Home /News /business /LIC IPO: એલઆઈસીના આઈપીઓમાં રિટેલ કેટેગરીમાં તૂટ્યો રેકોર્ડ, જાણો કોના નામે હતો આ રેકોર્ડ

LIC IPO: એલઆઈસીના આઈપીઓમાં રિટેલ કેટેગરીમાં તૂટ્યો રેકોર્ડ, જાણો કોના નામે હતો આ રેકોર્ડ

એલઆઈસી આઈપીઓ

LIC IPO subscription: એલઆઈસીના આઈપીઓએ રિટેલ રોકાણકારો તરફથી મળેલી અરજી મામલે રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના નામ આ રેકોર્ડ હતો.

નવી દિલ્હી: એલઆઈસીના આઈપીઓ માટે આજે (9 મે) અંતિમ દિવસ છે. આઈપીઓ સંપૂર્ણ રીતે ભરાઈ ગયો છે. સોમવારે બપોરના 1:30 વાગ્યા સુધી આઈપીઓ 2.28 ગણો (LIC IPO subscription data) ભરાયો છે. આઈપીઓને સૌથી વધારે પ્રતિસાદ પૉલિસીધારકો પાસેથી મળ્યો છે. પૉલિસીધારકો માટે અનામત હિસ્સો 5.53 ગણો ભરાયો છે. રિટેલ રોકાણકારો માટે અનામત હિસ્સો 1.5 ગણો ભરાયો છે. રિટેલ કેટેગરીમાં 60 લાખથી વધારે અરજી મળી છે. આજ સુધી કોઈ પણ આઈપીઓમાં રિટેલ રોકાણકારો તરફથી મળેલી આ સૌથી વધારે અરજી છે.

આ આઈપીમાં રિટેલ રોકાણકારો માટે 35 ટકા હિસ્સો અનામત હતો. કંપની આ આઈપીઓમાં 16 કરોડ શેર ઇશ્યૂ કરશે. જેમાં રિટેલ કેટેગરીમાં ચાર કરોડ શેર જાહેર કરવામાં આવશે. એલઆઈસી રિટેલ, કર્મચારી અને પૉલિસીધારકોની કક્ષામાં 9.29 કરોડ શેર જાહેર કરશે. સોમવારે સાંજ સુધીમાં આઈપીઓના સબ્સક્રિપ્શનનો આંકડો વધી શકે છે.

એલઆઈસીનો રેકોર્ડ


એલઆઈસીના આઈપીઓએ રિટેલ રોકાણકારોના અરજીની સંખ્યાની દ્રષ્ટીએ રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના આઈપીઓને રિટેલ કેટેગરીમાં 48 લાખ અરજી મળી હતી. રિલાયન્સ પાવરનો આઈપીઓ જાન્યુઆરી 2008માં આવ્યો હતો. કંપનીએ 405-450 રૂપિયા પ્રાઇસ બેન્ડ નક્કી કરી હતી. આ આઈપીઓને રોકાણકારો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો.

આ પણ વાંચો: આદર પૂનાવાલાની ટેસ્લાના સીઈઓ મસ્કને ખુલ્લી ઑફર!

રિલાયન્સ પાવર 73 ગણો ભરાયો હતો. જેમાં રિટેલ કેટેગરી માટે અનામત હિસ્સો 14 ગણો ભરાયો હતો. એપ્લિકેશનની સંખ્યાની દ્રષ્ટીએ હવે આ આઈપીઓ બીજા નંબર પર આવી ગયો છે. ત્રીજા નંબર પર ગ્લેનમાર્ક લાઇફ સાયન્સિસનો આઈપીઓ. ગત વર્ષે કંપનીએ આપીઓ લોંચ કર્યો હતો.

આ પણ વાંચો: ફટાફટ માલામાલ બનવા માંગતા રોકાણકારોને LICનો આઈપીઓ કરી શકે છે નિરાશ!

ગ્લેનમાર્કનો આઈપીઓ ફક્ત 1514 કરોડ રૂપિયાનો હતો. આ આઈપીઓમાં 39 લાખ અરજી મળી હતી. આ રીતે રિલાયન્સ પાવર બાદ ત્રીજા નંબર પર આ આઈપીઓ આવે છે. જોકે, આ આઈપીઓ આવ્યો હતો ત્યારે માર્કેટની સ્થિતિ ખૂબ સારી હતી. ત્યારે સેન્સેક્સ 53,000 પર હતો. ગત વર્ષે ઓક્ટોબરમાં સેન્સેક્સ 61,000ની સપાટી પર પહોંચ્યો હતો.

આઈપીઓનું લિસ્ટિંગ


એલઆઈસીનો આઈપીઓ 17મી મેના રોજ બજારમાં લિસ્ટ થશે. આઈપીઓમાં રિટેલ રોકાણકારો અને કર્મચારીઓને 45 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. પૉલિસીધારકોને આઈપીઓમાં 60 રૂપિયા પ્રતિ શેર ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે.
First published:

Tags: Investment, IPO, LIC, LIC IPO