મોટા સમાચાર! LICમાં હિસ્સેદારી વેચવા માટે કેબિનેટ ડ્રાફ્ટ નોટ જાહેર, IPOની સાથે જાહેર થઈ શકે છે બોનસ શૅર

News18 Gujarati
Updated: September 7, 2020, 1:20 PM IST
મોટા સમાચાર! LICમાં હિસ્સેદારી વેચવા માટે કેબિનેટ ડ્રાફ્ટ નોટ જાહેર, IPOની સાથે જાહેર થઈ શકે છે બોનસ શૅર
ટૂંક સમયમાં આવશે LICનો IPO, રીટેલ રોકાણકારોને મળી શકે છે 10% ડિસ્કાઉન્ટ

ટૂંક સમયમાં આવશે LICનો IPO, રીટેલ રોકાણકારોને મળી શકે છે 10% ડિસ્કાઉન્ટ

  • Share this:
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કંપની ભારતીય જીવન વીમા નિગમ (Life Insurance Corporation of India)માં પોતાની હિસ્સેદારી વેચવા માટે નાણા મંત્રાલયે કેબિનેટ ડ્રાફ્ટ નોટ જાહેર કરી દીધી છે. LICમાં સરકાર પોતાની કુલ 10% હિસ્સેદારી વેચવાની સાથે જ મોટી સંખ્યામાં બોનસ શૅર પણ જાહેર કરી શકે છે. નાણા મંત્રાલયે કેબિનેટ માટે અંતિમ પ્રસ્તાવ તૈયાર કરી દીધો છે. શરૂઆતમાં જ LIC બોનસ શૅર જાહેર કરી શકે છે. ઇક્વિટીના રિસ્ટ્રક્ચરિંગ ઉપર પણ ફોકસ છે. ટૂંક સમયમાં તેને કેબિનેટની મંજૂરી મળી શકે છે.

10 ટકા વેચાણની સાથે બોનસ શૅરની શક્યતા

સૂત્રો મુજબ, રીટેલ રોકાણકારો માટે 5 ટકા અને LICના કર્મચારીઓ માટે 5 ટકા સુધી શૅર રિઝર્વ રાખવામાં આવી શકે છે. બીજી તરફ રીટેલ રોકાણકારો માટે 10 ટકા સુધી ડિસ્કાઉન્ટ પણ શક્ય છે. તેના માટે LIC એક્ટ 1956માં 6 મોટા ફેરફાર કરવામાં આવશે. શૅરહોલ્ડર્સની વચ્ચે નફો વહેંચવાની યોજના છે. ઓથોરાઇઝ્ડ કેપિટલની જોગવાઈ જોડવામાં આવશે અને ઇશ્યૂડ કેપિટલની પણ જોગવાઈ જોડવામાં આવશે.


આ પણ વાંચો, 3 દિવસ બાદ ફરી સોનાના ભાવમાં આવી તેજી, વિદેશી બજારોનો મળ્યો સપોર્ટ

નોંધનીય છે કે, સરકારે પ્રી-આઇપીઓ ટ્રાન્જેક્શન એડવાઇઝર (TAs) તરીકે એસબીઆઈ કેપ્સ (SBI Capital) અને ડેલોયટ (Deloitte)ને મંજૂરી આપવામાં આવી છે. એલઆઈસીનું વેલ્યૂએશન 9થી 10 લાખ કરોડ રૂપિયા છે. એવામાં જો સરકાર આઈપીઓના માધ્યમથી એલઆઈસીની 8 ટકા હિસ્સેદારી વેચી પણ દે છે તો તે 80,000-90,000 કરોડ રૂપિયાની થશે.

આ પણ વાંચો, ફિલ્મ અભિનેત્રી કંગના રનૌટને ગૃહ મંત્રાલયે આપી Y શ્રેણીની સુરક્ષા

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ 1 ફેબ્રુઆરી 2020ના રોજ બજેટ ભાષણમાં એલઆઈસી આઈપીઓની જાહેરાત કરી હતી. તેઓએ કહ્યું હતું કે આઈપીઓના માધ્યમથી એલઆઈસીનું ડિસઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે. હાલ એલઆઈસીની 100 ટકા હિસ્સેદારી સરકારની પાસે છે. (લક્ષ્મણ રૉય, ઇકોનોમિક પોલિસી એડિટર, CNBC આવાજ)
Published by: Mrunal Bhojak
First published: September 7, 2020, 1:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading