Home /News /business /LIC IPO : રોકાણકારોની આતુરતાનો અંત, આ તારીખે ખુલશે LICનો આઈપીઓ, સામે આવ્યા મોટા સમાચાર
LIC IPO : રોકાણકારોની આતુરતાનો અંત, આ તારીખે ખુલશે LICનો આઈપીઓ, સામે આવ્યા મોટા સમાચાર
LIC IPO 2022 : લાઈફ ઈન્શ્યૂરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)નો આઈપીઓ લોન્ચ થવાની લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે ત્યારે લગભગ હવે આ તારીખે આઈપીઓ ખૂલવાની શક્યતા છે.
LIC IPO 2022 : લાઈફ ઈન્શ્યૂરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)નો આઈપીઓ લોન્ચ થવાની લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે ત્યારે લગભગ હવે આ તારીખે આઈપીઓ ખૂલવાની શક્યતા છે.
LIC IPO : દેશનૌ સૌથી મોટો અને રોકાણકારો જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે તે એલઆઈસી આઈપીઓ (LIC IPO) લોન્ચ થવાની તારીખ નજીક આવી ગઈ છે. અગાઉ આ આઈપીઓ 2 મેના રોજ ખૂલે તેવી શક્યાતા હતા પરંતુ સીએનબીસી ટીવી18ના સૂત્રો મુજબ એલઆઈસીનો આઈપીઓ 4 મેના રોજ ખૂલી શકે છે (LIC IPO Opening Date) આ આઈપીઓ 4 મેના રોજ લોન્ચ થઈ અને 9 મેના રોજ બંધ થઈ શકે છે.
LIC IPO કેટલી હશે IPOની સાઇઝ?
સરકારે ફેબ્રુઆરીમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) પાસે LICના ડ્રાફ્ટ પેપર્સ ફાઈલ કર્યા હતા અને તેનો ઉદ્દેશ્ય રૂ. 12 લાખ કરોડના માર્કેટ વેલ્યુએશન પર આશરે રૂ. 65,000 કરોડ એકત્ર કરવાનો હતો. હવે, IPOનું કદ રૂ. 9,000 કરોડના ગ્રીનશૂ વિકલ્પ સાથે ઘટાડીને રૂ. 21,000 કરોડ થવાની શક્યતા છે.
LIC IPO : આ અઠવાડિયામાં નકકી થઈ શકે છે પ્રાઈઝ બેનડ
સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) દ્વારા અપડેટેડ ડ્રાફ્ટને મંજૂરી આપી દેવામાં આવી છે. આ ડ્રાફ્ટમાં 5 ટકાના બદલે 3.5 ટકાના સ્ટેક સેલને મંજૂરી આપી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ અઠવાડિયામાં એલઆઈસી દ્વારા પ્રાઈઝ બેન્ડ નક્કી કરી દેવામાં આવશે.
LIC IPO : કેટલો રહેશે રીઝર્વ ક્વોટા?
ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs) માટે લગભગ અડધો IPO ઇશ્યૂ નક્કી કરવામાં આવ્યો છે. QIBના હિસ્સામાંથી 60 ટકા એન્કર રોકાણકારો માટે નિર્ધારિત કરવામાં આવ્યા છે. એન્કર ઇન્વેસ્ટરનો એક તૃતીયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે આરક્ષિત રહેશે.
લગભગ 15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો (NII) માટે રીઝર્વ રહેશે. તેમજ આશરે 35 ટકા છૂટક રોકાણકારોને ભાગ લેવા માટે ઉપલબ્ધ રહેશે. પબ્લિક ઇશ્યૂના માત્ર 10 ટકાથી વધુ નહીં, પરંતુ નોંધપાત્ર હિસ્સો પણ પોલિસીધારકો માટે રીઝર્વ રહેશે. કર્મચારીઓ માટે પણ LIC IPO ના 5 ટકા અનામત રહેશે. કર્મચારીઓ અને પોલિસીધારકો બંનેને રાહત દરે LIC IPO બુક કરવાની તક મળશે.