નવી દિલ્હી: એલઆઈસીનો આઈપી (LIC IPO)ઓ ભરનાર રોકાણકારો શેરની ફાળવણી (LIC IPO allotment)ની રાહ જોઈ રહ્યા છે. એલઆઈસીનો આઈપીઓ આશરે ત્રણ ગણો (2.95 ગણો) ભરાયો છે. આઈપીઓ મારફતે કંપની 16 કરોડ શેર (એન્કર રોકાણકારોને અલૉટ કરેલા શેરને બાદ કરતા) વેચી રહી છે. આઈપીઓમાં પૉલિસીધારકો (LIC Policyholders) માટે અનામત હિસ્સો 6.12 ગણો ભરાયો હતો. એલઆઈસી કર્મચારીઓ માટે અનામત હિસ્સો 4.40 ગણો ભરાયો હતો. રિટેલ રોકાણકારો માટે અનામત હિસ્સો 1.99 ગણો ભરાયો હતો. નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) માટે અનામત હિસ્સો 2.91 ગણો ભરાયો હતો. ક્વૉલિફાઇડ ઇન્સ્ટૂટ્યૂશનલ બાયર્સ (QIB) માટે અનામત હિસ્સો 2.83 ગણો ભરાયો હતો.
અંગ્રેજી બિઝનેસ ન્યૂઝ વેબસાઇટ મિન્ટના જણાવ્યા પ્રમાણે એલઆઈસીના શેરની ફાળવણી (LIC stocks allotment) 12 મેના રોજ થશે. જોકે, એલઆઈસી એક દિવસ પહેલા જ શેરના ફાળવણીની જાહેરાત કરી શકે છે. એનો મતલબ એવો થાય કે ગમે તે ઘડીએ શેરની ફાળવણી થઈ શકે છે.
એલઆઈસી તરફથી અલોટમેન્ટની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમે શેર લાગ્યા કે નહીં તે તપાસી શકો છો. આ માટે તમે BSEની વેબસાઇટ અથવા આઈપીઓ માટે અધિકૃત રજિસ્ટ્રારની વેબસાઇટ પર સ્ટેટસ જોઈ શકો છો. એલઆઈસીના આઈપીઓ માટે ઑફિશિયલ રજિસ્ટ્રાર કેફિન ટેક્નોલોજીસ (KFin Technologies) છે. હાલ કેફિન વેબસાઇટ પર અલોટમેન્ટ સ્ટેટસ ચેક કરવા પર Comming Soon સંદેશ આવી રહ્યો છે.
એલઆઈસી તરફથી આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ (LIC IPO price band) 902-949 રૂપિયા રાખવામાં આવી છે. એલઆઈસીના પૉલિસીધારકોને આ આઈપીઓમાં 60 રૂપિયાનું ડિસ્કાઉન્ટ (discount) મળી રહ્યું છે. રિટેલ રોકાણકારો અને એલઆઈસીના કર્મચારીઓને આઈપીઓમાં 45 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર