Home /News /business /LICનો આ પ્લાન તમારા માટે બની શકે છે ખાસ, 5 હજારના રોકાણની સામે મેળવી શકો છો 65 લાખ

LICનો આ પ્લાન તમારા માટે બની શકે છે ખાસ, 5 હજારના રોકાણની સામે મેળવી શકો છો 65 લાખ

5 હજાર રૂપિયાનું રોકાણ કરી મેળવો 65 લાખથી વધુનું વળતર

એલઆઈસીનો નવો એન્ડોમેન્ટ પ્લાન (LIC New Endowment Plan No 914) ઘણી રીતે ખાસ છે. આ યોજના દ્વારા લાંબાગાળાનું રોકાણ કરી શકાય છે અને સારું વળતર પણ મેળવી શકાય છે. આ સાથે LICના આ પ્લાનમાં લોકોને રિસ્ક કવર પણ મળે છે.

LIC Policy : LICની યોજના દ્વારા લાખો રૂપિયાનું ફંડ આરામથી બનાવી શકાય છે. એલઆઈસીના અલગ-અલગ પ્લાનમાં અલગ-અલગ ફાયદા છે.

LIC પ્રીમિયમ : LIC દ્વારા લોકોને ઘણી યોજનાઓ પ્રદાન કરવામાં આવે છે. લોકો તેમની જરૂરિયાતો પ્રમાણે વિવિધ યોજનાઓ મેળવી શકે છે. તેમજ આમાં ઘણી યોજનાઓ એવી છે, જેના દ્વારા તમે મોટી રકમનું ભંડોળ ઉભું કરી શકો છો. આવો જ એક પ્લાન છે એલઆઈસીનો ન્યૂ એન્ડોમેન્ટ પ્લાન.

એલઆઈસીનો નવો એન્ડોમેન્ટ પ્લાન (LIC New Endowment Plan No 914) ઘણી રીતે ખાસ છે. આ યોજના દ્વારા લાંબાગાળાનું રોકાણ કરી શકાય છે અને સારું વળતર પણ મેળવી શકાય છે. આ સાથે LICના આ પ્લાનમાં લોકોને રિસ્ક કવર પણ મળે છે.

આ પણ વાંચો -જાણી લો આધારકાર્ડના દુરુપયોગને લઇને UIDAIએ શું કહ્યુ

એલઆઈસી ન્યૂ એન્ડોમેન્ટ પ્લાનની કેટલીક ખાસ બાબતો


- ન્યુનતમ ઉંમર - 8 વર્ષ

- મહત્તમ ઉંમર - 55 વર્ષ

- ન્યૂનતમ સમ એશ્યોર્ડ (વિમા રકમ ) - રૂ. 1 લાખ

- મહત્તમ સમ એશ્યોર્ડ (વીમા રકમ ) - કોઈ મર્યાદા નથી

- ન્યૂનતમ મુદત - 12 વર્ષ

- મહત્તમ મુદત - 35 વર્ષ

ફાયદા


ડેથ બેનીફીટ : પૉલિસીની મુદત દરમિયાન મૃત્યુના કિસ્સામાં "મૃત્યુ પર વીમાની રકમ" તરીકે નક્કી થયેલ તમામ બાકી પ્રિમીયમ ડેથ બેનીફીટ તરીકે ચૂકવવામાં આવશે. જ્યાં "મૃત્યુ પર વીમાની રકમ" એ બેઝિક સમ એશ્યોર્ડના મહત્તમ અથવા વાર્ષિક પ્રીમિયમના 10 ગણા તરીકે દર્શાવાય છે. આ મૃત્યુ લાભ મૃત્યુ તારીખે ચૂકવવામાં આવેલા તમામ પ્રિમીયમના 105% કરતા ઓછો હોવો જોઈએ નહીં. જ્યાં પ્રીમિયમમાં સર્વિસ ટેક્સ, વધારાનું પ્રીમિયમ અને રાઇડર પ્રીમિયમ, જો કોઈ હોય તો, બાકાત છે.

નફામાં ભાગીદારી: પોલિસી કોર્પોરેશનના નફામાં ભાગ રહેશે અને જો પોલિસી સંપૂર્ણ અમલમાં હોય તો કોર્પોરેશનના અનુભવ મુજબ જાહેર કરાયેલ સાદા રિઝર્વનરી બોનસ મેળવવા માટે હકદાર રહેશે.

ફાઇનલ એડિશનલ બોનસ પોલિસી મૃત્યુ અથવા પરિપક્વતાના કારણે જે વર્ષમાં ક્લેમ થતી હોય, તે વર્ષમાં પોલિસી હેઠળ જાહેર કરવામાં આવી શકે છે, જો પોલિસી ચોક્કસ લઘુત્તમ મુદત માટે ચાલી હોય તો.

આ પણ વાંચો -ફક્ત ત્રણ મહિનામાં UPI લેવડ દેવડ 90 ટકા વધી, જાન્યુઆરી-માર્ચમાં કુલ 14.55 અબજની લેવડ દેવડ

આ રીતે મેળવો 65 લાખનું ફંડ


જો તમારી ઉંમર 30 વર્ષ છે, તો LICના આ નવા એન્ડોમેન્ટ પ્લાન દ્વારા તમે 65 લાખ રૂપિયાનું ભંડોળ બનાવી શકો છો. જો તમે 30 વર્ષની ઉંમરે આ પ્લાન લઈ રહ્યા છો, તો વીમાની રકમ 19 લાખ રૂપિયા રાખવી પડશે. તેમજ લોનનો ગાળો 30 વર્ષ રાખવો પડશે. જે પછી પહેલા વર્ષ માટે દર મહિને લગભગ 5253 રૂપિયા પ્રીમિયમ તરીકે જમા કરાવવાના રહેશે.

કેટલું વળતર મળશે?


આ પછી બીજા વર્ષથી મેચ્યોરિટી સુધી દર મહિને 5140 રૂપિયા પ્રીમિયમ તરીકે જમા કરાવવાના રહેશે. આ પછી પાકતી મુદતની રકમ 30 વર્ષ પછી એટલે કે 60 વર્ષની ઉંમરે ઉપલબ્ધ થશે. તમને મેચ્યોરિટી રકમ તરીકે લગભગ રૂ. 65,55,000નું વળતર મળશે.
First published:

Tags: Lic policy

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો