₹14,235નું રોકાણ કરવું પડશે. વધુમાં વધુ 14 લૉટ માટે બોલી લગાવી શકશે. આ માટે 210 શેર માટે ₹199,290નું રોકાણ કરવું પડશે.
First published:

Tags: Investment, LIC, LIC IPO, Share market, Stock market, Stock tips

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો