Home /News /business /

LIC IPO: દેશની સૌથી મોટી વીમા કંપની આજે SEBI પાસે જમા કરાવી શકે ડ્રાફ્ટ પેપર, 1 લાખ કરોડ એકઠા કરવાનો પ્લાન

LIC IPO: દેશની સૌથી મોટી વીમા કંપની આજે SEBI પાસે જમા કરાવી શકે ડ્રાફ્ટ પેપર, 1 લાખ કરોડ એકઠા કરવાનો પ્લાન

LIC IPO

LIC IPO: દેશની સૌથી મોટી ઇંશ્યોરન્સ કંપની LICનો આઇપીઓ (IPO) માર્ચમાં આવી રહ્યો છે. ઇંશ્યોરન્સ સેક્ટરનાં રેગ્યુલેટર ઇંશ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IRDAI) એ LIC ઇન્ડિયાનાં આઇપીઓ લેવાની મંજૂરી આપી દીધી છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: LIC IPO: દેશની સૌથી મોટી ઇંશ્યોરન્સ કંપની એલઆઇસી (LIC)નો IPO માર્ચમાં આવી રહ્યો છે. ઇશ્યોરન્સ સેક્ટરે રેગ્યુલેટર ઇંશ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IRDAI)એ LIC ઇન્ડિયાનો IPO લાવવાની મંજૂરી આપી દીધી છે. હવે માનવામાં આવી રહ્યું છે કે, LIC શેર બજારનાં રેગ્યુલેટર સેબીની પાસે આજે ડ્રાફ્ટ પેપર (DRHP) દાખલ કરાવી શકે છે.

    CNBC-TV18નાં સૂત્રો મુજબ, વીમા કંપનીએ 11 ફેબ્રુઆરીનાં તેમનાં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) દાખલ કરવાની આશા છે.

    આ પણ વાંચો-Gold Rate Today, 11 Feb 2022: સોનામાં મોટો કડાકો, આજે રેકોર્ડ હાઇથી 7500 રૂપિયા સસ્તુ થયુ સોનું, જાણો 10 ગ્રામનો ભાવ

    IPO દ્વારા 1 લાખ કરોડ રૂપિયા ભેગા કરવાનો છે પ્લાન
    આપને જણાવી દઇએ કે ,LIC ભારતમાં શેર માર્કેટ ઇતિહાસમાં સૌથી મોટો IPO લઇને આવી રહી છે. સરકાર LIC IPO માં શેરનાં વેચાણ દ્વારા એક લાખ કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના બનાવી રહી છે. સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ બાદ LICનું માર્કેટ કેપિટલાઇઝેશન 13થી 15 લાખ કરોડ રૂપિયા થવાની આશા છે

    LIC પોલિસી ધારકો માટે 10 ટકા હિસ્સો રિઝર્વ- આ સાથે જ LIC પોલીસી લેનારા લોકો માટે સારા સમાચાર એ છે કે, આ IPOનો 10 ટકા હિસ્સો તેમનાં માટે રિઝર્વ રાખવામાં આવશે. તેથી તેમને શેર મળવાની સંભાવના વધી જશે. આ ઉપરાંત તેમને પ્રતિ શેરની કિંમતમાં પણ થોડું ડિસ્કાઉન્ટ મળે તેવી જોગવાઇ કરવામાં આવી શકે છે.

    આ પણ વાંચો-Petrol-Diesel Price Today: ક્રૂડ ઓઇલનાં ભાવમાં વધારો, અહીં ચેક કરો પેટ્રોલ-ડીઝલનો આજનો ભાવ

    આ પહેલાં જાન્યુઆરીમાં DIPAM સચિવ તુહિન કાંતા પાંડેએ CNBC-TV18ને જણાવ્યું હતું કે, સરકાર LIC IPO માટે માર્ચ મહિનાની શરૂઆતનાં દિવસોમાં ટાર્ગેટ બનાવી રહી છે. પાંડેનાં જણાવ્યાં મુજબ, LICનો IPO ખુબજ અહમ અને સરકારનો મહત્વનો નિર્ણય છે.

    દેશની સૌથી મોટી લિસ્ટેડ કંપની હશે LIC-
    લંડનની બ્રાન્ડ ફાઇનાન્સ મુજબ, આ વર્ષે LICની માર્કેટ વેલ્યું 43 લાખ કરોડ સુધી પહોંચવાનું અનુમાન છે. આગામી પાંચ વર્ષ એટલે કે 2027 સુધીમાં તે વધીને 58.9 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચે તેવી આશા છે. આ રીતે તે આગામી ઘમાં વર્ષો સુધી દેશની સૌથી મોટી કંપની બની રહે તેવી શક્યતાઓ છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Indian Stock Market, LIC IPO, Stock market

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन