Home /News /business /

LIC IPO: આ તારીખે લોન્ચ થવા જઇ રહ્યો છે દેશનો સૌથી મોટો એલઆઈસી આઈપીઓ, જાણો તમામ વિગતો

LIC IPO: આ તારીખે લોન્ચ થવા જઇ રહ્યો છે દેશનો સૌથી મોટો એલઆઈસી આઈપીઓ, જાણો તમામ વિગતો

સરકારે ગત મહિને IPO માટે નવા ડ્રાફ્ટ પેપર ફાઇલ કર્યા હતા

LIC IPO: 21,000 કરોડના કદમાં ઘટાડો થયા પછી પણ LIC IPO દેશમાં અત્યાર સુધીની સૌથી મોટો IPO બનવા જઈ રહ્યો છે

LICનો આઇપીઓ (LIC IPO)ને લઇને બજારમાં અનેક ચર્ચાઓ થઇ રહી છે. આ દરમિયાન અમુક જાણકારોએ કહ્યું કે, લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશનના આઇપીઓની સાઇઝ (LIC IPO Size) ઘટીને રૂ. 21,000 થઇ જશે. જોકે, LIC IPO રૂ. 9,000 કરોડના ગ્રીનશૂ ઓપ્શન (Greenshoe Option) સાથે આવી શકે છે. ગ્રીનશૂ ઓપ્શનના હિસાબ પછી કુલ IPOનું કદ રૂ. 30,000 કરોડ થશે અને સરકારી હિસ્સામાં 5 ટકા ઘટાડો થશે. ગ્રીનશૂ વિકલ્પ એ ઓવર-એલોટમેન્ટ વિકલ્પ (over-allotment option) છે. આ વિકલ્પ કંપનીને વધારાનું સબસ્ક્રિપ્શન જાળવી રાખવાનો વિકલ્પ આપે છે અને તેને માંગ અને બજારની સ્થિતિ અનુસાર પબ્લિક ઇશ્યૂને આયોજીત કરવામાં મદદ કરે છે.

કેટલી હશે IPOની સાઇઝ?

સરકારે ફેબ્રુઆરીમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) પાસે LICના ડ્રાફ્ટ પેપર્સ ફાઈલ કર્યા હતા અને તેનો ઉદ્દેશ્ય રૂ. 12 લાખ કરોડના માર્કેટ વેલ્યુએશન પર આશરે રૂ. 65,000 કરોડ એકત્ર કરવાનો હતો. હવે, IPOનું કદ રૂ. 9,000 કરોડના ગ્રીનશૂ વિકલ્પ સાથે ઘટાડીને રૂ. 21,000 કરોડ થવાની શક્યતા છે.

ક્યારે આવશે IPO?

સૂત્રોને ટાંકીને BSએ આપેલા અહેવાલ મુજબ, LICની જાહેર ઓફર હવે 2 મેના રોજ બજારમાં આવી શકે છે. સરકારે ગત મહિને IPO માટે નવા ડ્રાફ્ટ પેપર ફાઇલ કર્યા હતા. સરકાર પાસે હવે ઑફર શરૂ કરવા માટે 12 મે સુધીનો સમય છે, ત્યારબાદ કેન્દ્રને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા પાસે નવા પેપર્સ ફાઇલ કરવાની જરૂર પડશે. તેને ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો પણ આપવા પડશે અને એમ્બેડેડ વેલ્યુ પણ અપડેટ કરવી પડશે. ડ્રાફ્ટ પેપર્સ અનુસાર, 31 સપ્ટેમ્બર, 2021 સુધીમાં LICનું એમ્બેડેડ મૂલ્ય રૂ. 5.39 લાખ કરોડ હતું.

હાલમાં, યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા તેની નાણાંકીય નીતિને સખત કડક બનાવવા અને વ્યાજ દરોમાં વધારો કરવાના નિર્ણય વચ્ચે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા સતત વેચાણને કારણે બજારની સ્થિતિ અસ્થિર છે.

આ પણ વાંચો - Business Idea : યુનાની દવાઓમાં વપરાતા આ ફૂલની ખેતી કરો, લાખો રૂપિયાની થશે કમાણી

કેટલો રહેશે રીઝર્વ ક્વોટા?

ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs) માટે લગભગ અડધો IPO ઇશ્યૂ નક્કી કરવામાં આવ્યો છે. QIBના હિસ્સામાંથી 60 ટકા એન્કર રોકાણકારો માટે નિર્ધારિત કરવામાં આવ્યા છે. એન્કર ઇન્વેસ્ટરનો એક તૃતીયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે આરક્ષિત રહેશે.

આ પણ વાંચો - Gold Silver price: ખુશખબર: સોનું થયું સસ્તું, ચાંદીના પણ ભાવ ઘટ્યા, જાણો આ સપ્તાહમાં કેવો રહ્યો બજારનો હાલ

લગભગ 15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો (NII) માટે રીઝર્વ રહેશે. તેમજ આશરે 35 ટકા છૂટક રોકાણકારોને ભાગ લેવા માટે ઉપલબ્ધ રહેશે. પબ્લિક ઇશ્યૂના માત્ર 10 ટકાથી વધુ નહીં, પરંતુ નોંધપાત્ર હિસ્સો પણ પોલિસીધારકો માટે રીઝર્વ રહેશે. કર્મચારીઓ માટે પણ LIC IPO ના 5 ટકા અનામત રહેશે. કર્મચારીઓ અને પોલિસીધારકો બંનેને રાહત દરે LIC IPO બુક કરવાની તક મળશે.

દેશનો સૌથી મોટો IPO

21,000 કરોડના કદમાં ઘટાડો થયા પછી પણ LIC IPO દેશમાં અત્યાર સુધીની સૌથી મોટો IPO બનવા જઈ રહ્યો છે. Paytm IPO 2021માં રૂ. 18,300 કરોડનો સૌથી મોટો આઇપીઓ હતો, ત્યારબાદ 2010માં કોલ ઇન્ડિયા લિમિટેડ રૂ. 15,500 કરોડ અને રિલાયન્સ પાવર 2008માં રૂ. 11,700 કરોડનો IPO હતો.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Investment, IPO, LIC, LIC IPO

આગામી સમાચાર