LIC news: એસ ઇક્વિટીઝના ડેટા દર્શાવે છે કે એલઆઇસીએ બીએસઈ 500 ઇન્ડેક્સમાંથી 70થી વધુ કંપનીઓમાં હિસ્સો વધાર્યો છે. ઇન્ડેક્સ પર નજર કરીએ તો જાણવા મળે છે કે 200થી વધુ કંપનીઓમાં એલઆઇસીનો હિસ્સો હતો.
નવી દિલ્હી: એલઆઈસી (LIC)એ ડિસેમ્બર ક્વાર્ટરમાં ઘણી કંપનીઓમાં પોતાનો હિસ્સો (Raised Stocks) વધાર્યો હતો. જ્યારે કે આ દરમિયાન સેન્સેક્સમાં વધતી અનિશ્ચિતતાને કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)ના રોકાણમાં ઘટાડો થવાને કારણે સેન્સેક્સમાં પણ ઘટાડો થયો હતો. છેલ્લા ત્રિમાસિક ગાળા (Quarter) દરમિયાન બીએસઇ 500 (BSE 500) ઇન્ડેક્સ અડધા ટકા ઘટયો હતો. એસ ઇક્વિટીઝના ડેટા દર્શાવે છે કે એલઆઇસીએ બીએસઈ 500 ઇન્ડેક્સમાંથી 70થી વધુ કંપનીઓમાં હિસ્સો વધાર્યો છે. ઇન્ડેક્સ પર નજર કરીએ તો જાણવા મળે છે કે 200થી વધુ કંપનીઓમાં એલઆઇસીનો હિસ્સો હતો.
કયા લાર્જકેપમાં વધાર્યો હિસ્સો
લાર્જકેપની વાત કરીએ તો હીરો મોટોકોર્પમાં ડિસેમ્બરના અંતમાં એલઆઈસીનો હિસ્સો 11.08 ટકા પહોંચી ગયો હતો. જે 30 સપ્ટેમ્બર, 2021ના રોજ 10.88 ટકા હતો. એલઆઈસીએ UPLમાં પણ પોતાનો હિસ્સો 10.12 ટકાથી વધારીને 10.47 ટકા કર્યો છે. આઇસીઆઇસીઆઇ બેન્ક (7.59 ટકાથી 7.77 ટકા), ટાટા સ્ટીલ (6.33 ટકાથી 6.40 ટકા), રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (5.98 ટકાથી 6.13 ટકા) અને ઇન્ફોસિસ (5.55 ટકાથી 5.67 ટકા)માં હિસ્સો વધાર્યો હતો.
શું કહે છે બજાર વિશ્લેષકો?
વિશ્લેષકો પણ આ યાદીમાંથી કેટલાક શેરોમાં તેજી જોઇ રહ્યા છે. ઉદાહરણ તરીકે, મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ ઇન્ફોસિસમાં હાલના બજાર ભાવથી 30 ટકાથી વધુની અપસાઇડ જુએ છે.
મોતીલાલ ઓસવાલ ફાઇનાન્સિયલ સર્વિસિસે એક રીપોર્ટમાં જણાવ્યા અનુસાર, “ઇન્ફોસિસે નાણાકિય વર્ષ 2022માં ત્રીજા ક્વાર્ટરમાં તમામ ક્ષેત્રો અને મુખ્ય ભૌગોલિક વિસ્તારોમાં મજબૂત પ્રદર્શન કર્યું હતું. મેનેજમેન્ટે મોટા સોદામાં ટ્રેક્શન સૂચવ્યું હતું અને સાબિત કર્યુ હતું કે ડીલની પાઇપલાઇન લાંબા સમયમાં સૌથી વધુ હતી. સપ્લાય ગાળામાં અમુક હેડવિન્ડ્સ છે જે આગામી સમયમાં નિયમિત થઇ જશે.”
યસ સિક્યોરિટીઝ ICIC બેંક પર બુલિશ
યસ સિક્યોરિટીઝ આઈસીઆઈસીઆઈ બેન્ક પર રૂ.1044ના ટાર્ગેટ ભાવ સાથે બુલિશ છે, જે વર્તમાન બજાર ભાવથી 30 ટકાથી વધુની અપસાઈડ સૂચવે છે. ઇન્સ્યોરન્સ બેહેમોથે પણ ગત ત્રિમાસિક ગાળા દરમિયાન પેઇન્ટ મેજરમાં સારું પ્રદર્શન દર્શાવ્યું હતું. જેના કારણે કંસાઇ નેરોલેકનો હિસ્સો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 1.40 ટકાથી વધીને 2.12 ટકા થયો છે. તેણે એશિયન પેઇન્ટ્સમાં હિસ્સો પણ અગાઉના 1.49 ટકાથી વધારીને 1.85 ટકા કર્યો છે. સેન્ટ્રમ બ્રોકિંગે એશિયન પેઇન્ટ્સ માટે લક્ષ્યાંક ભાવ રૂ.3,690 નક્કી કર્યો છે.
અદાણી એન્ટરપ્રાઇઝ, દીપક નાઇટ્રાઇટ, કોફોર્જ, બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ, મેરિકો, વેલસ્પન કોર્પ, આલ્કેમ લેબોરેટરીઝ, ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી)માં પણ એલઆઇસી દ્વારા Q3FY22માં શેરહોલ્ડિંગમાં વધારો જોવા મળ્યો હતો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર