Home /News /business /

LIC IPO News: ચાલુ નાણાકીય વર્ષમાં LICનો IPO આવવાની સંભાવના નહીંવત, આવું છે કારણ

LIC IPO News: ચાલુ નાણાકીય વર્ષમાં LICનો IPO આવવાની સંભાવના નહીંવત, આવું છે કારણ

એલઆઈસી આઈપીઓ

LIC IPO News: અધિકારીએ જણાવ્યું કે, ભારતમાં કંપનીને શેર બજારમાં લિસ્ટ કરાવવાની પ્રક્રિયા એટલી જટિલ છે કે LICના વેલ્યૂએશનનું કામ પૂર્ણ કર્યાં બાદ પણ ઔપચારિકતા પૂર્ણ કરવામાં 3-4 મહિનાનો સમય લાગી શકે છે.

    મુંબઈ. LIC IPO News: દેશની સૌથી મોટી ઇન્શ્યોરન્સ કંપની ભારતીય જીવન વીમા નિગમ (Life Insurance Corporation -LIC)નો આઈપીઓ ચાલુ નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન આવવાની સંભાવના ખૂબ ઓછી છે. તેનું કારણ એવું છે કે વેલ્યૂએશન (LIC Valuation) પર હજુ કામ કરવાનું બાકી છે. જેમાં હજુ વધારે સમય લાગી શકે છે. એક મર્ચન્ટ બેન્કરના એક સીનિયર અધિકારીએ કહ્યુ કે, વેલ્યૂએશનમાં હકીકતમાં જરૂર કરતા વધારે સમય લાગી રહ્યો છે. આથી આ સાથે જોડાયેલી ઔપચારિકતા જ પૂર્ણ નથી થઈ શકી. અનેક એવા કારણ છે જેનાથી એલઆઈસીનું વેલ્યૂએશન પૂર્ણ કરવામાં સમસ્યા આવી રહી છે. વેલ્યૂએશનનું કામ પૂર્ણ થયા પછી પણ IPO સાથે જોડાયેલા અન્ય જરૂરી કામ પૂર્ણ કરવામાં સમય લાગશે. બીજી તરફ ભારત સરકારે આ મીડિયા રિપોર્ટ્સને નકારી દીધા છે.

    રેગ્યુલેટરની મંજૂરી જરૂરી

    મર્ચન્ટ બેન્કર સાથે કામ કરી રહેલા એક અધિકારીએ કહ્યુ કે, કોઈ કંપનીનો IPO લાવતા પહેલા સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (Securities and Exchange Board of India –SEBI)ને તે અંગે સંપૂર્ણ જાણકારી આપવાની હોય છે. એટલું જ નહીં, બિઝનેસ કરતી કંપનીના રેગ્યુલેટર પાસેથી પણ મંજૂરી લેવાની હોય છે. રસપ્રદ વાત એ છે કે ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (Insurance Regulatory and Development Authority of India -Irdai)નું પ્રમુખ પદ છેલ્લા છ મહિનાથી ખાલી છે.

    LIC પાસે મોટી સંપત્તિ

    LIC ફક્ત દેશની જ નહીં પરંતુ દુનિયાની સૌથી મોટી વીમા કંપનીમાંની એક છે. એક અન્ય અધિકારીએ જણાવ્યું કે, કંપનીની વેલ્યૂએશનમાં સમસ્યા આવવાનું કારણ એવું છે કે તેના મોટા કદના પ્રૉડક્ટ મિક્સ, રિયલ સ્ટેટ અસેટ, સાથી સબ્સિડિયરી અને નફો શેર કરવાનું સ્ટ્રક્ચર (subsidiaries and profitability sharing structure) ખૂબ જટિલ પ્રક્રિયા છે. વેલ્યૂએશન નક્કી ન થાય ત્યાં સુધી શેરની વેચાણ સાઇઝ પણ નક્કી ન કરી શકાય.

    કંપનીને લિસ્ટ કરવાની પ્રક્રિયા જટિલ

    અધિકારીએ વધુમાં જણાવ્યું કે, ભારતમાં કંપનીને શેર બજારમાં લિસ્ટ કરાવવાની પ્રક્રિયા એટલી જટિલ છે કે LICના વેલ્યૂએશનનું કામ પૂર્ણ કર્યાં બાદ પણ ઔપચારિકતા પૂર્ણ કરવામાં 3-4 મહિનાનો સમય લાગી શકે છે. આથી ચાલુ નાણાકીય વર્ષમાં એલઆઈસીનો આઈપીઓ આવે તેવું લાગી રહ્યું નથી. ઉલ્લેખનીય છે કે સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં જ LICનો આઈપીઓ લાવવાના પ્રયાસમાં લાગી છે. હકીકતમાં આ વર્ષે ડિસઇન્વેસ્ટમેન્ટથી 1.75 લાખ કરોડ રૂપિયા એકઠા કરવામાં એલઆઈસીની મહત્ત્વની ભૂમિકા રહેશે. આ ઉપરાંત સરકારને BPCLના રણનીતિક વેચાણથી પણ ખૂબ લાભ થવાની આશા છે.

    આ પણ વાંચો:  LIC IPO: જો તમે પણ LIC પોલિસીધારક છો તો આ રીતે ભરી શકો છો આગામી IPO

    સરકારે મીડિયા રિપોર્ટ્સને નકાર્યાં

    એલઆઈસીનો આઈપીઓ આ વર્ષે નહીં આવવાની શક્યતાના મીડિયા રિપોર્ટ્સને સરકારે નકાર્યાં છે. સરકારે કહ્યું છે કે, "અમુક મીડિયા રિપોર્ટ્સમાં એલઆઈસીનો આઈપીઓ આ વર્ષે નહીં આવે તેવા અહેવાલ છપાયા છે, જે ખોટા છે. અમે વર્ષના અંતિમ ક્વાર્ટરમાં એલઆઈસીનો આઈપીઓ લાવવાના પ્રયાસમાં છીએ." ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક અસેટ મેનેડમેન્ટ ડિપાર્મેન્ટના સેક્રેટરીએ ટ્વિટ કરીને ઉપરની વાત જણાવી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Insurance, IPO, LIC, Share market

    આગામી સમાચાર