મુંબઇ. LIC Housing Finance share: હાલ કંપનીઓના રિઝલ્ટની સિઝન ચાલી રહી છે. એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ (LIC Housing Finance Q3 result) તરફથી તાજેતરમાં ડિસેમ્બર ક્વાર્ટરનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સારા રિઝલ્ટને પગલે આજે ઇન્ડ્રા ડે દરમિયાન એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સનો શેર (LIC Housing Finance stock) 14% સુધી ઉછળ્યો હતો. એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સનો શેર આજે 13.50 રૂપિયાના ઉછાળા સાથે ખુલ્યો હતો. ઇન્ટ્રા ડે દરમિયાન શેર 394.20 રૂપિયાના સ્તર સુધી પહોંચી ગયો હતો. આ શેર વિશે બજાર નિષ્ણાતો ખૂબ જ બુલિશ (Bullish) છે. તેમનું કહેવું છે કે આ શેર 440 રૂપિયાના સ્તર સુધી પહોંચી શકે છે.
સારા પરિણામને પગલે શેરની કિંમતમાં ઉછાળો
સ્ટોક માર્કેટ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે LIC હાઉસિંગ ફાઇનાન્સનો શેર ત્રીજા ત્રિમાસિકના સારા પરિણામને પગલે ઉછળ્યો છે. કંપની તરફથી ગઈકાલે રિઝલ્ટની જાહેરાત કરવામાં આવી હતી. મોર્ગેજ લોન કંપનીએ ત્રીજા ત્રિમાસિક દરમિયાન PAT (profit after tax)માં છ ટકાનો ઉછાળો નોંધાવ્યો છે. ડિસેમ્બરના રોજ પૂર્ણ થતાં ત્રિમાસિક દરમિયાન કંપનીનો PAT 767.33 કરોડ રૂપિયા રહ્યો હતો. ગત વર્ષ સમાન સમયગાળા દરમિયાન કંપનીનો નફો ₹727.04 કરોડ રૂપિયા રહ્યો હતો.
મિન્ટના અહેવાલ પ્રમાણે એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સના શેરની કિંમત વધવા અંગે પ્રોફિટમાર્ટ સિક્યોરિટીઝના રિસર્ચ હેડ અવિનાશ ગોરાક્ષકરે જણાવ્યું હતુ કે "કંપનીએ ગતરોજ સારા ત્રિમાસિક પરિણામની જાહેરાત કરી હોવાથી આજે કંપનીનો શેર રોકેટ ગતિએ ભાગ્યો હતો." અવિનાશ ગોરાક્ષકરના જણાવ્યા પ્રમાણે રોકાણકારો વર્તમાન સ્તરે શેરની ખરીદી કરી શકે છે. આગામી ક્વાર્ટ્સ દરમિયાન પણ કંપની સારું પરિણામ આપતી રહેશે તેવું લાગી રહ્યું છે. લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને શેરની ખરીદી કરી શકાય છે.
બ્રેકઆઉટની અપેક્ષા રાખતા ચોઈસ બ્રોકિંગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુમીત બગડિયાએ જણાવ્યું હતુ કે, "એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સનો શેર તેની 52 અઠવાડિયાની નીચલી સપાટી આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. આ કારણે આ શેરની ખરીદીની સારો મોકો છે. આ શેર ચાર્ટ પર ખૂબ બુલિશ છે. આ શેર 400 રૂપિયાના સ્તરે બ્રેકઆઉટ આપી શકે છે. બ્રેકઆઉટ પછી આ શેર વધારે બુલિશ બનશે અને 425 રૂપિયાના સ્તર પર પહોંચી શકે છે. ટૂંકા ગાળામાં આ શેર માટે 440 રૂપિયાનો ટાર્ગેટ રહેશે. આ દરમિયાન રોકાણકારોએ 360 રૂપિયાનો સ્ટોપલોસ રાખવો જરૂરી છે. રોકાણકારો વર્તમાન કિંમતે શેરની ખરીદી કરી શકે છે."
(ખાસ નોંધ: અહીં આપવામાં આવેલો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે સલાહ આપવામાં આવતી નથી.)
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર