Home /News /business /LIC IPO Allotment: તમને એલઆઈસીના શેર લાગ્યા કે નહીં તે આ રીતે તપાસો, જાણો મહત્ત્વની તારીખો

LIC IPO Allotment: તમને એલઆઈસીના શેર લાગ્યા કે નહીં તે આ રીતે તપાસો, જાણો મહત્ત્વની તારીખો

એલઆઇસીના શેર ધારકો માટે સારા સમાચાર

LIC IPO Allotment date: રિપોર્ટ પ્રમાણે એલઆઈસીના શેરનું અલોટમેન્ટ 12મી મે, 2022ના રોજ થશે. જે બાદમાં એલઆઈસીનો આઈપીઓ NSE અને BSE પર 17મી મેના રોજ લિસ્ટ થશે.

નવી દિલ્હી: દેશની સૌથી મોટી વીમા કંપની LIC ( Life Insurance Corporation of India)નો આઈપીઓ ચોથી મેના રોજ લોંચ થયો હતો. બે દિવસમાં આઈપીઓ સંપૂર્ણ ભરાઈ (LIC IPO subscription) ગયો હતો. આજે ચોથા દિવસે એટલે કે 7મી મેના રોજ રિટેલ રોકાણકારો માટે અનામત હિસ્સો પણ સંપૂર્ણ ભરાઈ ગયો છે. આઈપીઓ માટે શનિવાર અને રવિવારે પણ અરજી કરી શકાશે. આઈપીઓ માટે બીડ કરવાની અંતિમ તારીખ 9મી મે છે. એલઆઈસી તરફથી આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ (LIC IPO price band) 902-949 રૂપિયા રાખવામાં આવી છે. એલઆઈસીના પૉલિસીધારકોને આ આઈપીઓમાં 60 રૂપિયાનું ડિસ્કાઉન્ટ (discount) મળી રહ્યું છે. રિટેલ રોકાણકારો અને એલઆઈસીના કર્મચારીઓને આઈપીઓમાં 45 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આઈપીઓને બંધ થવાને ત્રણ દિવસ બાકી છે ત્યારે લોકો તેમને શેર લાગ્યા કે નહીં તે જાણવા માટે ઉત્સુક બન્યા છે.

રિપોર્ટ પ્રમાણે એલઆઈસીના શેરનું અલોટમેન્ટ 12મી મે, 2022ના રોજ થશે. જે બાદમાં એલઆઈસીનો આઈપીઓ NSE અને BSE પર 17મી મેના રોજ લિસ્ટ થશે. જો તમે પણ એલઆઈસીનો આઈપીઓ ભર્યો છે તો તમે NSE અને BSEની વેબસાઇટ પરથી શેર લાગ્યા કે નહીં તેની તપાસ કરી શકો છો.

મહત્ત્વની તારીખો (LIC IPO important dates)


આઈપીઓ ખુલ્યો - મે 4, 2022
આઈપીઓ બંધ થશે - મે 9, 2022
શેરનું અલોટમેન્ટ - મે 12, 2022
રિફંડ - મે 13, 2022
ડિમેટ ખાતામાં શેર આવશે - મે 16, 2022
લિસ્ટિંગ તારીખ - મે 17, 2022

BSE વેબસાઇટ પર અલોટમેન્ટ સ્ટેટસ ચેક કરો


-- BSEની અધિકૃત વેબસાઇટની મુલાકાત લો. (https://www.bseindia.com/investors/appli_check.aspx)

-- મેનુમાં જઈને LIC IPO પસંદ કરો.

-- તમને મળેલો LIC IPO એપ્લિકેશન નંબર દાખલ કરો.

-- જે બાદમાં તમારો PAN દાખલ કરો.

-- બાદમાં ‘I am not a robot' ચેક બોક્સ ટીક કરો અને ‘submit' ક્લિક કરો.

-- તમને શેરની ફાળવણી થઈ છે કે નહીં તે જોઈ શકશો.

NSE વેબસાઇટ પર આ રીતે ચેક કરો:


-- NSEની અધિકૃત વેબસાઇટની મુલાકાત લો. (https://www.nseindia.com/)

-- પેજ પર ‘equity' વિકલ્પની પસંદગી કરો.

-- અહીં ઇશ્યૂ નામ તરીકે ‘LIC IPO' પસંદ કરો.

-- તમારી એપ્લિકેશનનો નંબર દાખલ કરો.

-- જે બાદમાં તમારો PAN દાખલ કરો.

-- બાદમાં ‘I am not a robot' ચેક બોક્સ ટીક કરો અને ‘submit' ક્લિક કરો.

-- તમને શેરની ફાળવણી થઈ છે કે નહીં તે જોઈ શકશો.

એલઆઈસીના આઈપીઓ વિશે મહત્ત્વની વાતો:






1) ક્યાં સુધી રોકાણ કરી શકાય?


આ ઈશ્યૂ રોકાણકાર માટે 6 દિવસ ખુલ્લો રહેશે. તમે આજથી લઈને 9 મે સુધી આ IPOમાં રોકાણ કરી શકો છો. આગામી 9 મેના રોજ સોમવારે આ ઈશ્યૂ બંધ થઈ જશે.

2) પ્રાઈસ બેન્ડ શું છે?


LIC એ રૂ. 902થી લઈને રૂ. 949 સુધીનો પ્રાઈસ બેન્ડ નક્કી કરી છે. આ શેરની ફેસ વેલ્યૂ રૂ. 10 છે. LICના પોલિસીહોલ્ડર્સને પ્રતિ શેર રૂ. 60 અને રિટેઈલ રોકાણકારને પ્રતિ શેર રૂ. 45નું ડિસ્કાઉન્ટ મળશે.

આ પણ વાંચો: ઘરેલૂ LPG સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો

3) સરકાર આ IPOથી કેટલા રૂપિયા એકત્ર કરશે?


સરકાર આ ઈશ્યૂથી અંદાજે રૂ. 21,000 કરોડ એકત્ર કરવા જઈ રહી છે. સરકાર LICમાં પોતાની 3.5 ટકા ભાગીદારી વેચી રહી છે. આ ઈશ્યૂ સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ (OFS) છે. જેથી ઈશ્યૂની જે પણ રકમ મળશે. તે સરકારની હશે.

4) સરકાર IPO શા માટે લાવી રહી છે?


સરકાર LICને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવા માંગે છે અને LICમાં પોતાની ભાગીદારી ઓછી કરવા ઈચ્છે છે.

5) લોટ સાઈઝ શું છે?


એક લોટમાં 15 શેર છે. જેનો અર્થ છે કે, રોકાણકારે ઓછામાં ઓછા 15 શેર માટે બોલી લગાવવાની રહેશે. રિટેલ રોકાણકાર વધુમાં વધુ 14 લોટ એટલે કે, 210 શેર માટે અરજી કરી શકે છે.

6) બેલેન્સશીટમાં દમ છે?


LIC દેશની સૌથી મોટી લાઈફ ઈન્શ્યોરન્સ કંપની છે. જેની બજારમાં ભાગીદારી 61.4 ટકા છે. આ દુનિયાની પાંચમી સૌથી મોટી કંપની છે. ટોટલ એસેટ અનુસાર LIC દુનિયાની 10 મી સૌથી મોટી જીવન વીમા કંપની છે. LICના સમગ્ર વિશ્વમાં 13.5 લાખ એજન્ટ છે, જે 40 લાખ કરોડ રૂપિયાની વ્યવસ્થા કરે છે. જે મ્યુચ્યુઅલ ફંડના કુલ AUMથી વધુ છે.

7) શેર લિસ્ટ ક્યારે થશે?


LICનો શેર સ્ટોક એક્સચેન્જમાં 17 મેના રોજ લિસ્ટ થશે.

આ પણ વાંચો: આ અઠવાડિયે માર્કેટ 4% તૂટ્યું, ઇક્વિટી રોકાણકારોના 12 લાખ કરોડ ધોવાયા

8) ઈશ્યૂમાં એન્કર રોકાણકારોએ કેવો રસ દાખવ્યો છે?


એન્કર રોકાણકાર (Anchor Investors of LIC)નો ક્વોટા સોમવારે 2 મેના રોજ સંપૂર્ણરૂપે સબસ્ક્રાઈબ થઈ ગયો હતો. LICએ સ્ટોક એક્સચેન્જને આ જાણકારી આપી છે. કંપનીએ જણાવ્યું છે કે, એન્કર પોર્શનનું 71 ટકા રોકાણકાર મ્યુચ્યુઅલ ફંડ તરફથી આવ્યું છે.

9) એન્કર રોકાણકારમાં કોણ કોણ સામેલ છે?


અનેક મોટા વિદેશ રોકાણકારે LICના IPOમાં રોકાણ કર્યું છે. જેમાં ગવર્નમેન્ટ ઓફ સિંગાપોર, ગવર્નમેન્ટ પેન્શન ફંડ ગ્લોબલ, બીએનપી ઈન્વેસ્ટમેન્ટ્સ એલએલસી, મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોર અને સોસાયટી જનરલ સામેલ હતા. તેમજ ઈનવેસ્કો ઈન્ડિયા અને સેન્ટ કેપિટલ ફંડે પણ આ LICના IPOમા રોકાણ કર્યું છે.
First published:

Tags: Investment, LIC, LIC IPO, Share market, Stock market